________________
ઓગણીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગાવંચક; ક્રિયાવંચક અને ફલાવંચક: આ ત્રણ પ્રકારનો અવંચક યોગ છે. યોગાદિને આશ્રયીને જેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેને યોગાવંચકાદિ યોગ કહેવાય છે.
સામાન્ય રીતે યોગ, ક્રિયા અને ફળ : આ સંસારમાં આપણે પામતા જ હોઇએ છીએ. પરંતુ તે સાધુને આશ્રયીને ન હોવાથી અવંચક્યોગની પ્રાપ્તિ થતી નથી. યોગ સાધુ મહાત્માનો થવો જોઇએ. વંદનાદિ ક્રિયા તેઓશ્રીની પ્રત્યે થવી જોઈએ અને તે ક્રિયાનું ફળ પણ અવશ્ય પ્રાપ્ત થવું જોઇએ. ધર્મક્રિયા કરવાનું મન થાય ત્યારે પૂ. સાધુમહાત્માનો યોગ જ ન મળે. એવો યોગ મળે તો ગમે તે કારણે તેઓશ્રીને વંદનાદિ ન કરીએ અને કોઈ વાર કરીએ તો જેમ-તેમ કરીએ... ઇત્યાદિ કારણે વિવક્ષિત ફળથી વંચિત રહીએ - આવો અનુભવ તો આપણને પૂરતા પ્રમાણમાં છે, જેના મૂળમાં અવંચકયોગના ઉદયનો અભાવ છે.
મિત્રાદેષ્ટિમાં એવું બનતું નથી. સહજપણે તેમને સદ્ગુરુનો યોગ વગેરેની પ્રાપ્તિ થાય છે. એનું કારણ અવંચક યોગનો ઉદય(આવિર્ભાવ) છે. આને જ અવ્યક્તસમાધિ કહેવાય છે. અવ્યક્તસમાધિના અધિકારમાં તેનો પાઠ હોવાથી આ ત્રણ અવંચકયોગ; અવ્યક્તસમાધિ તરીકે પ્રસિદ્ધ છે.
બાણના લક્ષ્યની ક્રિયા જેવો અવિસંવાદી અવંચક યોગ છે. બાણ જેવી રીતે ચોક્કસ જ લક્ષ્ય વધે છે, અન્યથા લક્ષ્ય વીંધાય જ નહિ તો તે બાણની ક્રિયા ગણાય જ નહિ તેમ સદ્યોગાવંચકાદિ યોગ પણ સદ્ગુરુયોગાદિને અવશ્ય પ્રાપ્ત કરાવનાર હોવાથી અવિસંવાદી જ છે... ઇત્યાદિ અન્યત્રથી સમજી લેવું જોઇએ. //ર૧-૧લા સ-સામાદિનું અંતરંગ જ કારણ છે, તે જણાવાય છે–
हेतुरत्रान्तरङ्गश्च, तथा भावमलाल्पता । ज्योत्स्नादाविव रत्नादिमलापगम उच्यते ॥२१-२०॥
हेतुरिति-अत्र सत्प्रणामादौ । अन्तरङ्गश्च हेतुः । तथा भावमलस्य कर्मसम्बन्धयोग्यतालक्षणस्याल्पता । ज्योत्स्नादाविव रलकान्त्यादाविव रत्नादिमलापगम उच्यते । तत्र मृत्पुटपाकादीनामिवात्र સદ્યો વીનાં નિમિત્તત્વેર્નવોપયો વિતિ ભાવઃ ર૧-૨૦|ી.
આશય એ છે કે સત્પણામાદિનું નિમિત્ત; અવંચક યોગના આવિર્ભાવથી પ્રાપ્ત થનાર સોગાદિ છે, તે બાહ્ય કારણ છે. પરંતુ અવંચકયોગ આત્મપરિણામસ્વરૂપ હોવાથી તેના ફળ સ્વરૂપે પ્રાપ્ત થનાર આત્મપરિણામ કયો છે કે જે સત્યભામાદિનું અંતરંગ નિમિત્ત છે... આ પ્રશ્નનું સમાધાન આ વસમા શ્લોકથી કરાય છે.
૧૯૦
મિત્રા બત્રીશી