SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાંગે શ્રી અરિહંતપરમાત્માને પ્રણામ કરવો; તેઓશ્રીને પ્રદક્ષિણા આપવી... વગેરે યોગનાં અનુત્તમ કોટીનાં બીજ છે. શ્લોકમાં સંશુદ્ધ આ પદ, અશુદ્ધ પ્રણામાદિના વ્યવચ્છેદ માટે છે. અશુદ્ધ પ્રણામાદિ સામાન્યથી યથાપ્રવૃત્તકરણ વખતે હોય છે. ગ્રંથિદેશે આવેલા જીવોને એ યથાપ્રવૃત્તકરણ હોય છે, જે અભવ્યાત્માઓને તેમ જ અચરમાવર્તકાળમાં ભવ્યાત્માઓને પણ હોય છે. એથી આ કરણ (ગ્રંથિદેશને પ્રાપ્ત કરાવનાર આત્મપરિણામ); યોગના બીજ સ્વરૂપે વર્ણવાનું નથી. નદીના ગોળ પથ્થરોની જેમ કર્મની સ્થિતિનો પરિભોગ કરતાં કરતાં જ્યારે પણ આયુષ્યકમ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ઓછી (અંતઃકોટાકોટી સાગરોપમ) હોય છે; ત્યારે તે આત્માઓ ગ્રંથિદેશને પ્રાપ્ત હોય છે. તે વખતના તેમના આત્મપરિણામને યથાપ્રવૃત્તિ-કરણ કહેવાય છે. આવી સ્થિતિ જીવને આ ભવચક્રમાં અનંતી વાર પ્રાપ્ત થતી હોય છે. જ્યાં એક મિથ્યાત્વ-મોહનીય કર્મની જ ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોટાકોટી સાગરોપમની હોય છે, ત્યાં આટલી લઘુભૂત કર્મની સ્થિતિ અનંતી વાર પ્રાપ્ત થવા છતાં આજ સુધી એનો લાભ આપણે લઈ શક્યા નહીં. એનું કારણ આપણી અજ્ઞાનદશા છે. ગ્રંથિદેશે આવ્યા પછી પણ ગ્રંથિને ઓળખવા દૃષ્ટિની આવશ્યકતા હોય છે, જે આ યથાપ્રવૃત્તિકરણના કાળમાં પ્રાપ્ત થતી નથી. આ કાળમાં થનારા પ્રણામાદિ (પંચાંગ-પ્રણિપાતાદિ) શુદ્ધ હોતા નથી. સંશુદ્ધપ્રણામાદિ જ યોગનાં બીજ છે. અહીં વર્ણવેલા કુશલચિત્તાદિ બધા સમુદાયરૂપે અથવા સ્વતંત્રરૂપે દરેક યોગનાં ઉત્તમોત્તમ બીજ છે. કારણ કે તેના વિષયભૂત શ્રી જિનેશ્વરદેવો અનુત્તમ (સર્વોત્તમ) છે. તેથી તે પરમતારક પરમાત્માને વિશે કુશલચિત્તાદિ અનુત્તમ બીજ છે... ઈત્યાદિ સમજી શકાય છે. /ર૧-૮ ઉપર જણાવેલા યોગના બીજની પ્રાપ્તિ જ્યારે થાય છે તે સમયને જણાવાય છે चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः । प्रतिबन्धोज्झितं शुद्धमुपादेयधिया हादः ॥२१-९॥ चरम इति-अदो हि एतच्च चरमेऽन्त्ये पुद्गलावर्ते भवति । तथाभव्यत्वस्य पाकतो मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाग्माधुर्यसिद्धेः । प्रतिबन्धेनासङ्गेनोज्झितमाहारादिसंज्ञोदयाभावात् फलाभिसन्धिरहितत्वाच्च । तदुपात्तस्य तु स्वतः । प्रतिबन्धसारत्वाद् । अत एवोपादेयधियाऽन्यापोहेनादरणीयत्वबुद्ध्या शुद्धं । तदुक्तम्-‘उपादेयधियात्यन्तं संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं संशुद्धं ह्येतदीदृशम् Iછા” ર૭-// “તથાભવ્યત્વના પરિપાકથી છેલ્લા પુદ્ગલાવર્ત કાળમાં ફળની અભિસંધિથી રહિત ઉપાદેયબુદ્ધિથી આ યોગનું બીજ શુદ્ધ મળે છે. (અન્યકાળે કોઇ પણ રીતે આવું શુદ્ધ યોગનું બીજ પ્રાપ્ત થતું નથી.)” – આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે, તથાભવ્યત્વ એક પરિશીલન ૧૮૧
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy