SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ दृष्टम् । असकृदुत्पाटनेन शालेरिव क्षेपेण योगस्य फलजननशक्तिनाशान्न ततः फलमिति भावः । तदुक्तं“क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः ।।१।।” T9૮-9૭ની. યોગની પ્રવૃત્તિના કાળમાં વચ્ચે વચ્ચે બીજા કામમાં ચિત્તનો જે વિન્યાસ(જોડવું) છે, તેને ક્ષેપ કહેવાય છે, જે યોગથી જન્ય એવા ફળનો જનક બનતો નથી. કારણ કે વારંવાર ઉખેડવામાં ડાંગરથી પણ ફળની પ્રાપ્તિ થતી દેખાતી નથી.” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે- કોઈ પણ એક વિવક્ષિત પ્રવૃત્તિ કરવાના સમયમાં વચ્ચે વચ્ચે તેને છોડીને(યોગની તે પ્રવૃત્તિથી અન્ય કોઈ પણ) બીજી પ્રવૃત્તિ કરવાથી ક્ષેપદોષ પ્રાપ્ત થાય છે. જેમ કે ગાથા કરતી વખતે વચ્ચે વચ્ચે પડિલેહણ કરવી, બીજું પુસ્તક વાંચવું, વાતો કરવી વગેરે પ્રવૃત્તિમાં ચિત્તને જોડવામાં આવે છે; તે ક્ષેપ નામનો દોષ છે. તેથી જેમ ગાથા આવડતી નથી તેમ યોગથી પ્રાપ્ત થનારું ફળ પ્રાપ્ત થતું નથી. આ વાતને દષ્ટાંતથી શ્લોકના ઉત્તરાદ્ધથી જણાવાય છે. એનો આશય એ છે કે શાલિ અર્થાત્ વ્રીહિ(ડાંગર)ને વાવ્યા પછી તેના છોડવા થાય ત્યારે તેને ત્યાંથી ઉખેડીને બીજે વાવવા પડે છે. પછી જ તે ડાંગરને આપવા સમર્થ બને છે. આ રીતે એક વાર શાલિનું ઉત્પનન(ઉખેડવું) થાય તે ઉચિત છે. પરંતુ વારંવાર તેનું ઉત્પનનઉત્પાદન) કરવામાં આવે તો તે ફળપ્રદ બનતું નથી. તેવી જ રીતે વિવલિત કોઈ એક સ્વાધ્યાયાદિ યોગની પ્રવૃત્તિમાં ચિત્તને જોડ્યા પછી વારંવાર તેને બીજી પ્રવૃત્તિમાં જોડવામાં આવે તો તેથી પદોષને લઈને યોગની પ્રવૃત્તિનું ફળ પ્રાપ્ત થતું નથી – એ સમજી શકાય છે. આ વિષયનું નિરૂપણ કરતાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે – “ક્ષેપદોષ હોતે છતે પણ ચિત્તનો પ્રબંધ (એક સ્થાને લાગી રહેવું) ન હોવાથી ક્યારે પણ યોગની પ્રવૃત્તિ, ઈષ્ટ ફળની સમૃદ્ધિ (સંપ્રાપ્તિ) માટે થતી નથી. વારંવાર ઉખેડવાથી શાલિ(ડાંગરનો છોડ) પણ પુરુષોને ફળ પ્રાપ્ત કરાવી શકતો નથી. /૧૮-૧ણા આસંગદોષનું નિરૂપણ કરાય છે आसङ्गः स्यादभिष्वङ्गस्तत्राऽसङ्गक्रियैव न । ततोऽयं हन्त तन्मात्रगुणस्थानस्थितिप्रदः ॥१८-१८॥ आसङ्ग इति-आसङ्गोऽभिष्वङ्गः स्याद् इदमेव सुन्दरमनुष्ठनमित्येवं नियताभिनिवेशरूपः । तत्र तस्मिन् सति । असङ्गक्रियैवाभिष्वङ्गाभाववत्यनवरतप्रवृत्तिरेव न भवति । ततोऽयमासङ्गो हन्त । तन्मात्रगुणस्थानेऽधिकृतगुणस्थानमात्रे स्थितिप्रदः, न तु मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवतीत्यासङ्गादपि तत्त्वतोऽफलमेवानुष्ठानं । तदाह-“आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । મવતીષ્ટત્તવમુવૈતવણસ યતઃ પરમમ્ IIકા” [ષોડશ વતુશે] |9૮-૧૮|| એક પરિશીલન
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy