SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ अथ प्रारभ्यते दैवपुरुषकारद्वात्रिंशिका । । महेश्वरानुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य दैवादेवेयं पुरुषकारादेव वेयमित्येकान्तमतनिरासायोपक्रमते પરમાત્માના અનુગ્રહથી જ યોગની સિદ્ધિ થાય છે – આ માન્યતાનું નિરાકરણ કરીને દેવથી જ આ યોગની સિદ્ધિ થાય છે; તેમ જ પુરુષાર્થથી જ યોગની સિદ્ધિ થાય છે – આવી એકાંતે જે માન્યતા છે, તેનું નિરાકરણ કરવા માટે આ બત્રીશીનો પ્રારંભ છે– दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः । निश्चयव्यवहाराभ्यामत्र कुर्मो विचारणाम् ॥१७-१॥ વૈમિતિ–સ્પષ્ટ: 9૭-. “દૈવ અને પુરુષકાર(પુરુષાર્થ) બંન્ને યોગની સિદ્ધિમાં તાત્ત્વિક રીતે એકસરખા જ ઉપયોગી છે. વ્યવહાર અને નિશ્ચય નયની અપેક્ષાએ તેની અહીં વિચારણા કરાય છે.” - આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમાત્માનો અનુગ્રહ જ યોગની સિદ્ધિમાં કારણ છે. આવી માન્યતાનું આ પૂર્વે સોળમી બત્રીશીમાં નિરાકરણ કર્યું, કેટલાક લોકો યોગની સિદ્ધિ દેવ(ભાગ્ય)થી જ થાય છે - એમ માને છે અને કેટલાક લોકો પુરુષકાર(પુરુષાર્થ)થી જ યોગની સિદ્ધિ થાય છે - એમ માને છે. આ બંન્ને એકાંત માન્યતાનું આ બત્રીશીમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. કારણ કે તાત્ત્વિક રીતે યોગની સિદ્ધિમાં દૈવ અને પુરુષાર્થ બંન્ને સમાન રીતે જ હેતુ છે. એ વિષયમાં વ્યવહાર અને નિશ્ચય : એ બંન્ને નયની અપેક્ષાએ અહીં વિચારણા કરવામાં આવી છે. ૧૭-૧૫. દેવ અને પુરુષકારનું સ્વરૂપ વર્ણવીને નિશ્ચયનયની અપેક્ષાએ તેની કારણતાનો વિચાર કરાય છે दैवं पुरुषकारश्च स्वकर्मोद्यमसज्ञको । निश्चयेनानयोः सिद्धिरन्योऽन्यनिरपेक्षयोः ॥१७-२॥ दैवमिति–दैवं स्वकर्मसञ्ज्ञकं, पुरुषकारश्च स्वोद्यमसञ्ज्ञकः । निश्चयेन निश्चयनयेन । अनयोर्द्वयोः प्रत्येकं स्वकार्यजननेऽन्योन्यनिरपेक्षयोः सिद्धिः ।।१७-२।। શ્લોકાર્થ સ્પષ્ટ છે. એનો આશય એ છે કે પોતાનું કર્મ અને પોતાનો ઉદ્યમ નામવાળા અનુક્રમે દૈવ અને પુરુષકાર છે. નિશ્ચયનયની અપેક્ષાએ, પોતાથી ઉત્પન્ન થનારા કાર્યમાં (કાર્યની પ્રત્યે) એકબીજાને એકબીજાની અપેક્ષાની આવશ્યકતા નથી. અન્યનિરપેક્ષપણે પોતાના એક પરિશીલન
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy