SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જ જાણે છે અને કોઈ સૂક્ષ્મને પણ જાણે છે. આ રીતે સર્વત્ર તરતમતાવાળું જ્ઞાન હોય છે. તે કોઈ સ્થાને પરાકાષ્ઠાને પામેલું હોવું જોઇએ એ નિયમથી પરમાત્મામાં સર્વજ્ઞતાનું કારણભૂત નિરતિશય (સર્વોત્કૃષ્ટ) જ્ઞાન સિદ્ધ થાય છે. આવી જ રીતે વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય વગેરે પણ પરમાત્મામાં પરાકાષ્ઠાને પામેલા છે. મુક્તાત્માઓમાં આવી અવસ્થા નથી. અનાદિથી તેઓ બદ્ધ હતા, કાલાંતરે તેઓ મુક્ત થયા છે અને ભવિષ્યમાં પાછા પરમાત્માની ઇચ્છાથી તેઓ સંસારમાં આવશે. તેથી મુક્તાત્માઓથી અતિરિક્ત પરમાત્મા છે, જેમના અનુગ્રહથી જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. [૧૬-all આ રીતે પરમાત્માને મુક્તાત્માઓથી અતિરિક્ત સિદ્ધ કરીને બ્રહ્માદિ દેવોથી પણ તેઓ અતિરિક્ત છે; તેમાં યુક્તિ જણાવાય છે– ऋषीणां कपिलादीनामप्ययं परमो गुरुः । तदिच्छया जगत्सर्वं, यथाकर्म विवर्त्तते ।।१६-४॥ ऋषीणामिति-अयमीश्वरः कपिलादीनामपि ऋषीणां परम उत्कृष्टो गुरुः । तदुक्तं-“स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदादिति' [१-२६] । तस्येश्वरस्येच्छया सर्वं जगद् यथाकर्म कर्मानतिक्रम्य विवर्तते उच्चावचफलभाग् भवति । न च कर्मणैवाऽन्यथासिद्धः, एककारकेण कारकान्तरानुपक्षयादिति भावः I/૧૬-૪|| “કપિલાદિ ઋષિઓના પણ ઉત્કૃષ્ટ ગુરુ ઈશ્વર છે. તેમની ઇચ્છાથી સમગ્ર જગત કર્મ પ્રમાણે ફળને અનુભવે છે.” આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પાતંજલદર્શનમાં સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી અનાદિશુદ્ધ ઈશ્વરનું નિરૂપણ કરાય છે. એ ઈશ્વરને બ્રહ્માદિસ્વરૂપ માની લેવાય તો તે તે સૃષ્ટિકાળની અપેક્ષાએ તે આદિમાન થઈ જાય, અનાદિ ન રહે. તેથી તેમને બ્રહ્માદિથી અતિરિક્ત માની લેવાય છે. તેમની અનાદિતાને આ શ્લોકમાં જણાવી છે. તે તે દર્શનના પ્રણેતા એવા કપિલાદિ ઋષિઓના પણ ઇશ્વર પરમગુરુ હોવાથી તેઓ અનાદિ છે. “ પૂર્વેષામાં પુર: વાનાનવચ્છતા” (૧-૨૬) ! આ સૂત્રથી જણાવ્યું છે કે ઈશ્વર કાળથી પરિમિત ન હોવાથી કપિલાદિ ઋષિઓના પણ પરમગુરુ છે. જેમ બ્રહ્માદિ દેવો સૃષ્ટિકાલાદિમાં હોય છે અને નથી હોતા તેથી તે કાલાવચ્છિન્ન છે તેમ ઈશ્વર કાલાવચ્છિન્ન નથી, તેમનું અસ્તિત્વ સદાને માટે છે. જેમનું અસ્તિત્વ કાલવિશેષમાં જ હોય છે તેમને કાલાવચ્છિન્ન(કાલપરિમિત) કહેવાય છે. કાળને લઇને જેમની ગણના થતી નથી એવા ઇશ્વરની ઇચ્છાથી સમગ્ર જગત પોતપોતાના કર્મના અનુસાર શ્રેષ્ઠ કે કનિષ્ઠ ફળને પ્રાપ્ત કરે છે. પોતાના કર્મથી વધારે પણ નહીં અને ઓછું પણ નહીં એવું કર્મના અતિક્રમણથી રહિત શુભ કે અશુભ ફળ; તે તે જીવોને ઇશ્વરની ઇચ્છાથી પ્રાપ્ત ૧૦ ઇશાનુગ્રહવિચાર બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy