SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ “ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, ક્ષેપ, આસંગ, અન્યમુદ્ર અને રોગ; આ આઠ પૃથક ચિત્તદોષોના ત્યાગથી ધ્યાન, ઉત્તરોત્તર વૃદ્ધિમદ્ બને છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ખેદ વગેરે આઠ દોષો ચિત્તના છે. એનાથી યુક્ત ચિત્ત, યોગની પ્રાપ્તિમાં અવરોધ કરે છે. તેથી યોગના અર્થીએ તેનો ત્યાગ કરવો જોઇએ. ખેદ, ઉદ્વેગ અને ભ્રમ વગેરે દોષોનું વર્ણન હવે પછીના શ્લોકોથી કરાશે. એ આઠ દોષો જુદા જુદા ચિત્તના છે. યોગી જનોનું મન જ અહીં ચિત્તસ્વરૂપે વર્ણવ્યું છે. યોગી જનોને આશ્રયીને ચિત્ત, સામાન્યથી આઠ પ્રકારનું છે. તે તે ખેદાદિ દોષના પરિહારથી તે તે ચિત્ત જુદું જુદું બને છે. તેથી ખેદાદિ દોષો પૃથફચિત્તદોષો છે. એ દોષોનો પરિહાર કરવાથી ધ્યાનસ્વરૂપ યોગ ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે અર્થાત્ અનુબંધવાળો બને છે. જોકે “વોકેાક્ષેપોત્થાનમ્રાજ્યન્યમુદુIIી યુનિ દિવિનિ પ્રવન્યો વર્નન્મતિમાન ” આ રીતે શ્રી ષોડશકપ્રકરણાદિમાં ખેદ, ઉદ્વેગ, લેપ, ઉત્થાન, ભ્રાંતિ, અન્યમુદ્ર, રુગુ અને આસંગ - આ પ્રમાણે દોષોનો ક્રમ છે. એનાથી જુદી રીતે એનો ક્રમ અહીં છંદની અનુકૂળતાના કારણે જણાવ્યો છે. છંદની (અનુષ્ટ્રમ્ છંદની) રચનાનો ભંગ ન થાય એ માટે એ ક્રમનું ઉલ્લંઘન કર્યું છે. યોગની આઠ દષ્ટિઓને અનુલક્ષીને એક એક દૃષ્ટિમાં જે જે દોષનો વિગમ થાય છે તેને અનુલક્ષીને એ ક્રમ છે. અહીં તો માત્ર સાનુબંધ ધ્યાનાત્મક યોગની પ્રાપ્તિ માટે દોષોના પરિહારની કારણતાનું વર્ણન કરવાનું તાત્પર્ય હોવાથી સામાન્યથી આઠ દોષોને જણાવીને તેના ત્યાગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ક્રમબદ્ધ જ નિરૂપણ કરવું જોઇએ - એવું ન હોવાથી ક્રમવ્યત્યય દોષ નથી. /૧૮-૧૨ા પહેલા ખેદોષનું નિરૂપણ કરાય છે– प्रवृत्तिजः क्लमः खेदस्ततो दाढ्यं न चेतसः । मुख्यो हेतुरदश्चात्र, कृषिकर्मणि वारिवत् ॥१८-१३॥ प्रवृत्तिज इति-प्रवृत्तिजः क्रियाजनितः । क्लमो मानसदुःखानुबन्धी प्रयासः खेदः । तत्र तस्मिन् सति । दाढ्यं प्रणिधानैकाग्रत्वलक्षणं चेतसो न भवति । अदश्च प्रणिधानैकाग्र्यं च । अत्र योगकर्मणि । कृषिकर्मणि कृषिसाध्यधान्यनिष्पत्तौ । वारिवद् मुख्योऽसाधारणो हेतुः । तदुक्तं-खेदे दााभावान्न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ।।१८-१३।। | પ્રવૃત્તિ-ક્રિયાના કારણે ઉત્પન્ન થનાર કુલમ(માનસિક દુ:ખજનક થાક)ને ખેદ કહેવાય છે. તે ખેદને લઈને ચિત્તની દઢતા પ્રાપ્ત થતી નથી. ખેતીના કાર્ય માટે પાણીની જેમ યોગની પ્રાપ્તિ માટે ચિત્તની દઢતા, મુખ્ય હેતુ છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા આઠ દોષોમાં પહેલો દોષ ખેદ છે. સામાન્ય રીતે ૮૨ યોગભેદ બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy