SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મસ્વરૂપ બનાવીએ તો જ આપણે પરમાત્માના અનુગ્રહના પાત્ર બની શકીશું... વગેરે જણાવ્યું છે. આ બત્રીશીના છેલ્લા ત્રણ શ્લોકો મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવા જોઈએ. પરમાત્મા પરમાત્મા કઈ રીતે બન્યા; તેઓશ્રીએ તારક તીર્થની સ્થાપના કેમ કરી અને ધર્મદેશના દ્વારા આપણી ઉપર તેઓશ્રીએ કઈ રીતે અનુગ્રહ ર્યો : એ બધાનો વિચાર કરવાથી પરમાત્માના અનુગ્રહનું વાસ્તવિક સ્વરૂપ આપણે સમજી શકીશું. માર્ગદર્શક પરમાત્મા આપણને માર્ગે ચલાવતા નથી. એ કામ તો આપણે જાતે જ કરવાનું છે. અનન્યસાધારણ માર્ગદર્શન પરમાત્માએ કરાવ્યું છે અને અનન્યસાધારણ પુરુષાર્થ આપણે કરવાનો છે. અંતે પરમાત્માના પરમતારક માર્ગદર્શનને અનુસરી દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગે ચાલવાના એ પુરુષાર્થનો પ્રારંભ કરી પરમાત્માના અનુગ્રહના પાત્ર બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા... - આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ ઇશાનુગ્રહવિચાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy