SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇએ.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અરુણોદય રાત અને દિવસના અંતે અને શરૂઆતમાં થાય છે, તે જેમ રાત અને દિવસથી અતિરિક્ત નથી તેમ જ બંન્નેથી અનતિરિક્ત પણ નથી. કારણ કે તેને રાત-દિવસ સ્વરૂપ માનવાનું શક્ય નથી. રાત અને દિવસની પૂર્વે કે પછી થનાર અરુણોદયને તે બન્નેના અંશસ્વરૂપ માનવાનું શક્ય નથી. તેથી તેને રાત કે દિવસથી પૃથગુ કે અપૃથર્ માની શકાય એમ નથી. એવી જ રીતે પ્રાતિજજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. ક્ષપકશ્રેણીના કાળમાં જ થનાર એ ક્ષયોપશમભાવવાળું જ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાનસ્વરૂપ હોવા છતાં તત્ત્વથી તે શ્રુતસ્વરૂપે સંવ્યવહાર્ય નથી. તેમ જ સઘળાંય દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરતું ન હોવાથી અને ક્ષાયોપથમિક હોવાથી ક્ષાયિક એવા કેવલજ્ઞાનથી ભિન્ન છે. આમ છતાં શ્રુતજ્ઞાનના અંતે અને કેવલજ્ઞાનની પૂર્વેની અવસ્થામાં વ્યવસ્થિત હોવાથી પ્રાતિજજ્ઞાનને શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી અભિન્ન મનાય છે. કારણ કે પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાનનું કાર્ય છે અને કેવલજ્ઞાનનું કારણ છે. તેથી ઉપચારથી તેને તે બંન્ને સ્વરૂપ મનાય છે, અતિરિક્ત નથી માન્યું; જેથી પ્રાતિજજ્ઞાનને મતિજ્ઞાનાદિથી અતિરિક્ત છઠ્ઠા જ્ઞાન સ્વરૂપે માનવાનો પ્રસંગ નહીં આવે. ૧૯-૮ સામર્થ્યયોગને જણાવનાર પ્રાતિજજ્ઞાન છે. એ વાત અન્યદર્શનકારોએ પણ માની છે, તે જણાવાય છે– ऋतम्भरादिभिः शब्दैर्वाच्यमेतत्परैरपि । इष्यते गमकत्वं चामुष्य व्यासोऽपि यज्जगौ ॥१९-९॥ ऋतम्भरादिभिरिति-एतत् प्रकृतं प्रातिभज्ञानं परैरपि पातञ्जलादिभिरतम्भरादिभिः शब्दैर्वाच्यमिष्यते । आदिना तारकादिशब्दग्रहः । गमकत्वं सामर्थ्ययोगज्ञापकत्वं चामुष्य प्रातिभस्य परिष्यते । ધરમયિકોડપિ ની 99-. આ પ્રાતિજજ્ઞાનને સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે અન્યદર્શનકારોએ ઋતંભરા પ્રજ્ઞા ઈત્યાદિ નામે ઇછ્યું છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ કહ્યું છે કે – (જે શ્લો.નં. ૧૦માં જણાવાશે).” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પાતંજલાદિએ સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે આ પ્રાતિજજ્ઞાનને ઋતંભરા પ્રજ્ઞા વગેરે નામથી જણાવ્યું છે. મોક્ષના સાધનભૂત તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે પ્રાપ્ત થનારી એ પ્રજ્ઞા છે. દરેક દર્શનકારોએ એવી અવસ્થાવિશેષનું વર્ણન જુદી જુદી રીતે કર્યું છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવક સામર્થ્યયોગ છે અને તેનું જ્ઞાપક પ્રતિભાન છે. જેને અન્યદર્શનકારોએ ઋતંભરા પ્રજ્ઞા, તારકજ્ઞાન વગેરે શબ્દો દ્વારા વર્ણવ્યું છે. સામર્થ્યયોગને જણાવવાનું સામર્થ્ય પ્રાતિજજ્ઞાનાદિમાં જ મનાય છે. ૧૯-લા એક પરિશીલન ૧૧૧
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy