SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ अत्रैवेति-अत्रैव सास्मितसमाधावेव ये कृततोषाः परमात्मानवेक्षिणः परमपुरुषादर्शिनः, ते हि चित्ते प्रकृतौ लयं गते सति प्रकृतिलया उच्यन्ते ।।२०-८।। આ અસ્મિતાનુગતસમાધિમાં જ જેઓ સંતુષ્ટ થયા છે તે પરમાત્મતત્ત્વને નહિ જોનારા, પ્રકૃતિમાં ચિત્ત લય પામે છતે “પ્રકૃતિલય' તરીકે કહેવાય છે.”.આ પ્રમાણે આઠમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે આ અસ્મિતાનુગતસમાધિમાં ગ્રહીતૃસમાપત્તિનું પરિભાસન છે. ગ્રાહ્ય અને ગ્રહણ સમાપત્તિના વિષયની અપેક્ષાએ ગ્રહીતૃસમાપત્તિના વિષયની સૂક્ષ્મતા છે. સ્થૂલ વિષયોના પરિભાવન પછી ક્રમે કરીને સૂક્ષ્મ સૂક્ષ્મતરાદિ વિષયોનું પરિભાવન થતું હોય છે એ વસ્તુ સમજી શકાય છે. પાંચ મહાભૂતો પૃથ્વી પાણી... વગેરે), ગંધાદિ પાંચ તન્માત્રાઓ અને અહંકારાદિનું પરિભાવન સાનંદસમાધિમાં થયા પછી, સાસ્મિતસમાધિમાં પ્રતિલોમ(સ્થૂલથી સૂક્ષ્મમાં જવા સ્વરૂપ) પરિણામથી અહંકાર, પ્રકૃતિ અને અહંકારો પાધિક પુરુષનું પરિભાવન હોય છે. આ અવસ્થામાં જયારે સાધક તેમાં જ સંતોષ માની પ્રકૃતિમાં લીન બને છે ત્યારે ચિત્ત પ્રકૃતિમાં લય પામે છે. આ વખતે નિરુપાધિક શુદ્ધ પુરુષનું પરિભાવન ન હોવાથી સાધક પરમપુરુષને જોતો નથી. તેથી આ અવસ્થામાં રહેલા સાધકને “પતિન' કહેવાય છે. પરમપુરુષાદર્શી અવસ્થા હોવા છતાં અહીં સાધક; પરમપુરુષદર્શી અવસ્થાની ખૂબ જ પાસેની અવસ્થાનો અનુભવ કરે છે. આવી અવસ્થામાં લાખ મવંતર સુધી સાધકની સ્થિતિ માની છે. ૪૩ લાખ ૨૦ હજાર વર્ષના ચાર યુગ થાય છે અને ૨૫,૫૬૫ યુગચતુષ્ટયનું એક મવંતર થાય છે. (૪૩,૨૦,૦૦૦X૨૫,૫૬૫ x ૧,૦૦,૦૦૦= લાખ મવંતર) આટલા કાળ સુધી સમાધિમાં રહ્યા પછી પણ યોગીના સંસારનો અંત આવતો નથી. એ સમાધિકાળ પછી યોગી ફરીથી સંસારમાં (બાહ્યભાવમાં) આવે છે... ઇત્યાદિ તેના જ્ઞાતાઓ પાસેથી સમજી લેવું જોઇએ. /૨૦-૮ ચાર પ્રકારના ઉપર જણાવેલા સમાધિઓના વિષયનો વિભાગ જણાવાય છે– गृहीतृग्रहणग्राहसमापत्तित्रयं किल । अत्र सास्मितसानन्दनिर्विचारान्तविश्रमम् ॥२०-९॥ गृहीत्रिति-सास्मितसमाधिपर्यन्ते परं पुरुषं ज्ञात्वा भावनायां विवेकख्यातौ गृहीतृसमापत्तिः । सानन्दसमाधिपर्यन्ते ग्रहणसमापत्तिः । निर्विचारसमाधिपर्यन्ते च ग्राह्यसमापत्तिर्विश्रान्तेत्येतदर्थः ।।२०-९।। . “અહીં ગ્રહીતુ (ગૃહ), ગ્રહણ અને ગ્રાહ્ય સમાપત્તિ અનુક્રમે સાસ્મિત, સાનંદ અને નિર્વિચાર સમાધિના અંતમાં વિશ્રાંત હોય છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય લગભગ આ પૂર્વે જ વર્ણવ્યો છે. સાસ્મિતસમાધિના અંતે પરમપુરુષને જાણીને વિવેકખ્યાતિ (પ્રકૃતિથી સર્વથા ભિન્ન પુરુષ છે.. ઇત્યાઘાકારક જ્ઞાન)થી યુક્ત એવી ભાવનામાં એક પરિશીલન ૧૪૧
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy