________________
આમ જોઈએ તો સામાન્ય રીતે શરીરના રાગના કારણે જ મોટા ભાગના લોકો દીક્ષા લેવા માટે થોડો પણ પ્રયત્ન કરતા નથી અને દીક્ષા લીધા પછી શરીરના રાગને લઈને દીક્ષા પાળી પણ શકતા નથી. ભૂતકાળના પાપના યોગે દુઃખ તો ગૃહસ્થપણામાં પણ આવે અને સાધુપણામાં પણ આવે. છતાં ઊંડે ઊંડે એમ જ લાગ્યા કરે કે ગૃહસ્થપણામાં દુઃખનો પ્રતીકાર શક્ય છે અને સાધુપણામાં એ ખૂબ જ મર્યાદિત બને છે. ગૃહસ્થપણામાં ગમે તે કરી શકાય. સાધુપણામાં એમ ન બને. આવું વિચારવા છતાં દુઃખની સ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. પરંતુ શરીર પ્રત્યે મમત્વ પ્રગાઢ હોય છે. તેથી આત્મા દીક્ષા અંગે વિચારી શકતો નથી. શરીરથી મુક્ત બનવાનો વિચાર જ આવતો નથી. દુઃખથી અને એના કારણ તરીકે સામાન્યતઃ પાપથી મુક્ત થવાનો વિચાર આવે, પરંતુ આથી વિસ્તાર થતો નથી. દુઃખના બદલે શરીરથી અને પાપના બદલે કર્મથી મુક્ત બનવાનો નિર્ણય થાય તો દીક્ષા લેવાનું અને લીધા પછી આરાધવાનું ખૂબ જ સરળ બને.
- શરીરનું મમત્વ બંન્નેમાં અવરોધ ઊભો કરે છે. મોટા ભાગના મુમુક્ષુ આત્માઓને પૂછવામાં આવે કે દીક્ષા કેમ લો છો ? તો શરીરથી અને કર્મથી મુક્ત થવું છે – આવો હૈયાથી જવાબ આપનારા લગભગ નહીં મળે. સંસારમાં પાપ બહુ કરવાં પડે, સંસાર દુઃખમય છે... વગેરે જવાબ આપનારા હજુ મળી આવે. પરંતુ એ જવાબ વાસ્તવિક નથી. અનંતજ્ઞાનીઓએ ફરમાવેલા ઉદ્દેશને અનુરૂપ નથી. લક્ષ્મ વિનાની પ્રવૃત્તિ લક્ષ્યવેધી કઈ રીતે બને?
શરીરથી મુક્ત બનવા માટે દીક્ષા છે - એનું સ્મરણ નિરંતર હોવું જોઇએ. શરીર સારું હશે તો સંયમ સારું પળાશે - એમ વિચારનારા પ્રાયઃ શરીરને સારું બનાવવા અને એ ખરાબ ન બને એનો પ્રયત્ન કરવા પોતાનું સમગ્ર જીવન ધરી દે છે. સંયમની સાધના શરીરની સાધનામાં જ પૂરી થાય છે. શરીર સારું હશે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે – એમ માનવાના બદલે, “શરીર સારું નહીં લાગે ત્યારે દીક્ષા સારી રીતે પળાશે.' - એમ માનવાનો હવે સમય આવી લાગ્યો છે.
આથી સમજી શકાશે કે શરીરને સંયમની સાધનામાં સહાયક માનવાના બદલે શત્રુ (અવરોધક) માનવું જોઈએ. બુદ્ધિમાન આત્માઓને એનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી દીક્ષાની પરિણતિ પ્રાપ્ત થયા પછી તેઓ માત્ર શરીરની સાથે યુદ્ધ કરે છે. શરીર પ્રત્યે મમત્વ સેવ્યા વિના ઉપેક્ષા સેવવા સ્વરૂપ એ યુદ્ધ છે. શરીરનો નાશ ન થાય પરંતુ એના મમત્વનો ચોક્કસ નાશ થઈ શકે છે. વિહિત તે તે સંયમયોગોની સાધનાથી જેનું મહત્વ નષ્ટ થયું છે – એવું તે શરીર સંયમની સાધનામાં કોઈ અવરોધ ઊભો નહીં કરે. અત્યાર સુધી દુઃખ અને દુઃખના સાધનભૂત અનિષ્ટ સંયોગોને શત્રુ માનીને યુદ્ધ ચાલતું હતું, પરંતુ હવે આગમના પરિશીલન વગેરેથી સમજાય છે કે વાસ્તવિક શત્રુ શરીર છે. તેથી તે બાહ્યયુદ્ધનો ત્યાગ કરીને માત્ર શરીરની સાથે જ દીક્ષાની પરિણતિમાં યુદ્ધ કરે છે. કોઈ શત્રુ વર્ષો પછી નજરે પડે અને ત્યારે એની ઉપર વિના
૧૪૮
દિક્ષા બત્રીશી