________________
કોઈ વાર પ્રતિકૂળતામાં ભિક્ષુનું જ સ્વરૂપ હોય છે તે જણાવાય છે–
यो न कोपकरं ब्रूयात, कुशीलं न वदेत्परम् ।
પ્રત્યે પુથપાપો, કાત્યવિમર્જતઃ ર૭-૧રૂા य इति-परं स्वपक्षविनेयव्यतिरिक्तं । प्रत्येकं प्रतिस्वं । पुण्यपापज्ञोऽन्यसम्बन्धिनोऽन्यत्रासङ्મામ્ / € ઘ નાત્યાતિવર્ણિત: //ર૭-૧રૂ |
જેઓ, ફોપને કરનારાં વચન બોલતાં નથી, બીજાને કુશીલ કહેતા નથી, દરેકમાં પુણ્ય અને પાપને જાણે છે અને જાતિ વગેરે સંબંધી આઠ પ્રકારના મદથી રહિત છે, તે ભાવભિક્ષુ છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પોતાની ગમે તેવી પ્રતિકૂળતામાં કોઈ નિમિત્ત બને તોપણ તેની પ્રત્યે પૂ. સાધુ મહાત્મા કોપ ન કરે. બીજાને ગુસ્સો આવે એવું ના બોલે. પોતાની પરંપરામાં રહેલા શિષ્યોને છોડીને બીજા શિષ્યોને ઠપકો આપતી વખતે “તું કુશીલ છે” એમ ન બોલે. પોતાના શિષ્યને ઠપકો આપતી વખતે હિતબુદ્ધિથી કોઈ વાર એ પ્રમાણે બોલવું પડે તો બોલે.
અન્ય જીવોનાં પુણ્ય અને પાપ કર્મો બીજા આત્મામાં સંક્રાંત થતાં ન હોવાથી પુણ્ય અને પાપ દરેકનાં સ્વતંત્ર છે. આ પ્રમાણે પૂસાધુમહાત્મા સમજે છે. તેથી પુણ્ય અને પાપના યોગે તે તે જીવોને પ્રાપ્ત થયેલા છે તે જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય સ્વરૂપ ગુણોને જોઈને પણ કોઈ પણ રીતે ગર્વ કરતા નથી. કારણ કે તેઓ સમજે છે કે જીવો પોતપોતાના કર્મને પરવશ છે. કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી અવસ્થામાં કરી પણ શું શકાય? I૨૭-૧al
પોતાની આરાધનાની સાથે સાથે બીજા જીવોને માર્ગ સમજાવતી વખતે ભિક્ષુનું જ સ્વરૂપ છે તે જણાવાય છે–
प्रवेदयत्यार्यपदं, परं स्थापयति स्थितः ।
થર્મવેદાં શીતાનાં, પરિત્યજ્ઞતિ યઃ પુનઃ ર૭-૧૪ प्रवेदयतीति-प्रवेदयति कथयत्यार्यपदं शुद्धधर्मपदम् ।।२७-१४।।
“જેઓ આર્યપદોને જણાવે છે, ધર્મમાં સ્વયં સ્થિર રહે છે, બીજાને ધર્મમાં સ્થાપન કરે છે અને કુશીલોની ધર્મ-ચેષ્ટાનો ત્યાગ કરે છે, તેઓ ભાવભિક્ષુ છે.”- આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે, જેનું તાત્પર્ય સ્પષ્ટ છે. પૂ. સાધુભગવંતો બીજાને શુદ્ધ ધર્મોના પદને કહે છે. સ્વયં શુદ્ધ ધર્મોને જાણીને તે ધર્મોને જણાવનારાં પદોને અર્થીજનો પ્રત્યે જણાવતા હોય છે. જે પદોના શ્રવણથી મુમુક્ષુજનો આત્માના શુદ્ધ સ્વભાવમાં રમણ કરે તે બધાં આર્યપદ છે. આથી સ્પષ્ટ છે કે યોગ્ય અવસરે યોગ્ય જીવોને પૂ. સાધુ મહાત્માઓ શુદ્ધ ધર્મને જ જણાવતા હોય છે.
એક પરિશીલન
૧૦૯