SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કારણ કે અન્યથાસિદ્ધિથી જે શૂન્ય હોય છે તેને કારણ માનવામાં આવે છે - આ પ્રમાણે અન્યg.. ઇત્યાદિ ગ્રંથનો આશય છે. //૧૭-જા નિશ્ચયનયની અપેક્ષાએ દૈવ અને પુરુષકારની કારણતાનો વિચાર કરીને હવે વ્યવહારનયની અપેક્ષાએ તેની વિચારણા કરાય છે– अन्वयव्यतिरेकाभ्यां, व्यवहारस्तु मन्यते । द्वयोः सर्वत्र हेतुत्वं, गौणमुख्यत्वशालिनोः ॥१७-५।। अन्वयेति-व्यवहारस्तु व्यवहारनयस्तु । अन्वयव्यतिरेकाभ्यां द्वयोर्दैवपुरुषकारयोः सर्वत्र कार्ये हेतुत्वं मन्यते गौणमुख्यत्वशालिनोः । क्वचित्कार्ये हि किञ्चिद्गौणतयोपयुज्यते, किञ्चिच्च मुख्यतया । सामान्यतस्तु दैवं पुरुषकारं वा विना न किञ्चित्कार्यं जायते इति सामान्यतः सर्वत्र हेतुत्वमनयोः । यस्तु कुर्वदूपत्वेन कारणत्वमिच्छन् सामान्यतः कारणतामेवापलपति, तस्य घटाद्यर्थमरण्यस्थदण्डादौ प्रवृत्तिदुर्घटा, तस्या घटसाधनताज्ञानाधीनत्वात्, तस्य च घटोपधानात्प्रागसिद्धेः ‘सादृश्यग्रहात्प्रागपि तत्र घटसाधनत्वधीः, अत एव न कार्यलिङ्गकोच्छेदः, अतज्जातीयात्तज्जातीयोत्पत्तिसम्भावनाभावादिति' चेन्न, तत्रापि वासनाविशेषस्य बीजत्वे तेनैव प्रवृत्त्याधुपपत्तौ दृष्टकारणवैफल्यप्रसङ्गात् प्रकृते बाधकाभावाच्चेत्यन्यत्र विस्तरः I9૭-૧TI. અન્વય અને વ્યતિરેકના કારણે દેવ અને પુરુષકારને ગૌણ અથવા મુખ્યભાવે કાર્યમાત્રની પ્રત્યે કારણ માનવાનું કામ વ્યવહારનય કરે છે.” - આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સમજી શકાય છે કે જયાં જયાં કાર્ય છે ત્યાં ત્યાં તેની પૂર્વેક્ષણમાં દૈવ અને પુરુષકાર હોય છે. આ અન્વય(કાર્યકારણનું નિયત સાહચર્ય)થી અને જયાં જયાં દૈવ અને પુરુષકારનો અભાવ છે ત્યાં ત્યાં કાર્યમાત્રનો અભાવ છે. આ વ્યતિરેક(કારણાભાવ-કાર્યાભાવનું નિયત સાહચય)થી કાર્યમાત્રની પ્રત્યે દેવ અને પુરુષકારને ગૌણમુખ્યભાવે કારણ માનવામાં આવે છે. અર્થાત્ કોઈ કાર્યની પ્રત્યે દૈવને ગૌણ કારણ અને પુરુષકારને મુખ્ય કારણ માનવામાં આવે છે. તેમ જ કોઈ કાર્યની પ્રત્યે દૈવને મુખ્ય કારણ અને પુરુષકારને ગૌણ કારણ માનવામાં આવે છે. સામાન્યથી કોઈ પણ કાર્ય શૈવ અને પુરુષકાર વિના થતું નથી. તેથી સામાન્યથી કાર્યમાત્રની પ્રત્યે દૈવ અને પુરુષકારની કારણતા મનાય છે. જે (નિશ્ચયનયને અનુસરી) કુર્વિદ્રુપત્વે જ કારણતાને ઇચ્છે છે અર્થાત્ “જે કાર્ય કરે છે તે જ કારણ છે; તેનાથી બીજા નહિ. તેથી ઘટની પ્રત્યે ઉપયોગી બનતો દંડવિશેષ જ (ગ્રામ0) કારણ છે. દંડસામાન્ય (અરણ્યસ્થ દંડાદિ) કારણ નથી એ પ્રમાણે વિશેષ સ્વરૂપે કારણ માનીને સામાન્યથી કાર્યકારણભાવનો અપલાપ કરે છે, તે; ઘટાદિ કાર્ય માટે અરણ્યસ્થ દંડાદિમાં પ્રવૃત્તિ કરી શકશે નહીં. કારણ કે વટસાધનમ્ રિ.. ઇત્યાઘાકારક ઘટસાધનતાની બુદ્ધિના કારણે ४० દેવપુરુષકાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy