SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ આરાધના કરવાથી આત્માનો વાસ્તવિક મોક્ષ થાય છે. શ્રી તીર્થંકર પરમાત્મા તેઓશ્રીની આજ્ઞાના પાલન દ્વારા તે સ્વરૂપે જ અનુગ્રહ કરે છે. આથી વિશેષ કોઇ બીજો અનુગ્રહ નથી. /૧૬-૨લા પરમાત્માની આજ્ઞાના પાલનને છોડીને બીજો કોઈ અનુગ્રહનથી: એમાં કારણ જણાવાયછે– यद् दातव्यं जिनैः सर्वे, दत्तमेव तदेकदा । दर्शनज्ञानचारित्रमयो मोक्षपथः सताम् ॥१६-३०॥ જે આપવા યોગ્ય છે તે દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ સજ્જનોને બધા શ્રી જિનેશ્વરદેવોએ એક વખતે આપી જ દીધો છે. અર્થાતુ હવે કશું જ આપવાનું રહેતું નથી.”- આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ પ્રથમ દેશના વખતે જ ભવ્યજીવોને દર્શનજ્ઞાનચારિત્રમય મોક્ષમાર્ગ આપી જ દીધો હતો. ત્યાર પછીની અંતિમ દેશના સુધીની દરેકેદરેક દેશનામાં એ પરમતારક માર્ગનું જ તેઓશ્રીએ પ્રદાન કર્યું હતું. પરંતુ જેણે જયારે તેને ગ્રહણ કર્યો, તેનું ત્યારે તેનાથી કલ્યાણ થયું. આપવામાં વિલંબ થયો નથી. જે કોઈ વિલંબ થયો તે ગ્રહણ કરવામાં થયો છે. શ્રી વીતરાગપરમાત્માના સિદ્ધિગમન પછી પણ શાસ્ત્ર અને તદનુસારી ધર્મોપદેશથી આજે પણ એ પરમતારક મોક્ષમાર્ગને આરાધી ભવ્યાત્માઓ પરમપદની સાધના કરી જ રહ્યા છે. આથી સમજી શકાશે કે મોક્ષના માર્ગનું પ્રદાન કરવા સિવાય પરમાત્માનો અનુગ્રહ નથી અને હોઈ પણ ના શકે. વાસ્તવિક અનુગ્રહ જ એ છે. એ સિવાય પરમાત્મા બીજું શું કરી શકે? તેઓશ્રી આપણને માર્ગદર્શક પાટિયાની જેમ માર્ગ બતાવે, પરંતુ મોક્ષ પામવાનો બધો જ પ્રયત્ન આત્માએ પોતે જ કરવાનો છે. આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પરંતુ પરમાત્માએ માર્ગ દર્શાવ્યો ન હોત તો આપણને મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ ના થઈ હોત. તેથી માર્ગદર્શન કરાવવા સ્વરૂપ જ પરમાત્માનો અનુગ્રહ છે. અન્યદર્શનકારોએ વર્ણવેલો પરમાત્માનો અનુગ્રહ વાસ્તવિક નથી. ૧૬-૩૦ના પરમાત્માનો અનુગ્રહ, તેઓશ્રીની પરમતારક આશાના પાલનમાં જ સમાય છે એને પ્રકારાંતરે જણાવાય છે– जिनेभ्यो याचमानोऽन्यं, लब्धं धर्ममपालयन् । તે વિનો વિના માયં, ન મૂત્યેન ત્તત્તે 19૬-રૂકા શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – “પ્રાપ્ત થયેલા ધર્મનું પાલન નહિ કરનાર એવો તેનાથી બીજી વસ્તુની યાચના શ્રી જિનેશ્વરદેવની પાસે કરનાર વિહ્વળ માણસ ભાગ્યને છોડીને તેને કયા મૂલ્યથી મેળવશે ?” આશય એ છે કે ભૂતકાળના કોઇ પ્રબળ પુણ્યોદયે શ્રી વીતરાગપરમાત્માએ ઇશાનુગ્રહવિચાર બત્રીશી ૩૨
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy