________________
માટે ચોવીશમા શ્લોકમાં ફરમાવ્યું છે કે “આ સામાયિકસ્વરૂપ દીક્ષામાં ક્યારે પણ અરતિ અને આનંદને અવકાશ નથી; જે આકાશમાં સૂર્ય હોય તે આકાશમાં અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર ન હોય.” - આ પ્રમાણે ચોવીશમા શ્લોકનો અર્થ છે.
પૂ. સાધુભગવંતોને તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા હોવાથી તેઓ સારી રીતે સમજે છે કે આત્માને અને આત્માના જ્ઞાનાદિને છોડીને શરીરાદિની સાથે આત્માને કોઇ સંબંધ નથી. કર્મજન્ય સુખ-દુઃખાદિ દ્વંદ્વો પણ આત્માનાં નથી. કર્મના સંયોગાદિને લઇને તેની વિદ્યમાનતાદિ છે, તેથી તેમાં હર્ષ કે વિષાદ, રતિ કે અરિત કરવાનું કોઇ પણ રીતે ઉચિત નથી. બીજાનાં સુખદુઃખાદિમાં જેમ આપણે રતિ વગેરે કરતા નથી તેમ આપણા કર્મે આવેલાં સુખદુઃખાદિમાં તિ વગેરે ક૨વાનું કોઇ જ કારણ નથી. સુખ અને દુઃખ બંન્ને કર્મથી જન્ય હોવાના કારણે એક છે. બીજી અનેક રીતે એમાં સામ્ય હોવાથી જેમ સુખમાં અતિ થતી નથી તેમ દુઃખમાં અરુતિ કરવી ના જોઇએ. દુઃખમાં જેમ રતિ થતી નથી તેમ સુખમાં પણ રતિ કરવી ના જોઇએ... ઇત્યાદિ સારી રીતે સમજનારા પૂ. સાધુભગવંતોને દીક્ષામાં અતિ કે આનંદનો કોઇ અવકાશ જ નથી. અરિત અને આનંદનાં બાહ્ય નિમિત્તો મળવા છતાં તેની અસર દીક્ષામાં વર્તાતી નથી. અતિ કે આનંદના તે તે નિમિત્તોનું પારમાર્થિક સ્વરૂપ જાણવાના કારણે તે તે પ્રસંગે ઔદાસીન્ય બરાબર જાળવી લેવાય છે. આ વસ્તુને સ્પષ્ટ કરતાં ઉત્તરાદ્ધમાં ગ્રંથકારશ્રીએ દૃષ્ટાંત આપ્યું છે. આકાશમાં સૂર્ય હોય તો અંધકાર અને તારાઓનાં કિરણોનો પ્રચાર આકાશમાં ન હોય તેમ આત્મામાં તત્ત્વજ્ઞાનસ્વરૂપ સૂર્ય વિદ્યમાન હોય તો અરતિસ્વરૂપ અંધકાર અને તારાઓનાં કિરણો સ્વરૂપ આનંદનો પ્રચાર ન હોય - એ સમજી શકાય છે. અતિ અને આનંદ ત્યાં જ વર્તાય કે જ્યાં તત્ત્વજ્ઞાન ન હોય. પૂ. સાધુભગવંતોની દીક્ષા તત્ત્વજ્ઞાનને અનુસરનારી હોવાથી ત્યાં અતિ અને આનંદનો અવકાશ જ નથી. તેથી સામાયિકસ્વરૂપ દીક્ષા તેઓશ્રીમાં સારી રીતે રહે છે. II૨૮-૨૪
તત્ત્વજ્ઞાનને અનુસરનારી દીક્ષા સામાયિકસ્વરૂપ છે. સર્વ જીવોને વિશે અને સર્વ સુખદુઃખનાં નિમિત્તોને વિશે સામ્યભાવસ્વરૂપ સામાયિકનો પરિણામ તત્ત્વજ્ઞાનને અનુસરવાથી જ પ્રાપ્ત થાય છે. એ સ્પષ્ટ રીતે સમજાય છે. દીક્ષાનું આ અદ્ભુત સ્વરૂપ પામવાનું ઘણું કપરું છે. પ્રચંડ સત્ત્વ, સંસાર પ્રત્યે અત્યંત નિર્વેદ, આજે જ મોક્ષ જોઇએ છે - એવી મોક્ષની ઉત્કટ ઇચ્છા; માર્ગ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા અને ગુરુપારતંત્ર્ય વગેરે ગુણોને પ્રાપ્ત જ નહિ, આત્મસાત્ કરવા માટે ખૂબ જ અપ્રમત્ત બનવું રહ્યું. ભવોભવની સાધનાનું પરિબળ એમાં બહુ જ ઉપયોગી બને છે. તત્ત્વજ્ઞાનના પરિચયથી ખૂબ જ સરળતાથી એવી યોગ્યતા મેળવી શકાય છે. વર્તમાનમાં આપણે જે સર્કલમાં જીવીએ છીએ એ સર્કલનો ત્યાગ કર્યા વિના દીક્ષાનો વાસ્તવિક રીતે પ્રારંભ પણ નહિ થાય. આજે ધર્માર્થીઓમાં એક અપલક્ષણનું પ્રમાણ ઘણું છે. લગભગ સૌને સર્કલનો ત્યાગ કર્યા વિના સાધનાનો પ્રારંભ કરી સિદ્ધિને પામવાની ભાવના છે. દીક્ષાનું અદ્ભુત સ્વરૂપ;
દીક્ષા બત્રીશી
૧૫૪