SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ दग्धरज्जुसमत्वं च, वेदनीयस्य कर्मणः । वदन्तो नैव जानन्ति, सिद्धान्तार्थव्यवस्थितिम् ॥ ३०-१२॥ दग्धेति–दग्धरज्जुसमत्वं च वेदनीयस्य कर्मणो वदन्तः सिद्धान्तार्थव्यवस्थितिं नैव जानन्ति ॥३०-१२॥ શ્લોકાર્થ સ્પષ્ટ છે કે વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું છે - એમ કહેનારા, સિદ્ધાંતની વ્યવસ્થાને જાણતા નથી. એનો આશય પણ સ્પષ્ટ છે કે શ્રી કેવલીપરમાત્માનું વેદનીયકર્મ બળી ગયેલા દોરડા જેવું હોવાથી તે ક્ષુધાદિ વેદનાને ક૨વા સમર્થ નથી કે જેને દૂર કરવા તેઓશ્રીને કવલાહાર કરવો પડે – આ રીતે વેદનીયકર્મની દગ્ધરજ્જુ-સમાનતાને જણાવનારા, સિદ્ધાંતમાં નિરૂપણ કરાયેલા અર્થની વ્યવસ્થાને જાણ્યા વિના બોલે છે. II૩૦-૧૨ - દિગંબરો સિદ્ધાંતાર્થની વ્યવસ્થા જાણતા નથી - એ સ્પષ્ટ કરાય છે— पुण्यप्रकृतितीव्रत्वादसाताद्यनुपक्षयात् । સ્થિતિશેષાઘપેક્ષ વા, તો વ્યવતિપ્તે ૫રૂ૦-૧૩|| पुण्येति – पुण्यप्रकृतीनां तीर्थकरनामादिरूपाणां तीव्रत्वात्तीव्रविपाकत्वात्तज्जन्यसातप्राबल्ये वेदनीयमात्रस्य दग्धरज्जुसमत्वासिद्धेरसातादीनामनुपक्षयादसातवेदनीयस्यापि तदसिद्धेः । पापप्रकृतीनां भगवति रसघातेन नीरसत्वाभ्युपगमे स्थितिघातेन निःस्थितिकत्वस्याप्यापत्तेः, अपूर्वकरणादौ बध्यमानप्रकृतिविषयकस्यैव तस्य व्यवस्थितेः । ननु तर्हि कथं भवोपग्राहिकर्मणां केवलिनां दग्धरज्जुकल्पत्वाभिधानमावश्यकवृत्त्यादौ श्रूयते ? इत्यत आह-स्थितिशेषाद्यपेक्षं वा तद्वचो दग्धरज्जुकल्पत्ववचो व्यवतिष्ठते, न तु रसापेक्षया, अन्यथा सूत्रकृद्वृत्तिविरोधप्रसङ्गाद्, असातादिप्रकृतीनामसुखदत्वाभिधानमप्यावश्यकनिर्युक्त्यादौ घातिकर्मजन्यबहुत सुखविलयेनान्यस्या (नाल्पस्या) विवक्षणाद् । अन्यथा भवोपग्रहायोगादिति विभावनीयं सुधीभिः || ३०-१३।। “પુણ્યપ્રકૃતિનો તીવ્ર વિપાક હોવાથી અને અશાતા વેદનીયાદિ કર્મનો સર્વથા ક્ષય થયેલો ન હોવાથી (દિગંબરોનું દગ્દરજ્જુ જેવું વેદનીયકર્મને જણાવવાનું અયુક્ત છે.) અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાએ દિગંબરોનું એ વચન સંગત છે.” - આ પ્રમાણે તે૨મા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રી કેવલીપરમાત્માને તીર્થંકરનામકર્મ તેમ જ શાતાવેદનીયકર્મ વગેરે પુણ્યપ્રકૃતિઓનો તીવ્રવિપાકોદય હોવાથી તેના કારણે ઉત્પન્ન થયેલી શાતા પ્રબળ હોય છે. તેથી શાતાની પ્રબળતામાં વેદનીયકર્મસામાન્યને દગ્ધરજ્જુસમાન માનવાનું ઉચિત નથી. તેમ જ અશાતાવેદનીયકર્મ પણ સર્વથા ક્ષય પામેલું ન હોવાથી તે પણ દગ્દરજ્જુસમાન છે - એમ કહી શકાય એવું નથી. એક પરિશીલન ૧૯૯
SR No.022118
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy