SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળવાની પ્રવૃત્તિનો અભાવ હોય તો પણ સાંભળવાની ઇચ્છા હોય તો ચોક્કસ જ કર્મક્ષય થાય છે....... કહેવાનો આશય એ છે કે આ શુશ્રષા બોધસ્વરૂપ પાણીની પ્રાપ્તિ માટે પાણીની સેર-સરવાણી જેવી છે. જ્યાં પણ ભૂમિમાં એવી સરવાણી હોય ત્યાં ખોદવાથી નિરંતર પાણીનો પ્રવાહ પ્રાપ્ત થયા જ કરે છે. પરંતુ જયાં એવી સરવાણી ન હોય ત્યાં ખોદવાથી જેમ પાણી મળતું નથી અને માત્ર શ્રમ જ પ્રાપ્ત થાય છે તેમ અહીં પણ શુશ્રુષાના અભાવે શ્રવણ નિરર્થક બને છે. તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. કોઈ વાર શુશ્રુષા હોવા છતાં સંયોગવશ શ્રવણની પ્રવૃત્તિના અભાવમાં પણ કર્મક્ષય સ્વરૂપ ફળ; નિશ્ચિત જ પ્રાપ્ત થાય છે. આથી સમજી શકાશે કે શુશ્રુષાના ભાવમાં ફળની પ્રાપ્તિ થાય છે અને તેના અભાવમાં ફળની પ્રાપ્તિ થતી નથી. અનુક્રમે આ અન્વય અને વ્યતિરેકથી બોધાદિ સ્વરૂપે ફળની પ્રાપ્તિમાં આ શુશ્રુષા જ મુખ્ય કારણ છે. શ્રવણના અભાવમાં પણ એને ટકાવી રાખવી જોઇએ કે જેથી કર્મક્ષય તો થયા કરે! આજે લગભગ તદન વિપરીત દશા છે. શુશ્રુષાના અભાવમાં પણ શ્રવણની પ્રવૃત્તિ ચિકાર છે. સાંભળવા ખાતર સાંભળવાથી કોઈ લાભ નથી. હજામની પાસે સૂતાં સૂતાં કથાનું શ્રવણ કરનાર રાજા-મહારાજાની જેમ સાંભળવાથી શુશ્રુષાના અભાવે બોધની પ્રાપ્તિ શક્ય નહીં બને. બોધની કેટલી આવશ્યકતા છે ? એ આ દૃષ્ટિને પામેલાને સમજાવવાની આવશ્યકતા નથી. તેઓ સારી રીતે એ સમજે છે. અજ્ઞાન જેવું કોઇ દુઃખ નથી, એની પીડાનો જેણે અનુભવ કર્યો હોય તે તેને દૂર કરવા પ્રયત્ન કર્યા વિના ન જ રહે- એ સમજવાનું અઘરું નથી. ૨૨-૧૪ll ક્ષેપના અભાવનું ફળ જણાવાય છે योगारम्भ इहाक्षेपात्, स्यादुपायेषु कौशलम । ૩થમાને તરો તૃષ્ટા, પરસેવેન વીનતા રર-૭/ योगेति-इह बलायामक्षेपादन्यत्र चित्ताभ्यासाद्योगारम्भे उपायेषु योगसाधनेषु कौशलं दक्षत्वं भवति, उत्तरोत्तरमतिवृद्धियोगादिति भावः । उप्यमाने तरौ पयःसेकेन पीनता दृष्टा, तद्वदिहाप्यक्षेपेणैवमतिपीनत्वलक्षणमुपायकौशलं स्याद् । अन्यथा पूर्णपयःसेकं विनोप्तस्य तरोरिव प्रकृतानुष्ठानस्य कार्यमेवाકૌશલ્તત્તક્ષણં ચાહિતિ ભાવ: રર-૧૧ આ બલાદષ્ટિમાં ક્ષેપનો અભાવ હોવાથી યોગના આરંભમાં તેનાં સાધનોના વિષયમાં કુશળતા પ્રાપ્ત થાય છે. વવાતાં વૃક્ષોમાં પાણીના સિંચનથી પુષ્ટતા દેખાય છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગની સાધનામાં અવરોધ કરનારા એવા આઠ દોષોમાં ત્રીજો ક્ષેપ નામનો દોષ છે, જેનો અભાવ આ ત્રીજી દૃષ્ટિમાં હોય છે. આરંભેલી ક્રિયાને છોડીને બીજી બીજી ક્રિયામાં જે ચિત્ત જાય છે તેને ક્ષેપ નામનો દોષ કહેવાય છે. આ દોષને લઈને ક્રિયામાં સાતત્ય રહેતું નથી, અને તેથી આરંભેલી ક્રિયા ઈષ્ટની ૨૧૬ તારાદિત્રય બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy