________________
સિદ્ધિના વિરોધને કરનારી બને છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અંતર્વિપ્લવ એટલે ચિત્તનો વિપર્યય. તથી ભિન્ન-અતમાં જે તદ્દનો ગ્રહ(જ્ઞાન) થાય છે; તેને ભ્રમ કહેવાય છે. શુક્તિ(છીપ)માં રજત(ચાંદી)નું જે જ્ઞાન થાય છે, તે ભ્રમ છે.
તે ભ્રમસ્વરૂપ દોષ હોતે છતે “આ મેં કર્યું અને આ મેં ન કર્યું...' ઇત્યાદિ સ્વરૂપ વાસના (સંસ્કાર) ઉત્પન્ન થતી નથી. વિભ્રમ(ભ્રમ) સ્વરૂપ દોષના કારણે સાચા સંસ્કારોનો નાશ થવાથી અથવા તો વિપરીત-મિથ્યા સંસ્કાર ઉત્પન્ન થવાથી ઉપર જણાવ્યા મુજબ કૃતાકૃતાદિવિષયક સંસ્કાર પડતા નથી. તેવા પ્રકારના સંસ્કારથી રહિત એવી યોગની પ્રવૃત્તિ કરવાથી યોગની સિદ્ધિ સ્વરૂપ પ્રકૃતિ અર્થની સિદ્ધિ થતી નથી પરંતુ તેનો વિરોધ થાય છે. અર્થાત્ તેવી યોગની પ્રવૃત્તિ યોગની સિદ્ધિનો વિરોધ કરનારી બને છે. કારણ કે સંસ્કારથી રહિત યોગ(યોગની પ્રવૃત્તિ); તેવા પ્રકારના અયોગ(યોગસિદ્ધિના અભાવ)માં જ કારણ બને છે. શ્રી ષોડશકપ્રકરણમાં એના વિશે ફરમાવ્યું છે કે – “વિભ્રમદોષથી કૃત અથવા અકૃતના વિષયનો સંસ્કાર ભ્રમાત્મક બને છે. પ્રમાત્મક તાદશ સંસ્કારના અભાવમાં યોગની પ્રવૃત્તિ કરવાનું, યોગની સિદ્ધિનું વિરોધી બને છે. તેમ જ અનિષ્ટ ફળને આપનારું બને છે.”... ઇત્યાદિ સ્પષ્ટ છે. ૧૮-૧પ હવે ઉત્થાન નામના દોષનું નિરૂપણ કરાય છે
- પ્રશાન્તવાદિતાભાવ, ઉત્થાનં વર તતઃ |
त्यागानुरूपमत्यागं, निर्वेदादतथोदयम् ॥१८-१६॥ प्रशान्तेति-प्रशान्तवाहितायाः प्रशमैकवृत्तिसन्तानस्याभावो मनःप्रभृतीनामुद्रकान्मदावष्टब्धपुरुषवदुत्थानमुच्यते । ततः करणं योगस्य त्यागानुरूपं परिहारोचितं प्रशान्तवाहिताभावदोषाद् । अत्यागं न विद्यते त्यागो यस्य तत्तथा कथञ्चिदुपादेयत्वात् । निर्वेदादेकवृत्तिभङ्गलक्षणात् खेदात् । न विद्यते तथा योगकरणोचितत्वेन उदयो भाविकालविपाको यत्र तत्तथा । तदुक्तम्-“उत्थाने निर्वेदात्करणमकरणोदयं વાસ્ય ! અત્યા'ત્યાવિતતા સમયે પિ મતમ્ III” I9૮-૧દ્દા.
“પ્રશાન્તવાહિતાના અભાવને ઉત્થાન કહેવાય છે. એ ઉત્થાનદોષને લઈને યોગકરણ, અત્યાગ સ્વરૂપ હોવા છતાં ભવિષ્યમાં યોગને ઉચિત વિપાકવાળું ન હોવાથી ત્યાગને અનુરૂપ જ છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રશર્મકવૃત્તિની પરંપરાના અભાવને પ્રશાંતવાહિતાનો અભાવ કહેવાય છે. મન, પાંચ ઇન્દ્રિયો અને હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોની ઉદ્રિત અવસ્થાના કારણે પ્રશમઅવસ્થાનો અભાવ થાય છે. વિષય અને કષાયની પરિણતિની મંદતાદિને લઇને પ્રશમાવસ્થા પ્રાપ્ત થતી હોય છે. મન અને ઇન્દ્રિયોની ઉદ્રિક્ત અવસ્થા આત્માને વિષયકષાયની પરિણતિને પરવશ બનાવે છે. તેથી પ્રશર્મકવૃત્તિની પરંપરાનો અભાવ થાય છે અને આત્મા તેવા પ્રકારની વિષયકષાયની પરિણતિમાં સતત લીન બને છે.
એક પરિશીલન