________________
અનુરૂપ તેમ જ નાના મોટા તથા તેમની આવશ્યકતા વગેરેનો વિવેક કરીને જે વિનય કરે છે તેને સત્ત્વર મોક્ષસ્વરૂપ પરમાનંદસંપત્તિ સામેથી જ પ્રાપ્ત થાય છે.
અહીં યાદ રાખવું જોઇએ કે બધાય યોગોમાં જેમ વિનયગુણની મુખ્યતા છે તેમ તેટલી જ મુખ્યતા વિવેકની પણ છે. જેમનો આપણે વિનય કરવાની ઇચ્છા રાખતા હોઇએ તે પૂજય વ્યક્તિને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કયા અનુકૂળ છે અને કયા પ્રતિકૂળ છે – એનો વિચાર કરવા પૂર્વક વિનય કરવો જોઇએ. વસ, પાત્ર, શયા, આસન, અશન, પાન વગેરે દ્રવ્ય છે. લખવા, વાંચવા, બેસવા, ઊઠવા, ઊંધવા વગેરેની જગ્યા ક્ષેત્ર છે. તે તે કાર્ય કરવાના સમય સ્વરૂપ કાળ છે અને તેઓશ્રીની શરીર કે મન વગેરેની અવસ્થા ભાવ છે. અનુકૂળ દ્રવ્યાદિને આશ્રયીને અને પ્રતિકૂળ દ્રવ્યાદિના વર્જનને આશ્રયીને વિવેકપૂર્વક વિનય કરવો જોઈએ.
વિનય માટે યોગ્ય વ્યક્તિ(પૂજનીય)ઓમાં નાના-મોટાનો ખ્યાલ રાખી વંદનાદિ વિનય કરવો જોઈએ. તેમ જ વૈયાવૃજ્યની કોને કેટલી આવશ્યકતા છે ? એનો ખ્યાલ રાખી વૈયાવૃજ્યસંબંધી, ક્રમાનુસાર વૈયાવૃજ્યાદિ વિનય કરવો જોઇએ. ઇત્યાદિ આશયને જણાવવા માટે શ્લોકમાં યથાસ્થાન આ પાઠ છે. અંતે એ રીતે વિવેકપૂર્વક વિનયનું આરાધન કરી આપણે સૌ પરમાનંદના ભાજન બનવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૨૯-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां विनयद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
એક પરિશીલન
૧૮૭