________________
મહાત્માઓની શાસ્ત્રરચનામાં કવચિત્ મહાન ગંભીર અર્થનું નિરૂપણ કરાયું હોય ત્યાં નિરર્થકતાને જોતા હોય છે અને ક્વચિત્ ગ્રંથની સરળ રચના હોય ત્યારે “શું પાંડિત્ય છે?” - આ પ્રમાણે સર્વત્ર ઊંધું જોવાની જેમને કુટેવ છે અને અત્યંત મૂર્ખલોકોની સભામાં તાળી પાડવાનું જજેઓ કામ કરનારા છે એવા ખેલદુર્જન) પુરુષોની દષ્ટિ ક્યારે પણ સગુણોને વિશે જતી નથી. છા
अपि न्यूनं दत्वाभ्यधिकमपि सम्मील्य सुनौं वितत्य व्याख्येयं वितथमपि संगोप्य विधिना । अपूर्वग्रन्थार्थप्रथनपुरुषार्थाद् विलसतां
सतां दृष्टिः सृष्टिः कविकृतिविभूषोदयविधौ ॥८॥ સજ્જનોનો સ્વભાવ દુર્જનોના સ્વભાવથી તદ્દન જ વિપરીત છે. ગ્રંથની રચનામાં કોઈ સ્થાને ન્યૂનતા રહી હોય તોપણ ત્યાં અધિક પણ પોતાની મેળે મેળવીને સુનયોથી ગ્રંથાર્થને વિસ્તારથી જણાવીને તેમ જ કોઈ વાર ખોટું પણ હોય ત્યારે વિધિપૂર્વક તેને ઢાંકીને અપૂર્વ એવા ગ્રંથાર્થનો વિસ્તાર કરવાના પુરુષાર્થથી શોભતા એવા સજ્જનોની દૃષ્ટિ ખરેખર જ કવિઓની કૃતિઓની વિભૂષાના ઉદય માટે સૃષ્ટિસમાન છે. IIટલા
अधीत्य सुगुरोरेनां, सुदृढं भावयन्ति ये ।
ते लभन्ते श्रुतार्थज्ञाः, परमानन्दसम्पदम् ॥९॥ સુગુરુભગવંતની પાસે જે લોકો આ કાત્રિશત્ દ્વાáિશિકાની ટીકાનું અધ્યયન કરી દઢતાપૂર્વક તેનું પરિભાવન કરે છે, તેઓ કૃતાર્થના જ્ઞાતા બની પરમાનંદ-સંપદાને પ્રાપ્ત કરે છે. લા
प्रत्यक्षरं ससूत्राया, अस्या मानमनुष्टुभाम् ।
शतानि च सहस्राणि, पञ्च पञ्चाशदेव च ॥१०॥ પાંચ હજાર અને પાંચસો પચાસ (૫૫૫૦) જેટલા અનુષ્ટ્રમ્ છંદના શ્લોકો જેટલું; આ મૂળ સાથે ટીકાનું દરેક અક્ષરની ગણનાએ પ્રમાણ છે. ૧ના इति श्रीमहामहोपाध्यायन्यायविशारदन्यायाचार्यश्रीमद्यशोविजयगणिविरचिता द्वात्रिंशद्वात्रिंशिकाः ।
આ પ્રમાણે મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય
શ્રીમદ્યશોવિજયજી ગણિવર્યવિરચિત કાત્રિશત્ ત્રિશિકા પ્રકરણ પૂર્ણ થયું.
૨૭૪
સજ્જનસ્તુતિ બત્રીશી એક પરિશીલન