SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવે બીજું દુઃખ ઉત્પન્ન થતું નથી તે દુઃખ આપોઆપ જ ચરમ(છેલ્લે) થઈ જાય છે. અર્થાત્, એ માટે તત્ત્વજ્ઞાનને ચરમદુઃખના જનક માની તેનાથી ચરમદુઃખને જન્ય માનવાની જરૂર નથી. ચરમદુઃખ તો તેની મેળે કારણસામગ્રીથી જ થઈ શકે છે. યદ્યપિ પોતાની કારણસામગ્રીથી ચરમદુઃખની ઉત્પત્તિની અવ્યવહિત પૂર્વે તત્ત્વજ્ઞાન વૃત્તિ હોવાથી તત્ત્વજ્ઞાનજન્યત્વ પણ ચરમદુઃખમાં માનવું જોઇએ, પરંતુ એ રીતે તો કાર્ય-ઘટાદિમાં જેટલા ધર્મો છે તે બધાને જ કાર્યતાવચ્છેદક માનવાનો પ્રસંગ આવશે. કોઈ ઘટ ચૈત્રથી જોવાયેલ (ચત્રાવલોકિત) હોય તેમ જ તે મૈત્રથી બનાવેલ હોય (મૈત્રનિર્મિત હોય) એવા ઘટમાં ચૈત્રાવલોકિતત્વ અને મૈત્રનિર્મિતત્વ. ઇત્યાદિ ધર્મો હોવાથી તતતઘંટાદિનિષ્ઠજન્યતા (દંડાદિ-નિષ્ઠ-જનકતા-નિરૂપિત તાદેશજન્યતા)ના અવચ્છેદક તરીકે બધાને માનવા પડશે. અને તેથી “આ ઘડામાં જ આટલા ધમ રહ્યા બીજામાં કેમ નહીં? આ ઘડામાં આટલા જ ધર્મો રહ્યા બીજા કેમ નહીં ?... ઇત્યાદિ પ્રશ્નોના સમાધાનમાં તથા પ્રકારની નિયતિ(સ્વભાવ, ભવિતવ્યતા)નો ઉલ્લેખ કરવો પડશે, જેથી કથંચિત્ તેનો સ્વીકાર કરવાથી સ્યાદ્વાદનો આશ્રય કરવાની અને એકાંતે તેનો સ્વીકાર કરવાથી સ્વભાવવાદનો આશ્રય કરવાની આપત્તિ આવશે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઈએ. ૨૫-૨લા. अन्यमतदूषणेन निर्दृढं स्वमतमुपन्यस्यन्नाहઆ રીતે અન્યમતમાં દૂષણો બતાવવા દ્વારા નિશ્ચિત થયેલા સ્વમતને દર્શાવવા જણાવાય છે– सुखमुद्दिश्य तद् दुःखनिवृत्त्या नान्तरीयकम् । प्रक्षयः कर्मणामुक्तो, युक्तो ज्ञानक्रियाध्वना ॥२५-३०॥ सुखमिति-तत्तस्माद् दुःखनिवृत्त्या नान्तरीयकं व्याप्तं सुखमुद्दिश्य कर्मणां ज्ञानावरणादीनां प्रक्षयो જ્ઞાનક્રિયાäના યુp sp: f/ર૯-૩૦ | “તેથી (અન્યમતોમાં દોષો હોવાથી), દુઃખનિવૃત્તિની સાથે સંબદ્ધ એવા સુખને ઉદ્દેશીને, જ્ઞાન અને ક્રિયા માર્ગે કર્મોનો ક્ષય કરવો – એ પ્રમાણે યુક્ત કહ્યું છે.” - આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે. અન્યમતોમાં જે ક્લેશોનું સ્વરૂપ વર્ણવ્યું છે એના ધ્વંસ પછી કોઈ પણ વાસ્તવિક સુખનો સંબંધ જણાવ્યો નથી. અર્થાત્ ત્યાં લેશોની નિવૃત્તિથી દુઃખની નિવૃત્તિ વર્ણવી છે પરંતુ તે સુખથી વ્યાપ્ત નથી. જ્યારે જૈન દર્શનમાં દુઃખની સર્વથા નિવૃત્તિથી અનંત સુખની પ્રાપ્તિ મોક્ષમાં થાય છે, જે વાસ્તવિક રીતે પુરુષાર્થનો વિષય બને છે. દુઃખનિવૃત્તિથી સંબદ્ધ(વાત) એવા સુખના ઉદ્દેશથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરવો જોઈએ. એ ક્ષય જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ માર્ગે થાય છે – આ પ્રમાણે જે કહ્યું છે તે યુક્ત છે અર્થાત્ નિર્દોષ છે. ૨૫-૩૦ના ૬૨ ક્લેશતાનોપાય બત્રીશી
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy