SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તે સ્વકીય-સ્વજનોની પ્રત્યે જે હિતની ભાવના છે તે બીજી સ્વકીય જનો પ્રત્યેની મૈત્રી છે. જેઓની સાથે કોઈ સગપણ નથી. પરંતુ પોતાના પૂર્વપુરુષોને અથવા પોતાને આશ્રયે જેઓ રહે છે એવા સ્વપ્રતિપન્ન જીવોના હિતની ચિંતા સ્વરૂપ ત્રીજી મૈત્રી છે અને જેઓ ઉપકારી, સ્વકીય કે સ્વપ્રતિપન્ન પણ નથી એવા બધા જીવોના હિતની ઇચ્છા સ્વરૂપ અખિલ જીવોની ચોથી મૈત્રી છે. આ ચાર પ્રકારની મૈત્રીને વર્ણવતાં શ્રી ષોડશકપ્રકરણમાં ફરમાવ્યું છે કે – ઉપકારી, સ્વજન, ઇતર અને સામાન્ય જનોના હિતની ભાવનાને અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી મૈત્રી કહેવાય છે. (જુઓ ષોડશક ૧૩-૯).... ઇત્યાદિ સ્પષ્ટ છે. I/૧૮-all કરુણાભાવનાનું નિરૂપણ કરાય છે करुणा दुःखहानेच्छा, मोहाद् दुःखितदर्शनात् । संवेगाच्च स्वभावाच्च, प्रीतिमत्स्वपरेषु च ॥१८-४॥ करुणेति-दुःखहानस्य दुःखपरिहारस्येच्छा करुणा । स च मोहादज्ञानादेका । यथा ग्लानयाचितापथ्यवस्तुप्रदानाभिलाषलक्षणा । अन्या च दुःखितस्य दीनादेर्दर्शनात् तस्य लोकप्रसिद्धाहारवस्त्रशयनासनादिप्रदानेन । संवेगान्मोक्षाभिलाषाच्च सुखितेष्वपि सत्त्वेषु प्रीतिमत्सु सांसारिकदुःखपरित्राणेच्छा छद्मस्थानामपरा । अपरा पुनरपरेषु च प्रीतिमत्तासम्बन्धविकलेषु सर्वेष्वेव स्वभावाच्च प्रवर्तमाना केवलिनामिव भगवतां महामुनीनां सर्वानुग्रहपरायणानामित्येवं चतुर्विधा । तदुक्तं-“मोहासुखसंवेगान्यहितयुता चैव રુતિ 19૮-૪|| બીજાનાં દુઃખોને દૂર કરવાની ઇચ્છાને કરુણા કહેવાય છે. મોહના કારણે થનારી, દુઃખિતને જોવાથી થનારી, સંવેગના કારણે પ્રીતિમદ્ જનોને વિશે થનારી અને પ્રીતિમદ્ ન હોય તોય સામાન્ય જનોને વિશે સ્વભાવથી થનારી જે કરુણા છે; તે અપેક્ષાએ કરુણા ચાર પ્રકારની છે.” - આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે દુઃખ પરિહાર કરવાની ઇચ્છાને કરુણા કહેવાય છે, જે ચાર પ્રકારની છે. એમાંની એક કરુણા મોહથી અર્થાત્ અજ્ઞાનથી થતી હોય છે. માંદા માણસે અપથ્યની માંગણી કર્યા પછી તેને અપથ્ય આપવાની જે ઇચ્છા થાય તેવી ઇચ્છા જેવી આ પ્રથમ કરુણા હોય છે. દુઃખીના દર્શનથી બીજી કરુણા થાય છે. દીન, અનાથ, પાંગળા.. વગેરે દુઃખીને જોવાથી તેમને લોક-પ્રસિદ્ધ રીતે આહાર, વસ્ત્ર અને પાત્ર વગેરે આપવાથી આ બીજી કરુણા થાય છે. અહીં સામા માણસનાં દુઃખ દૂર કરતી વખતે તેના વર્તમાનના હિતાહિતની થોડીઘણી ચિંતા હોય છે, જે પહેલી મોહથી થનારી કરુણા વખતે હોતી નથી. માંગ્યું, એટલે આપી દીધું. પરંતુ તેથી લેનારનું શું થશે? એને એ હિતકર છે કે નહિ? તેને તે નડશે તો નહિ ને?... ઇત્યાદિની ચિંતા પહેલી કરુણામાં હોતી નથી. એક પરિશીલન
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy