SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાના વિષયમાં પણ અન્યમુદ્ નામના દોષથી મોક્ષનાં સાધન, ઈષ્ટ ફળને પ્રાપ્ત કરાવવા સમર્થ બનતાં નથી. શ્રી ષોડશકપ્રકરણમાં અન્ય મુદ્દોષનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે - અન્યમુદ્દોષ હોતે છતે પ્રકૃતિ અનુષ્ઠાનને છોડીને બીજાં અનુષ્ઠાનને વિશે રાગ હોવાથી પ્રકૃતિ અનુષ્ઠાનને વિશે અર્થતઃ (પરિણામે) અનાદરભાવ જાગે છે; જે મહાન અપાયસ્વરૂપ છે, સર્વ અનર્થનું નિમિત્ત છે અને પ્રીતિના વિષયભૂત અનુષ્ઠાન બીજા અનુષ્ઠાન ઉપર અંગારાની વૃષ્ટિ સ્વરૂપ બને છે.” તેનો આશય ઉપર જણાવ્યો છે. ૧૮-૧૯ના ગુદોષનું વર્ણન કરાય છે– रुजि सम्यगनुष्ठानोच्छेदाद, वन्ध्यफलं हि तत् । एतान् दोषान् विना ध्यानं, शान्तोदात्तस्य तद्धितम् ॥१८-२०॥ रुजीति-रुजि. पीडारूपायां भङ्गरूपायां वा सत्यां । सम्यगनुष्ठानोच्छेदात् सदनुष्ठानसामान्यविलयात् । वन्ध्यफलं मोघप्रयोजनं हि तदनुष्ठानं बलात्कारेण क्रियमाणं । तदुक्तं-“रुजि निजजात्युच्छेदात्करणमपि हि नेष्टसिद्धये नियमाद् । अस्येत्यननुष्ठानं तेनैतद्वन्ध्यफलमेव ।।१।।” तत्तस्मादेतान् दोषान् विना शान्तोदात्तस्य क्रोधादिविकाररहितोदाराशयस्य योगिनो ध्यानं हितं कुशलानुबन्धि ।।१८-२०।। રુગુ નામનો દોષ હોતે છતે સમ્યસદ્) અનુષ્ઠાનનો ઉચ્છેદ થવાથી તે અનુષ્ઠાન ફળથી રહિત બને છે. તેથી ખેદ, ઉદ્વેગ... વગેરે દોષો ન હોય તો ક્રોધાદિથી રહિત એવા શાંત અને ઉદાત્ત યોગીઓને ધ્યાન હિતકર છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન આપણે કરતા હોઇએ તે અનુષ્ઠાનમાં અતિચાર કે અનાચાર લાગે ત્યારે તે અનુષ્ઠાનને પીડા કે ભંગ સ્વરૂપ દોષ પ્રાપ્ત થાય છે, તેને રુગુ નામનો દોષ કહેવાય છે. ધાન્ય(અનાજ)ની નિષ્પત્તિ વખતે રોગ લાગુ પડવાથી જેમ ધાન્યની નિષ્પત્તિ થતી નથી, વાવેલાં બીજ અને ઊગેલા છોડ નકામાં થઈ જાય છે તેમ અતિચારવાળાં કે અનાચારવાળા (ખંડિત કે ભગ્ન) અનુષ્ઠાનો તદન નકામાં થઈ જાય છે. તેનું કારણ ગુદોષ છે. આ દોષના કારણે સદનુષ્ઠાન(સમ્યગનુષ્ઠાન)નું અનુષ્ઠાનત્વ (પોતાનું સ્વરૂપ) જ વિલય પામે છે. વસ્તુ, પોતાનું કાર્ય જ ન કરી શકે તો વાસ્તવિક રીતે તેમાં વસ્તુત્વ જ રહેતું નથી. ખંડિત કે ભગ્ન ઘડાને ઘડો માનવાનો કોઇ જ અર્થ નથી. કારણ કે તેમાં પાણી ભરવાનું શક્ય નથી. આવી જ રીતે ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન રોગ દોષથી દુષ્ટ હોવાથી તેનું વાસ્તવિક કોઈ જ ફળ નથી. ખંડિત કે વિરાધિત અનુષ્ઠાન બળાત્કારે થતું હોય છે. પોતાની ઇચ્છાથી એ અનુષ્ઠાન થતું નથી. આશય એ છે કે ભગવાનની આજ્ઞા મુજબ નિરતિચાર અનુષ્ઠાન કરવાની ઇચ્છા હોય તો તે અનુષ્ઠાન તે રીતે કરવાનું અશક્ય નથી. આમ છતાં એ શક્ય ના બને તો માનવું રહ્યું કે અનુષ્ઠાન ૯૦ યોગભેદ બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy