SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ स्वसंवेदनप्रत्यक्षम् । अमृतं पीयूषं । हि स्फुटम् । अद एवाध्यात्ममेव नु अतिदारुणमोहविषविकारનિરાછારવિતિ 9૮-૮ી. “અધ્યાત્મથી પાપનો ક્ષય થાય છે; સત્ત્વ, શીલ અને અપ્રતિપાતી એવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમ જ આ અધ્યાત્મ જ અનુભવથી સિદ્ધ એવું અમૃત છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વિત્યા.” ઇત્યાદિ (શ્લોક નં. ૨) શ્લોકમાં જણાવ્યા મુજબના અધ્યાત્મથી જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ કર્મ સ્વરૂપ પાપકર્મનો ક્ષય થાય છે. સામાન્યપણે જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિકર્મને તેમ જ તેના બંધના કારણભૂત મન-વચન-કાયાના યોગોને પાપ કહેવાય છે. અધ્યાત્મભાવથી એ પાપનો ક્ષય થાય છે. ઔચિત્યપૂર્વકનું વર્તન અને મૈત્યાદિ ભાવોથી પૂર્ણ, વચનાનુસાર તત્ત્વચિંતનના સમન્વયના કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય થાય એ સમજી શકાય છે. અધ્યાત્મભાવને પામેલા આત્માઓને ઘાતિકર્માદિ સ્વરૂપ પાપને પાપસ્વરૂપે સમજવાદિની કોઈ જ તકલીફ નથી. તેઓ પાપના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા હોવાથી પાપનો ક્ષય સરળતાથી કરે છે. દુઃખ આપનારાં કર્મોને પાપ માનવાના બદલે આત્મગુણોનો ઘાત કરનારાં કર્મોને તેઓ પાપ તરીકે માને છે, તે તેમના અધ્યાત્મભાવના કારણે છે. એ રીતે અધ્યાત્મથી પાપકર્મનો ક્ષય થવાથી અંતરાયકર્મ(વર્યાન્તરાયકમ)નો પણ ક્ષય થાય છે; તેથી વીર્યનો ઉત્કર્ષ પ્રગટે છે, જેથી અપૂર્વ ઉલ્લાસથી યોગની સાધના થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ વધવાથી ચિત્તસમાધિસ્વરૂપ શીલ પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે કોઈ પણ અનુષ્ઠાનનું ફળ ચિત્તસમાધિ છે. જે કોઈ પણ આપણે કામ કરીએ, એનાથી જો ચિત્તમાં સમાધિ ન રહે અને ચિત્ત અસમાધિથી ત્રસ્ત બને તો ખરી રીતે આપણે કરેલું એ કામ ન કર્યા જેવું જ છે. જે ફળપ્રદ નથી તેને કારણ કઈ રીતે મનાય? જે મળ્યું છે એ સિવાય બીજું કાંઈ જ જોઈતું નથી - આ સમાધિ છે. અનુષ્ઠાન કર્યા પછી પ્રાપ્ત થયેલી નિર્જરાને છોડીને બીજી કોઈ વસ્તુની અપેક્ષા રહેતી નથી. યોગમાર્ગની સાધનાનો એ એક જ પ્રભાવ છે કે જેથી ઇચ્છાનો અંત આવે છે. ઇચ્છાનું અસ્તિત્વ જ વસ્તુતઃ ચિત્તની અસમાધિ છે. અધ્યાત્મની પ્રાપ્તિ થવાથી પૌલિક ઇચ્છાઓ નાશ પામતી જાય છે. તેથી ચિત્તની સમાધિ ઉત્તરોત્તર વધે છે. તે શીલ(સદનુષ્ઠાન)નું કાર્ય હોવાથી શીળસ્વરૂપે તેનું અહીં વર્ણન કર્યું છે. અધ્યાત્મભાવની પ્રાપ્તિ થવાથી ઉપર જણાવ્યા મુજબ શીલસ્વરૂપ ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. તેથી કોઈ પણ સ્થાને અલના ન પામે એવું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. યોગની સાધનામાં ઉલ્લાસ આવવાથી ઉત્તરોત્તર જ્ઞાન વધે છે. જ્ઞાનની પ્રાપ્તિના પુરુષાર્થમાં સુખની ઇચ્છા વગેરે મુખ્યપણે અવરોધ કરે છે. અધ્યાત્મથી એ અવરોધ દૂર થવાથી જ્ઞાનની પ્રાપ્તિ સરળ બને છે. આ પ્રમાણે પાપક્ષય, સત્ત્વ, શીલ અને જ્ઞાનની અધ્યાત્મથી પ્રાપ્તિ થાય છે. તેમ જ આ અધ્યાત્મ જ પોતાના સંવેદનથી પ્રત્યક્ષ અનુભવાતું એવું અમૃત છે. કારણ કે અધ્યાત્મભાવની પરિણતિથી, યોગભેદ બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy