SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. ભાવાર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે દૈવ અથવા પુરુષકાર જો અનુત્કટ હોય તો તેમાં ગૌણત્વ મનાય છે. અલ્પ–સ્વરૂપ અહીં ગૌણત્વ વિવક્ષિત નથી. કારણ કે અલ્પ પણ બળવાન હોય તો તેમાં ઉત્કટત્વના કારણે ગૌણત્વનો વ્યવહાર થતો નથી. આવી જ રીતે દૈવ અથવા પુરુષકાર જો ઉત્કટ હોય તો તેમાં મુખ્યત્વ મનાય છે. એ ગૌણત્વ અને મુખ્યત્વ બંન્નેથી પ્રત્યેક અર્થાત દૈવ અથવા પુરુષકારથી જ ત્વનો વ્યવહાર તે તે કાર્યમાં કરાય છે. અન્યથા કાર્યમાત્ર દૈવ અને પુરુષકાર ઉભયથી જન્ય હોય તો તે તે કાર્યમાં દૈવજન્યત્વ અથવા પુરુષકારજન્યત્વ સ્વરૂપ પ્રત્યેકજન્યત્વનો વ્યવહાર પ્રામાણિક નહીં બને. આથી સમજી શકાશે કે પ્રત્યેકજન્યત્વ(પ્રત્યેકથી ઉત્પન્ન થવું)ના વ્યવહારનું નિયામક દૈવાદિની ગૌણતાદિ છે. ૧૭-ell एतदेव भावयतिઉપર જણાવેલી વાતને સ્પષ્ટપણે જણાવાય છે– उत्कटेन हि देवेन, कृतं दैवकृतं विदुः । તાડ્રોન ઘ યર્લૅન, વૃત્ત યત્નકૃત નના: 9૭-૭ના उत्कटेन हीति-उत्कटेन हि दैवेन कृतं कार्यं जना दैवकृतं विदुः, तादृशेनोत्कटेन यत्नेन च कृतं यलकृतमेतदिति । इत्थं चोत्कटस्वकृतत्वज्ञानमनुत्कटान्यकृतत्वज्ञानं वा प्रत्येकजन्यत्वाभिलापप्रयोजकं । दैवकृतमिदं न पुरुषकारकृतमित्यत्र चोत्कटपुरुषकारकृतत्वाभाव एव विषय इति न कश्चिद्दोष इत्यर्थः ।।१७-७।। “ઉત્કટ એવા દેવથી કરાયેલા કાર્યને દેવકૃત કાર્ય અને ઉત્કટ પ્રયત્નથી કરાયેલ કાર્યને યત્નકૃત કાર્ય તરીકે લોકો જાણે છે.” – આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્કટદેવકૃતત્વનું જ્ઞાન હોય અથવા દૈવને છોડીને અનુત્કટ એવા પુરુષાર્થ-યત્નકૃતત્વનું જ્ઞાન હોય ત્યારે તે જ્ઞાન તે કાર્યમાં દેવકૃતત્વના વ્યવહારનું પ્રયોજક બને છે. તેમ જયત્નકૃતત્વના વ્યવહારનું પ્રયોજક ઉત્કટયત્નકૃતત્વનું જ્ઞાન અથવા અનુત્કટદૈવકૃતત્વનું જ્ઞાન પ્રયોજક બને છે. યદ્યપિ વત્તમિદં, ન પુરુષારતન્... ઇત્યાદિ વ્યવહાર પ્રસિદ્ધ હોવાથી એક કાર્યમાં ઉભયકૃતત્વ નહીં માનવું જોઇએ; પરંતુ એ વ્યવહાર ઉત્કટપુરુષકારકતત્વાભાવને સમજાવે છે. સર્વથા પુરુષકારકતત્વાભાવવિષયક એ વ્યવહાર નથી. તેથી દૈવકૃતકાર્યમાં અનુત્કટપુરુષાર્થકતત્વ માનવામાં કોઈ દોષ નથી. /૧૭-ળી विशेषदर्शिनो व्यवहारमुपपाद्याविशेषदर्शिनस्तमुपपादयतिવિવું, ન પુરુષારત”.. ઇત્યાદિ વ્યવહાર, વિશેષગ્રાહી વ્યવહારને આશ્રયીને કઈ રીતે સંગત છે તે જણાવીને હવે સામાન્ય(વિશેષની વિવક્ષા વિના)ગ્રાહી વ્યવહારને આશ્રયીને તે અંગે જણાવાય છે– ૪૨ દેવપુરુષકાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy