SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણમાં (ગાથા નં. પર) જણાવ્યા મુજબ વાસ્તવિકતા તો એ છે કે, “તે અમનોજ્ઞ) વિષયોને વિશે દ્વેષ કરનાર અને તે મનોજ્ઞ) વિષયોને વિશે અત્યંત લીન થનારા આત્માને નિશ્ચયથી કોઇ પણ વિષય અનિષ્ટ નથી અથવા ઈષ્ટ નથી.” -પ્રશમરતિમાં જણાવ્યા મુજબની નિશ્ચયથી વિચારણા કરવા સ્વરૂપ વિવેક વડે જયારે વિષયોની પૂર્વકલ્પિત ઈષ્ટતા અથવા અનિષ્ટતાનો પરિહાર કરીને વિષયોમાં સમાનતાની જે બુદ્ધિ થાય છે, તે તત્ત્વની બુદ્ધિને સમતા કહેવાય છે. તેથી વિષયોને ઈષ્ટ માનીને નતો પ્રવૃત્તિ થાય છે, તેમ જ વિષયોને અનિષ્ટ માનીને ન તો નિવૃત્તિ થાય છે. ઉપેક્ષામૂલક જ અહીં વિષયોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ થાય છે. આવી ઉપેક્ષા સ્વરૂપ સમતા કહેવાય છે. શરીરના કારણે વિષયોની આવશ્યકતા ઊભી થાય તો તેમાં પ્રવૃત્તિ થાય અન્યથા તેમાં પ્રવૃત્તિ ન થાય (નિવૃત્તિ થાય). પરંતુ વિષયો મનોજ્ઞ કે અમનોજ્ઞ છે માટે તેમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ ન થાય. સમતાત્મક યોગની પ્રાપ્તિ થવાથી એ રીતે વિષયો પ્રત્યે ઉપેક્ષા(ઔદાસી )ભાવ આવે છે. યોગબિંદુમાં સમતાના સ્વરૂપનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - અનાદિના વિતથી (અવાસ્તવિક) સંસ્કારોના કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પથી કલ્પેલી અત્યંત ઇષ્ટ કે અનિષ્ટ વસ્તુઓને વિશે, ઇષ્ટત્વ કે અનિષ્ટત્વનો પરિહાર કરીને સંજ્ઞાન(પ્રશમરતિ વગેરેમાં જણાવેલી વાસ્તવિકતાની ભાવના સ્વરૂપ વિવેક)ના કારણે જે સમતા(સામ્ય)ની પરિણતિ(અધ્યવસાય) મનમાં થાય છે, તેને સમતા નામનો યોગ કહેવાય છે. /૧૮-૨૨ા. ધ્યાનનું કાર્ય જેમ સમતા છે તેમ સમતાનું કાર્ય ધ્યાન છે: એમ પરસ્પર કાર્ય-કારણભાવ જણાવાય છે– विनतया नहि ध्यानं, ध्यानेनेयं विना च न । તતઃ પ્રવૃત્તવૐ ચા, યમન્યોન્યારત્ ૧૮-૨રૂા विनेति-एतया समतया विना हि ध्यानं न स्यात्, चित्तव्यासङ्गानुपरमात् । ध्यानेन विना चेयं समता न भवति, प्रतिपक्षसामग्र्या बलवत्त्वाद् । अतो द्वयं ध्यानसमतालक्षणम् । अन्योऽन्यकारणात् प्रवृत्तचक्रमनुपरतप्रवाहं स्यात् । न चैवमन्योऽन्याश्रयः, अप्रकृष्टयोस्तयोमिथ उत्कृष्टयोर्हेतुत्वात् । सामान्यतस्तु क्षयोपशमभेदस्यैव हेतुत्वादिति ज्ञेयम् ।।१८-२३।। “આ સમતા વિના ધ્યાન નથી થતું અને ધ્યાન વિના આ સમતા થતી નથી, તેથી પરસ્પર કારણ હોવાથી ધ્યાન અને સમતાનું ચક્ર પ્રવર્તે છે. અર્થાત્ એ બંન્ને અનવરત પ્રવાહવાળા બને છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે આ સમતા વિના ધ્યાનની પ્રાપ્તિ શક્ય નથી. કારણ કે ચિત્તના વ્યાસંગની નિવૃત્તિ ત્યારે થયેલી હોતી નથી. સમતાની પ્રાપ્તિ થયેલી ન હોય ત્યારે ચિત્ત શરીરાદિ પરપદાર્થોમાં આસક્ત હોવાથી પરમાત્માદિ ધ્યેય-તત્ત્વોમાં તે સ્થિરતાને પામતું નથી, જેથી ધ્યાનની પ્રાપ્તિ શક્ય બનતી નથી. ધ્યાનની પ્રાપ્તિ માટે ચિત્તની એક પરિશીલન ૯૩
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy