SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ यदीष्यते परापेक्षा, स्वोत्पत्तिपरिणामयोः । तर्हि कार्येऽपि सा युक्ता, न युक्तं दृष्टबाधनम् ॥१७-९॥ यदीति-यदि स्वस्याधिकृतहेतोरुत्पत्तौ परिणामे च परापेक्षा स्वातिरिक्तहेत्वपेक्षा इष्यते । तदा कार्येऽपि जननीये । सा हेत्वन्तरापेक्षा युक्ता । न युक्तं दृष्टबाधनमनुभूयमानस्य सहकारिसमवधानेन कार्योत्पादकत्वस्यान्यथाकरणम् ।।१७-९।। જો કારણની પોતાની ઉત્પત્તિ અને તેના પરિણામને વિશે કારણને છોડીને બીજાની અપેક્ષા હોય તો કાર્યની ઉત્પત્તિ વગેરેમાં પણ તેવી અપેક્ષા યુક્ત જ છે. કારણ કે અનુભવસિદ્ધ વસ્તુનો બાધ-અપલાપ કરવો યુક્ત નથી.” – આ પ્રમાણે નવમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે કારણને જે કાર્ય કરવામાં બીજા કારણની અપેક્ષા છે, તે કારણ તે કાર્યની પ્રત્યે અસમર્થ છે. તેથી તે તે કાર્યની પ્રત્યે દૈવાદિકારણને સ્વતંત્ર (અસાપેક્ષ) કારણ મનાય છે. ઇત્યાદિ સાપેક્ષ.. (૧૭-૩) આ શ્લોકથી જણાવ્યું છે. આ અંગે જણાવતાં આ શ્લોકથી જણાવ્યું છે કે તે તે કાર્યની પ્રત્યે જે પણ કારણ (અસાપેક્ષ) માનવામાં આવે છે, તે દૈવાદિકારણની ઉત્પત્તિ અથવા પરિણતિ(અવસ્થાંતરપ્રાપ્તિ)ની પ્રત્યે કારણને (દવાદિને) છોડીને બીજા કારણની અપેક્ષા હોય તો પોતાથી(દવાદિથી) જન્ય કાર્યની પ્રત્યે દૈવાદિકારણને પુરુષકારાદિની અપેક્ષા હોય, તે યોગ્ય જ છે. કારણ કે સહકારીકરણના સમવધાન વડે કારણ કાર્યનું ઉત્પાદક બને છે, તે અનુભવસિદ્ધ છે. તેનો બાધ-અપલાપ યુક્ત નહીં બને. ./૧૭-લા. विशिष्येत्यादिनोक्तं दूषयतिવિરિષ્ય શાર્દનુવં.. ઇત્યાદિ (ગ્લો.નં. ૪) શ્લોકથી જણાવેલી વાતમાં દોષ જણાવાય છે विशिष्य कार्यहेतुत्वं, कार्यभेदे भवेदपि । अन्यथा त्वन्यथासिद्धिरन्यत्रातिप्रसङ्गकृत् ॥१७-१०॥ विशिष्येति-विशिष्य कार्यहेतुत्वं च कार्यभेदे प्रामाणिके सति भवेदपि । तथा विजातीये वही तृणादेर्विजातीये च तत्रारण्यादेरिति । अन्यथा कार्यभेदाभावे त्वेकेन हेतुनाऽपरहेतोरन्यथासिद्धिरुच्यमाना अन्यत्र प्रकृतातिरिक्तस्थलेऽतिप्रसङ्गकृत् । शक्यं ह्येवं वक्तुं घटेऽपि दण्डो हेतुर्न चक्रमिति । न शक्यं स्वतन्त्रान्वयव्यतिरेकदर्शनादेकेनापरान्यथासिद्ध्यभावादिति चेत्तुल्यमिदमन्यत्र ।।१७-१०॥ કાર્યભેદ(તે તે કાર્યની ભિન્નતા) હોતે છતે વિશેષ સ્વરૂપે(અસાપેક્ષ)કાર્યની પ્રત્યે કારણતા ઘટી પણ શકે, પરંતુ કાર્યભેદ ન હોય તો અન્યથાસિદ્ધિ; અન્યત્ર અતિપ્રસંગને કરનારી છે.” - આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના શ્લોક દેવપુરુષકાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy