SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ तदवबोधश्चन्द्रचन्द्रिकाभास्समानः, सद्ध्यानरूप एव सर्वदा, विकल्परहितं मनः, तदभावेनोत्तमं सुखम्, आरूढारोहणवन्नानुष्ठानं प्रतिक्रमणादि, परोपकारित्वं, यथाभव्यमवन्ध्या क्रियेति । तथा क्रमेण मित्राद्यनुक्रमेणेक्ष्वादिसन्निभा दृष्टिः, इक्षुरसककुबगुडकल्पाः खल्वाद्याश्चतस्रः खण्डशर्करामत्स्यण्डवर्षोलकसमाश्चाग्रिमा इत्याचार्याः । इक्ष्वादिकल्पानामेव रुच्यादिगोचराणां संवेगमाधुर्यभेदोपपत्तेः, नलादिकल्पानामમાનાં સંવેTHધુર્યશૂન્યત્વવિતિ //ર૦-રદા “તૃણ (ઘાસ), ગોમય (છાણાં), કાષ્ઠના અગ્નિકણની અને દીપપ્રભાની ઉપમાવાળી તેમ જ રત્ન, તારા, સૂર્ય અને ચંદ્રની આભા જેવી કાંતિવાળી, ઇક્ષુ (શેલડી) વગેરે જેવી ક્રમે કરી. મિત્રા તારા બલા દીધા વગેરે દષ્ટિઓ છે.” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. એના ભાવાર્થને સ્પષ્ટ કરતાં ટીકામાં જણાવ્યું છે કે મિત્રાદષ્ટિ તૃણના અગ્નિના કણની ઉપમાવાળી છે. અર્થાતું એ મિત્રાદષ્ટિનો બોધ તૃણના અગ્નિકણ જેવો અત્યંત અલ્પ અને અલ્પસ્થિતિવાળો હોય છે. તાત્ત્વિક રીતે એથી કોઈ અભીષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. કારણ કે યથાસ્થિત પ્રવૃત્તિના આરંભકાળ સુધી તે બોધનું અવસ્થાન નથી. તૃણના અગ્નિના કણના પ્રકાશમાં જે કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કરીએ ત્યાં તો તે અગ્નિ જેમ બુઝાઈ જાય છે તેમ અહીં પણ સારી રીતે પ્રવૃત્તિનો આરંભ કરીએ ના કરીએ ત્યાં તો બોધ જતો રહે છે. તેથી અભીષ્ટ કાર્યની નિષ્પત્તિ માટે અહીં સામર્થ્ય રહેતું નથી. તેથી અલ્પ સામર્થ્યના કારણે અત્યંત ઉત્કટ એવી સ્મૃતિના બીજભૂત સંસ્કારોના આધાનની ઉપપત્તિ થતી નથી. આ રીતે વિકલ પ્રયોગ(ભલીવાર વિનાનો)ના કારણે અહીં વંદનાદિ અનુષ્ઠાનો ભાવથી થતાં નથી. પરંતુ દ્રવ્યથી થાય છે. તારાદષ્ટિ છાણાના અગ્નિના કણ જેવી છે; અર્થાત્ આ દૃષ્ટિનો બોધ ગોમયાગ્નિકણ જેવો છે. આ દષ્ટિ પણ મિત્રાદષ્ટિ જેવી જ છે. સહેજ ફરક છે. પરંતુ એથી તાત્ત્વિક દૃષ્ટિએ કોઈ વિશિષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. વિશિષ્ટ સ્થિતિ અને વીર્ય(સામર્થ્ય)ની વિકલતાને લઈને મૃતિની પટુતા(દઢતા) સિદ્ધ થતી નથી. અને તેથી તેના અભાવે પ્રયોગ પ્રવૃત્તિ)ની વિકલતાના કારણે તે કાર્યનો અભાવ થાય છે અર્થાત્ વિવલિત કાર્ય થતું નથી. બલાદેષ્ટિનો બોધ કાષ્ઠના અગ્નિકણ જેવો છે. પહેલી અને બીજી દષ્ટિના બોધની અપેક્ષાએ થોડો વિશિષ્ટ એવો અહીં બોધ છે. તેને લઈને અહીં બોધની સ્થિતિ અને વીર્ય થોડું અધિક હોય છે. તેથી લગભગ અહીં પહુસ્મૃતિ હોય છે. યોગની પ્રવૃત્તિના પ્રયોગકાળમાં સ્મૃતિ વિદ્યમાન હોવાથી યોગની પ્રવૃત્તિના અર્થની પ્રીતિને કારણે તેમાં થોડો પ્રયત્ન થાય છે. ચોથી દીપ્રાદષ્ટિ દીપપ્રભાદેવી છે. અહીં દીપની પ્રભા જેવો બોધ હોય છે. આ પૂર્વેની ત્રણેય દૃષ્ટિ કરતાં અહીં વિશિષ્ટતર બોધ હોય છે – એ સમજી શકાય છે. આથી અહીં બોધની સ્થિતિ અને વીર્ય(ઉલ્લાસ-સામર્થ્ય) ઉદગ્ર(ઉત્કટ) હોય છે. તેથી યોગ પ્રવૃત્તિ વખતે પટુ પણ સ્મૃતિ હોય છે. આમ હોવા છતાં વંદનાદિની પ્રવૃત્તિ દ્રવ્યથી થાય છે. પરંતુ પ્રયત્નવિશેષથી ૧૬૨ યોગાવતાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy