SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિમાં યોગના બીજા અંગભૂતનિયમની પ્રાપ્તિ થાય છે. એનિયમનું સ્વરૂપવર્ણવાય છે– नियमाः शौचसन्तोषौ स्वाध्यायतपसी अपि । देवताप्रणिधानं च योगाचार्यरुदाहृताः ॥२२-२॥ नियमा इति-शौचं शुचित्वं, तद्विविधं, बाह्यमाभ्यन्तरं च, बाह्यं मृज्जलादिभिः कायप्रक्षालनम्, आभ्यन्तरं मैत्र्यादिभिश्चित्तमलप्रक्षालनं । सन्तोषः सन्तुष्टिः । स्वाध्यायः प्रणवपूर्वाणां मन्त्राणां जपः । तपः कृच्छ्रचान्द्रायणादि । देवताप्रणिधानमीश्वरप्रणिधानं सर्वक्रियाणां फलनिरपेक्षतया ईश्वरसमर्पणलक्षणम् । एते योगाचार्यः पतञ्जल्यादिभिर्नियमा उदाहृताः । यदुक्तं-“शौचसन्तोषतपः-स्वाध्यायेश्वरप्रणिઘાનનિ નિયમ:” તિ [ર-રૂ૨] IIરર-રા. શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને દેવતાનું પ્રણિધાન : આ પાંચ નિયમ છે – એમ યોગાચાર્યોએ જણાવ્યું છે – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે – શુચિત સ્વરૂપ શૌચ છે. બાહ્ય અને આત્યંતર ભેદથી એ શૌચ બે પ્રકારનું છે. માટી અને પાણી વગેરેથી કાયાનું પ્રક્ષાલન કરવા સ્વરૂપ બાહ્ય શૌચ (પવિત્રતા) છે અને આત્યંતર શૌચ મૈત્રી, પ્રમોદ વગેરે ભાવનાથી ચિત્તનું પ્રક્ષાલન કરવા સ્વરૂપ છે. સંતુષ્ટિ સ્વરૂપ સંતોષ પ્રસિદ્ધ છે. પ્રણવ(કાં)પૂર્વક મંત્રોના જાપ સ્વરૂપ સ્વાધ્યાય છે. કચ્છ અને ચાંદ્રાયણ વગેરે તપ છે. કૃષ્કૃતપ અને ચાંદ્રાયણ તપ વગેરે તપનું સ્વરૂપ બારમી યોગપૂર્વસેવા બત્રીશીમાં જણાવ્યું છે. (જુઓ બારમી બત્રીશી, શ્લો.નં. ૧૯-૧૮..) ત્યાંથી એનું સ્વરૂપ યાદ કરી લેવું જોઈએ. લૌકિક તપનું એ સ્વરૂપ છે. લોકોત્તરપ્રસિદ્ધ તપનું સ્વરૂપ તેની અપેક્ષાએ જુદું છે. સામાન્ય રીતે પાંચ નિયમો લોકમાં પ્રસિદ્ધ હોવાથી લોકપ્રસિદ્ધ તપનું અહીં વર્ણન છે. આમ પણ મિત્રાદિ ચાર દૃષ્ટિઓ લોકમાં પણ સંભવે છે. તેથી અહીં તારાદષ્ટિમાં પ્રાપ્ત થયેલા નિયમમાં અંતર્ગત તપ, લોકને આશ્રયીને જણાવ્યો છે. ઈશ્વરપ્રણિધાન સ્વરૂપ દેવતાપ્રણિધાન છે. જેટલાં પણ આપણે સત્કર્મ કરીએ; તે બધાંય સત્કર્મોના ફળની અપેક્ષા રાખ્યા વિના તેનું પરમાત્માને સમર્પણ કરવું - એ ઇશ્વરપ્રણિધાન છે. શૌચ સંતોષ સ્વાધ્યાય તપ અને ઇશ્વરપ્રણિધાન : આ પાંચને પતંજલિ વગેરે યોગાચાર્યોએ નિયમ તરીકે વર્ણવ્યા છે. “શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન : નિયમ છે.' - આ પ્રમાણે યોગસૂત્રમાં(૨-૩૨માં જણાવ્યું છે. ૨૨-રા શૌચ-નિયમનું તેના ફળને આશ્રયીને નિરૂપણ કરાય છે शौचभावनया स्वाङ्गजुगुप्साऽन्यैरसङ्गमः । सत्त्वशुद्धिः सौमनस्यैकाग्र्याक्षजययोग्यता ॥२२-३॥ ૨૦૪ તારાદિત્રય બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy