SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ वेद्यमिति-वेद्यं वेदनीयं वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पकज्ञानग्राह्यमित्यर्थः । संवेद्यते क्षयोपशमानुरूपं निश्चयबुद्ध्या विज्ञायते । यस्मिन्नाशयस्थाने । अपायादिनिबन्धनं नरकस्वर्गादिकारणं स्यादि(हिंसाहिंसादि) । तद्वद्यसंवेद्यं पदम्, अन्यदवेद्यसंवेद्यपदमेतद्विपर्ययादुक्तलक्षणव्यत्ययात् । यद्यपि शुद्धं यथावद्वेद्यसंवेदनं माषतुषादावसम्भवि, योग्यतामात्रेण च मित्रादिदृष्टिष्वपि सम्भवि, तथापि वेद्यसंवेद्यपदप्रवृत्तिनिमित्तं ग्रन्थिभेदजनितो रुचिविशेष एवेति न दोषः ।।२२-२५।। “જે આશયવિશેષમાં અપાયાદિના કારણભૂત વેદ્યનો(જાણવાયોગ્યનો) અનુભવ થાય છે; તે આશયવિશેષને વેદસંવેદ્યપદ કહેવાય છે. એનાથી વિપરીત સ્વરૂપવાળું બીજું(અન્ય) અવેદ્યસંવેદ્ય પદ છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – તેવા પ્રકારના વાસ્તવિક) ભાવયોગી સામાન્ય વડે અર્થાત્ દરેક ભાવયોગી વડે વસ્તુના વાસ્તવિક સ્વરૂપથી કોઈ પણ પ્રકારના વિકલ્પથી રહિત એવા જ્ઞાનનો જે ગ્રાહ્ય-વિષય છે તેને વેદ્ય કહેવાય છે. અપાયાદિભૂત નરક-સ્વર્ગાદિનું જે કારણ હિંસા-અહિંસાદિ છે તે બધા અપાયાદિના નિબંધન કહેવાય છે. અપાયાદિના નિબંધનભૂત વેદ્યનું પોતાના ક્ષયોપશમ મુજબ નિશ્ચયાત્મક જે જ્ઞાન છે તેને તે વેદ્યનું સંવેદન કહેવાય છે. અહીં અપાયાદિના નિબંધન તરીકે હિંસાહિંસાદિ જણાવ્યા છે. યોગદષ્ટિસમુચ્ચય શ્લો.નં. ૭૩ની ટીકામાં સ્ત્રી વગેરે જણાવ્યા છે. એ મુજબ અહીં નરવશ્વવિહારનું સહિ આવો પાઠ સુધારી શકાય છે. જે આશય(આત્મપરિણામ)વિશેષમાં ઉપર જણાવ્યા મુજબ અપાયાદિના કારણભૂત વેદ્યનું સંવેદન થાય છે, તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. એનાથી અન્ય જે અવેદ્યસંવેદ્યપદ છે તે ઉપર જણાવેલા સ્વરૂપથી વિપરીત સ્વરૂપે સમજવું. અર્થાત્ ત્યાં તાદશ વેદ્યનું સંવેદન હોતું નથી. આવા યથાવત્ વેદના શુદ્ધ સંવેદનને લઈને જ વેદસંવેદ્યપદનો વ્યવહાર થતો હોય અર્થાત વેદ્યસંવેદ્યપદની વ્યવહારસ્વરૂપ પ્રવૃત્તિનું નિમિત્ત તાદશ સંવેદનને માનવાનું હોય તો મહામુનિ શ્રી માતુષાદિમાં તાદશ સંવેદન ન હોવાથી તેઓશ્રીમાં વેદ્યસંવેદ્યપદને નહિ માનવાનો પ્રસંગ આવશે. એના નિવારણ માટે તાદશ સંવેદનની યોગ્યતાને જ વેદ્યસંવેદ્યપદના વ્યવહારનું નિમિત્ત માનવામાં આવે તો માણતુષાદિ મહાત્માઓમાં તેવા પ્રકારની યોગ્યતા હોવાથી વેદસંવેદ્યપદ માનવામાં કોઈ દોષ નથી. પરંતુ એવા પ્રકારની યોગ્યતા તો મિત્રાદિ ચારેય દૃષ્ટિઓમાં પણ સંભવે છે. તેથી પહેલી ચાર દષ્ટિઓ વખતે પણ વેદ્યસંવેદ્યપદ માનવાનો પ્રસંગ આવશે. આ રીતે બંન્ને રીતે યદ્યપિ દોષ છે, પરંતુ વેદ્યસંવેદ્યપદની પ્રવૃત્તિનું નિમિત્ત; તાદશ સંવેદન કે તેની યોગ્યતા મનાતું નથી પણ ગ્રંથિભેદના કારણે ઉત્પન્ન રુચિવિશેષ મનાય છે. તેથી કોઈ દોષ નથી. કારણ કે માષતુષાદિ મહાત્માઓમાં તાદેશરુચિવિશેષ છે અને મિત્રાદિ ચાર દષ્ટિઓમાં ગ્રંથિભેદ થયેલો ન હોવાથી તાદેશ રુચિવિશેષ ત્યાં નથી. વેદ્યનું સંવેદન જ્યાં છે, તેને વેદસંવેદ્યપદ ૨૨૮ તારાદિત્રય બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy