SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ यत एवं દેવતા અને અવિદ્યાદિગત મૂર્તવામૂર્તત્વાદિ જે વિશેષ છે તે નિરર્થક હોવાથી તેનું નિરૂપણ કરવાનું પણ નિરર્થક છે, તે યત પર્વ... ઇત્યાદિથી જણાવાય છે– ततोऽस्थानप्रयासोऽयं, यत्तभेदनिरूपणम् । સામાન્ય મનુમાનચ, યતિશ વિષયો મત: 9૬-૨૩ો : तत इति-ततः सतो विशेषस्यापार्थकत्वाद्धेतोः । अस्थानप्रयासोऽयं तत्त्वचिन्तकानां । यत्तद्वेदस्य देवादिविशेषस्य निरूपणं गवेषणं । यतश्चानुमानस्य देवताविशेषादिग्राहकत्वेनाभिमतस्य । सामान्यं विषयो મત: / સતોગપિ સવિશેષાનુમતય તચાપ્રતીત્તેરસ્થાનપ્રયાસોડયમ્ II9૬-૨રૂા. પરમાત્માદિગત વિશેષ અકિંચિત્કર હોવાથી જે-તે દેવાદિમાં રહેલા વિશેષનું અન્વેષણ કરવું - એ પ્રયત્ન વિદ્વાનો માટે નિરર્થક-અસ્થાને છે. કારણ કે પરમાત્માદિને સિદ્ધ કરનારા અનુમાનનો વિષય સામાન્ય મનાય છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મોક્ષના કારણભૂત મુક્તાત્મા વગેરેમાં અને સંસારના કારણભૂત અવિદ્યાદિમાં મૂર્તવાદિવિશેષો નિરર્થક હોવાથી તત્ત્વચિંતકો માટે દેવાદિવિશેષનું નિરૂપણ-ગવેષણ કરવાનું નિરર્થક છે અર્થાત્ એ પ્રયત્ન અસ્થાને (અનુચિત) છે. કારણ કે દેવતાદિના વિશેષને સિદ્ધ કરવા માટે જે અનુમાન જણાવાય છે, તે અનુમાનનો વિષય સામાન્ય દેવાદિ જ છે. તેથી પણ દેવાદિગત બધા વિશેષની પ્રતીતિ થતી ન હોવાથી વિશેષને જણાવવાનો પ્રયત્ન અકિંચિત્કર-અસ્થાને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિર્દોષપુરુષવિશેષ સ્વરૂપ દેવ અને કર્મ : એ બંન્નેનું પ્રત્યક્ષ થતું ન હોવાથી તે બંન્ને અનુમાનના વિષય છે. “જે જે ચય અને અપચય ધર્મ(સ્વભાવ)વાળા છે તે કોઈ સ્થાને સર્વથા પણ ઉચ્છેદને પામે છે. જેમ રોગીઓના રોગ ઓછા વધતા પ્રમાણવાળા હોવાથી સર્વથા ઉચ્છેદને પામે છે તેમ જ આકાશમાં મેઘ(વાદળ) ઓછા વધતા હોય છે તો કોઈ વાર સર્વથા તે મેઘરહિત પણ હોય છે. તેવી રીતે રાગદ્વેષાદિ દોષો પણ ચયાપચયધર્મવાળા હોવાથી જયાં તે સર્વથા ઉચ્છેદ પામે છે તે અતિશયસંપન્ન પુરુષવિશેષ દેવ છે, જેમને તે તે દર્શનકારોએ મુક્ત, બુદ્ધ... વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે.” આ રીતે દેવ અનુમાનના વિષય છે. એવી જ રીતે “જે બેનાં સાધન(દષ્ટ-બાહ્ય) સરખાં છે એવા બંન્નેના ફળમાં જે વિશેષ છે તે ચોક્કસ કોઈ અદૃષ્ટ સાધનને લઈને છે. કારણ કે તે ફળવિશેષ કાર્ય છે. જે જે કાર્ય છે તે કારણ વિના ન થાય. જેમ માટી વિના ઘટ થતો નથી. ફળવિશેષ કાર્ય છે. તેથી તે અદષ્ટ કારણવિશેષથી થાય છે. તે કારણનું નામ જ કર્મ છે.” આ રીતે કર્મ અનુમાનનો વિષય છે. આથી સમજી શકાશે કે દેવ અને કર્મનો સિદ્ધ કરનાર અનુમાન; સામાન્યથી દેવ અને કર્મને ૨૬ ઇશાનુગ્રહવિચાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy