SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશકપ્રકરણમાં (૧૬-૧૪) વર્ણવેલા અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, પરિશુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ : આ યોગને અનુકૂળ આઠ ગુણો છે. અદ્વેષાદિ તે તે ગુણમાં રહેલાને તે તે દૃષ્ટિ અનુક્રમે હોય છે. પ્રત્યેક દૃષ્ટિના વર્ણન વખતે યોગનાં તે તે અંગો, પ્રતિબંધક દોષો અને સાધક ગુણોનું વર્ણન કરાશે. અહીં સામાન્યથી તેનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ જાણવું. અહિંસાદિ પાંચ યમ છે. શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઇશ્વરનું ધ્યાન ઃ આ પાંચ નિયમ છે. સુખકારક સ્થિર પદ્માસનાદિ, આસન છે. શ્વાસપ્રશ્વાસની સ્વાભાવિક ગતિનો અભાવ, પ્રાણાયામ છે. વિષયના વિકારોની સાથે ઇન્દ્રિયોનું ન જોડાવું તે, પ્રત્યાહાર છે. મનની સ્થિરતા, ધારણા છે. ધ્યાન, ચિત્તની એક વિષયમાં એકાગ્રતા સ્વરૂપ છે અને ધ્યેયમાં લીનતા સ્વરૂપ સમાધિ છે. ક્રિયામાં પ્રવૃત્તિના અભાવની કારણ સ્વરૂપ શ્રાન્તતા, ખેદ છે. ક્રિયામાં સુખનો અભાવ, ઉદ્વેગ છે. પ્રવૃત્તિના વિષયથી અન્યત્ર ચિત્તનું જવું તે ક્ષેપ છે. ચિત્તની અપ્રશાંતવાહિતા, ઉત્થાન છે. ભ્રમસ્વરૂપ ભ્રાંતિ છે. પ્રવૃત્તિના વિષયથી બીજા વિષયમાં હર્ષ, અન્યમુદ્ છે. પ્રવૃત્તિનો ભંગ કે તેમાં પીડા, રુચ્ છે અને આસક્તિસ્વરૂપ આસંગ છે. તત્ત્વ પ્રત્યે અપ્રીતિનો અભાવ, અદ્વેષ છે. તત્ત્વ જાણવાની ઇચ્છા, જિજ્ઞાસા છે. તત્ત્વશ્રવણની ઇચ્છા, શુશ્રુષા છે. તત્ત્વ સાંભળવા સ્વરૂપ શ્રવણ છે. તત્ત્વનો અવગમ, બોધ છે. તત્ત્વની સદ્વિચારણાને મીમાંસા કહેવાય છે. તત્ત્વનો ભાવપૂર્વકનો નિશ્ચય પરિશુદ્ધ પ્રતિપત્તિ છે અને તત્ત્વવિષયક અનુષ્ઠાન સ્વરૂપ પ્રવૃત્તિ છે. આ આઠ પ્રકારે તત્ત્વની પ્રાપ્તિ થાય છે... ઇત્યાદિ યાદ રાખવું. ઉપર જણાવ્યા મુજબ એક યોગ(યોગાંગ) એક દોષનો પરિહાર અને એક ગુણની પ્રાપ્તિ તે તે દૃષ્ટિમાં અનુક્રમે હોય છે. II૨૦-૨૭ણા ઉપર જણાવ્યા મુજબ તે તે દૃષ્ટિ કોને હોય છે તે જણાવ્યું. હવે એમાં બે વિભાગને આશ્રયીને તેના આશ્રયાદિ જણાવાય છે— आद्याश्चतस्रः सापायपाता मिथ्यादृशामिह । तत्त्वतो निरपायाश्च, भिन्नग्रन्थेस्तथोत्तराः || २०-२८॥ आद्या इति-आद्याश्चतस्रो मित्राद्या दृष्टय इह जगति मिथ्यादृशां भवति । सापायपाता दुर्गतिहेतुकर्मबलेन तन्निमित्तभावादपायसहिताः । कर्मवैचित्र्याद्भ्रंशयोगेन सपाताश्च । न तु सपाता एव, ताभ्यस्तदुत्तरभावादिति । तथोत्तराश्चतस्रः स्थिराद्या दृष्टयो भिन्नग्रन्थेस्तत्त्वतः परमार्थतश्च निरपायाः । श्रेणिकादीनामेतदभावोपात्तकर्मसामर्थ्ये हि तस्यापायस्यापि सद्दृष्ट्यविघातेन तत्त्वतोऽनपायत्वाद्वज्रतण्डुलवत्पाकेन तदाशयस्य कायदुःखभावेऽपि विक्रियानुपपत्तेः । योगाचार्या एवात्र प्रमाणं । तदुक्तं - " प्रतिपात - યુતાશાવાશ્ચતો નોત્તરાસ્તથા । સાવાયા વિ ચૈતાસ્તત્વતિપાતેન નેતરાઃ |9||” કૃતિ ૨૦-૨૮॥ એક પરિશીલન ૧૬૫
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy