SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શક્ય નહીં બને. પરંતુ સંવિગ્નપાક્ષિકોને પ્રવૃત્તચયોગી તરીકે વર્ણવાય છે, તેથી તેમના યમ(વિકલ પણ યમ)ને પ્રવૃત્તિયમ જ કહેવાય છે. પ્રવૃત્તિયમ માટે યમનું પાલન શાસ્ત્રનિયત (શાસ્ત્રયોગાનુસારી) જ હોવું જોઈએ એવો નિયમ નથી. વ્યવહારનયવિશેષની અપેક્ષાએ એ વિચારવું જોઈએ. ૧૯-૨દો સ્થિરયમનું સ્વરૂપ વર્ણવાય છે सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया । રહેતા રમસેવા તુ, તૃતીયો યમ ઉતે 99-૨ી सदिति-सतो विशिष्टस्य क्षयोपशमस्योत्कर्षादुद्रेकादतिचारादीनां चिन्तया रहिता तदभावस्यैव विनिश्चयात् । यमसेवा तु तृतीयो यमः स्थिरयम उच्यते ।।१९-२७।। “વિશિષ્ટ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિની ચિંતાથી રહિત જે યમનું પાલન છે તેને ત્રીજો સ્થિરમ કહેવાય છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પ્રવૃત્તિયમ અને સ્થિરયમ બંન્નેમાં યમનું પાલન તો હોય છે. પરંતુ ચારિત્રમોહનીયાદિ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમાદિના કારણે મહાવ્રતોના પાલનમાં કોઈ પણ અતિચાર લાગવાનો સંભવ રહેતો ન હોવાથી જ્યારે તે તે અતિચારોના અભાવનો નિશ્ચય થાય છે, ત્યારે તે યમના પાલનને સ્થિરયમ કહેવાય છે. ક્ષયોપશમના ઉત્કર્ષથી મહાવ્રતોના પાલનમાં અતિચાર - અનાચાર વગેરેનો ભય ન હોવાથી અતિચારાદિની ચિંતાથી રહિત એવીયમનીસેવારિયમમાં હોય છે. પ્રવૃત્તિયમમાં એવોલયોપશમનો ઉત્કર્ષ ન હોવાથી અતિચારાદિનો ભય હોવાથી અતિચારાદિની ચિંતા હોય છે. તેથી ત્યાં યમોનુંમહાવ્રતોનું પાલન અતિચારાદિની ચિંતાથી રહિત હોતું નથી... ઇત્યાદિ સ્પષ્ટ છે. I૧૯-૨થી. સિદ્ધિયમનું સ્વરૂપ વર્ણવાય છે– परार्थसाधिका त्वेषा, सिद्धिः शुद्धान्तरात्मनः । ન્જિયિન, ચતુર્થો યમ ઉચ્યતે |૧૬-૨૮ परार्थेति-परार्थसाधिका स्वसन्निधौ परस्य वैरत्यागादिकारिणी तु एषा यमसेवा सिद्धिः । शुद्धः क्षीणमलतया निर्मलोऽन्तरात्मा यस्य । अचिन्त्याया अनिर्वचनीयायाः शक्तेः स्ववीर्योल्लासरूपाया योगेन વાર્થો યમ ઉધ્યતે I9૧-૨૮ “શુદ્ધમનવાળા આત્માની અચિંત્ય શક્તિના યોગે બીજાના પ્રયોજન(કાય)ને સાધી આપનારી સિદ્ધિને ચતુર્થયમ-સિદ્ધિયમ કહેવાય છે.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ ૧૨૮ યોગવિવેક બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy