SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી ઉપર જણાવ્યા મુજબ પુરુષનો અનુગ્રાહ્યસ્વભાવ અને પ્રધાન-પ્રકૃતિનો નિવૃત્તાધિકારિત્વસ્વભાવ હોતે છતે ઇશ્વર-પરમાત્માનો પણ અનુગ્રાહકસ્વભાવ હોય છે. આ રીતે સંયુક્તિથી પરમાત્મામાં તીર્થકરવાદિસ્વરૂપ અધિકૃત વિશેષ સંગત છે. અન્યથા એ પણ અકિંચિત્કર છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી જાણી લેવું. /૧૬-૨૪ો. विशेषविमर्श शास्त्रतर्कयोईयोरुपयोगप्रस्थानमाह પરમાત્માદિમાં તીર્થકરત્યાદિ વિશેષધર્મો અનાદિના સ્વાભાવિક નિયત હોવાથી સામાન્ય રીતે તેને યોગી પુરુષો જ જાણી શકે છે. તેથી તેના માટે શાસ્ત્ર અને તર્ક ઉપયોગી નથી, તે જણાવાય છે– अस्थानं रूपमन्धस्य, यथा सन्निश्चयं प्रति । तथैवातीन्द्रियं वस्तु, छद्मस्थस्यापि तत्त्वतः ॥१६-२५॥ अस्थानमिति-अस्थानमविषयः । रूपं नीलकृष्णादिलक्षणम् । अन्धस्य लोचनव्यापारविकलस्य । यथा सन्निश्चयं विशदावलोकनं प्रति आश्रित्य । तथैवोक्तन्यायेनैव । अतीन्द्रियं वस्तु आत्मादिविशेषरूपं । छद्मस्थस्यार्वाग्दृशः प्रमातुरपि । तत्त्वतः परमार्थनीत्या ॥१६-२५।। “જેમ અંધ માણસને આશ્રયીને વિશદ રીતે જોવાના વિષયમાં રૂપ વિષય બનતું નથી; તેમ છદ્મસ્થો માટે પણ અતીન્દ્રિય વસ્તુ તત્ત્વથી વિષય બનતી નથી.” - આ પ્રમાણે પચીસમાં શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે કે નીલ, કૃષ્ણ અને રક્ત વગેરે રૂપને સારી રીતે જોવા માટે અંધજનો જેમ સમર્થ બનતા નથી, તેવી રીતે આત્માદિવિશેષ સ્વરૂપ અતીન્દ્રિય વસ્તુનો પરમાર્થથી નિશ્ચય કરવા માટે છદ્મસ્થ એવા પ્રમાતાઓ પણ સમર્થ બનતા નથી અર્થાત્ તેમના માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી. /૧૬-૨પા છદ્મસ્થો માટે અતીન્દ્રિય વસ્તુ જ્ઞાનનો વિષય બનતી નથી, તો તેનું નિરૂપણ કઈ રીતે યોગ્ય છે? - આ શંકાનું સમાધાન કરાય છે हस्तस्पर्शसमं शास्त्रं, तत एव कथञ्चन । अत्र तन्निश्चयोऽपि स्यात्, तथा चन्द्रोपरागवत् ॥१६-२६॥ हस्तेति-हस्तस्पर्शसमं तद्वस्तूपलब्धिहेतुहस्तस्पर्शसदृशं । शास्त्रमतीन्द्रियार्थगोचरं । तत एव शास्त्रादेव । कथञ्चन केनापि प्रकारेण । अत्र छद्मस्थे प्रमातरि । तन्निश्चयोऽप्यतीन्द्रियवस्तुनिर्णयोऽपि स्यात् । तथा वर्धमानत्वादिविशेषेण । चन्द्रोपरागवच्चन्द्रराहुस्पर्शवत् । यथा शास्त्रात् सर्वविशेषानिश्चयेऽपि चन्द्रोपरागः केनापि विशेषेण निश्चीयत एव तथाऽन्यदप्यतीन्द्रियवस्तु ततश्छद्मस्थेन निश्चीयत इति भावः I/9૬-૨દ્દો એક પરિશીલન
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy