SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ છે. માર્ગાનુસારી બોધમાં બાધક એવા મોહમળનો ક્ષય પ્રશમપ્રધાન તપથી જ થાય છે. વિષયકષાયની પરિણતિનું જ્યાં પ્રાધાન્ય હોય એવા તપથી એ મોહમલનો ક્ષય થઈ શકતો નથી. પતંજલિ વગેરે અધ્યાત્મના જાણકારોને માર્ગાનુસારી બોધપ્રાપ્ત થવા છતાં માર્ગના બોધમાં એમને અવરોધ નડ્યા - એ માન્યા વિના ચાલે એવું નથી. મુખ્યપણે આત્માને એકાંતે નિત્ય અપરિણામી અને ઔપચારિક બંધ... વગેરે માન્યતાને એ લોકો વરેલા હતા, જે શ્રી તીર્થંકર પરમાત્માએ ઉપદેશેલા પરમતારક માર્ગને અનુસરનારી ન હતી. તેથી જ આ પૂર્વેની બત્રીશીઓમાં યથાસ્થાને તેની અયુક્તતા ગ્રંથકાર પરમર્ષિએ જણાવી છે... ઇત્યાદિનો વિચાર કર્યા વિના આ શ્લોકનો પરમાર્થ વાસ્તવિક રીતે સમજી નહિ શકાય. મર્યાદાનું પાલન એ વાડાબંધી નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનને જ સત્ય માનવા એ સંકુચિતતા નથી. અસત્યને અસત્ય માનવું એ ક્ષુદ્રતા નથી. અસને ન સ્વીકારવું એ તુચ્છતા નથી. અસદ્દનું નિરાકરણ એ સાંપ્રદાયિક ઝનૂન નથી અને તાત્ત્વિક પક્ષપાત એ દૃષ્ટિરાગ નથી. વાડાબંધી, સંકુચિતતા, ક્ષુદ્રતા, તુચ્છતા, સાંપ્રદાયિક ઝનૂન અને દૃષ્ટિરાગ વગેરેને દૂર કરવાનો એકમાત્ર ઉપાય શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન પ્રત્યેનો અતૂટ વિશ્વાસ છે – એ મુમુક્ષુ આત્માઓએ નિરંતર યાદ રાખવું જોઇએ. વાડાબંધી, સંકુચિતતા... ઇત્યાદિના નામે મર્યાદાદિનું અતિક્રમણ કરવું એ કેટલું ઉચિત છે... ઇત્યાદિ સ્વસ્થ ચિત્તે વિચારવું. ૨૩-૪ મોહાંધકારને દૂર કરવા માટે દીપકસમાન જે વચન છે તે જણાવાય છે वादांश्च प्रतिवादांश्च, वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ ॥२३-५॥ वादांश्चेति-वादांश्च पूर्वपक्षरूपान् । प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान् । वदन्तो बुवाणाः । निश्चितानसिद्धानैकान्तिकादिहेत्वाभासनिरासेन । तथा तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धेन सर्वेऽपि दर्शनिनो मुमुक्षवोऽपि । तत्त्वान्तमात्मादितत्त्वप्रसिद्धिरूपं । न नैव गच्छन्ति प्रतिपद्यन्ते । तिलपीलकवत् तिलपीलक इव । निरुद्धाक्षिसञ्चारस्तिलयन्त्रवाहनपरो यथा ह्ययं नित्यं भ्राम्यन्नपि निरुद्धाक्षतया न तत्परिमाणमवबुध्यते, एवमेतेऽपि वादिनः स्वपक्षाभिनिवेशान्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते इति ॥२३-५।। “દોષથી રહિતપણે ચોક્કસ એવા વાદ અને પ્રતિવાદને બોલનારા(કરનારા) સુપ્રસિદ્ધ એવા તત્ત્વના સારને; તલને પીલનારની જેમ, ગતિ હોવા છતાં પામી શકતા નથી.” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો શબ્દશઃ અર્થ છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે કોઈ પણ વિષયમાં મતભેદ પડે ત્યારે અર્થનિર્ણય માટે વાદ-વિવાદ થતા હોય છે. તેમાં પૂર્વપક્ષની વાતનું સમર્થન કરનાર વાદ હોય છે અને તેનું વિરુદ્ધ જે વચન છે તેને પ્રતિવાદ કહેવાય છે. એક પરિશીલન ૨૪૧
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy