SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ उभयोरिति-उभयोरीश्वरात्मनोः । तत्स्वभावत्वभेदे च व्यक्तिकालफलादिभेदेन विचित्रानुग्राह्यानुग्राहकस्वभावभाजनत्वे च परिणामिता स्यात् स्वभावभेदस्येव परिणामभेदार्थत्वात् । तथा चापसिद्धान्तः । ज्ञानादिधर्माणामत्युत्कर्षेणेश्वरसिद्धिरित्यपि च नास्ति । यतो धर्माणामत्युत्कर्षः साध्यमानो ज्ञानादाविवान्यत्राज्ञानादावतिप्रसञ्जकोऽनिष्टसिद्धिकृदत्युत्कृष्टज्ञानादिमत्तयेश्वरस्येव तादृशाज्ञानादिमत्तया तत्प्रतिपक्षस्यापि सिद्ध्यापत्तेः । इत्थं च ज्ञानत्वमुत्कर्षापकर्षानाश्रयवृत्ति, उत्कर्षापकर्षाश्रयवृत्तित्वात्, महत्त्ववदित्यत्र ज्ञानत्वं न तथा, चित्तधर्ममात्रवृत्तित्वाद्, अज्ञानवदिति प्रतिरोधो द्रष्टव्यः । प्रकृतिपुरुषसंयोगवियोगौ च यदि तात्त्विको तदात्मनोऽपरिणामित्वं न स्यात्, तयोढेिष्टत्वेन तस्य जन्यधर्मानाश्रयत्वक्षतेः, नो चेत्कयोः कारणमीश्वरेच्छा । किं च प्रयोजनाभावादपि नेश्वरो जगत् कुरुते । न च परमकारुणिकत्वातानुग्रह एवास्य प्रयोजनमिति भोजस्य वचनं साम्प्रतम्, इत्थं हि सर्वस्यायमिष्टमेव सम्पादयेदित्यधिकं शास्त्रवार्ताસમુદ્ઘવિવરને II9-દા. ઇશ્વર અને આત્મા બંન્નેનો તેવો સ્વભાવ માનવામાં આવે તો ઇશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસંગ આવશે. જ્ઞાનાદિ ધર્મોનો ઉત્કર્ષ માનવામાં આવે તો બીજે પણ ઉત્કર્ષ માનવાનો પ્રસંગ આવશે.” આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માત્ર પરમાત્માનો અનુગ્રાહક સ્વભાવ માનવાથી જીવને યોગની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી જીવમાં અનુગ્રાહ્ય સ્વભાવ માનવો જોઇએ. આ રીતે પરમાત્મા અને જીવ : એ બંન્નેનો અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવ માની લેવાય છે. દરેક આત્માને એક જ કાળમાં અને એક જ પ્રકારની યોગસિદ્ધિ સ્વરૂપ ફળ પ્રાપ્ત થતું નથી. તેથી વ્યક્તિ, કાળ અને ફળની ભિન્નતાએ તે અનુગ્રાહ્યાનુગ્રાહક સ્વભાવમાં પણ ભેદ માન્યા વિના ચાલે એવું નથી. અને તેથી એ રીતે સ્વભાવભેદ માનવાથી ઈશ્વરાદિને પરિણામી માનવાનો પ્રસંગ આવશે. કારણ કે સ્વભાવની ભિન્નતા જ પરિણામની ભિન્નતા સ્વરૂપ છે. આથી સમજી શકાશે કે ઇશ્વરાદિને પરિણામી માનવાથી પાતંજલોને સ્વસિદ્ધાંતની હાનિનો પ્રસંગ આવે છે. આવું તો કોઈ પણ ન કરે કે જેથી અપસિદ્ધાંતનો સ્વીકાર કરવો પડે. આ પૂર્વે જ્ઞાનાદિ ધર્મોના ઉત્કર્ષથી ઈશ્વરની સિદ્ધિ કરી છે તે પણ યોગ્ય નથી. કારણ કે જ્ઞાનાદિમાં જે રીતે ઉત્કર્ષને સિદ્ધ કરાય છે તે રીતે તે ઉત્કર્ષ તો અજ્ઞાનાદિમાં પણ સિદ્ધ થઈ શકે છે. કારણ કે તરતમતાવાળા ધર્મો કોઈ સ્થાને પરાકાષ્ઠા(ઉત્કર્ષ)ને પ્રાપ્ત કરે છે; એમ માનીએ તો તરતમતાવાળું અજ્ઞાન પણ કોઈ સ્થાને પરાકાષ્ઠાને પ્રાપ્ત કરનારું બને. પરંતુ એવું મનાતું નથી. અત્યુત્કૃષ્ટ જ્ઞાનાદિના આશ્રય તરીકે ઇશ્વરની સિદ્ધિ થાય તો અત્યુત્કૃષ્ટ (ગાઢ) અજ્ઞાનાદિના આશ્રય તરીકે ઇશ્વરથી તદ્દન વિરુદ્ધ (તેના પ્રતિપક્ષ) વ્યક્તિની પણ સિદ્ધિ માનવાનો પ્રસંગ આવશે. આથી સ્પષ્ટ છે કે “જ્ઞાનમુíપનાશ્રવૃત્તિ, ઉર્જાપાશ્રય ઇશાનુગ્રહવિચાર બત્રીશી ૧૨
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy