SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હતું તે સ્પષ્ટ કર્યું. શીતોષ્ણાદિ બાહ્ય પરીષહજય હીનવિધ્વજય સ્વરૂપ છે, રોગાદિપરીષહજય મધ્યમવિધ્વજય સ્વરૂપ છે અને મિથ્યાત્વજય ઉત્કૃષ્ટ વિનજય સ્વરૂપ છે. આમ તો વિધ્વજય એક પ્રકારનો છે. પરંતુ વિધ્વજયના પ્રતિયોગી વિપ્ન હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્વરૂપે ત્રણ પ્રકારના છે. તેથી તેની વિવક્ષાએ વિધ્વજય ત્રણ પ્રકારનો જણાવ્યો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ માણસ કોઈ એક ઇષ્ટ સ્થાને પહોંચવાની ઇચ્છાથી પ્રયાણની શરૂઆત કરે અને કાંટાવાળા માર્ગે જવાનું થાય ત્યારે તે કાંટાના વિદ્ધે તે માણસને માર્ગે સારી રીતે જવામાં વ્યાઘાત થવાથી કાંટાનું વિઘ્ન વિશિષ્ટગમન(સરળ રીતે જવા)માં અંતરાય સ્વરૂપ બને છે. કાંટાથી રહિત માર્ગ હોય તો ચાલનારને તે માર્ગમાં કોઈ પણ જાતની આકુળતા વિના જવાની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આવા પ્રકારના કેટકવિપ્નના જય જેવો પ્રથમ વિધ્વજય (હીનવિધ્વજય) છે. વિવક્ષિત સ્થાને પહોંચવાની ભાવનાપૂર્વક માર્ગમાં પ્રયાણ કરનારનું શરીર તાવ વગેરેની વેદનાથી ગ્રસ્ત હોય તો; નિરાકુલપણે જવાની ઇચ્છા હોવા છતાં તેના પગ ખૂબ જ વિહ્વળતાપૂર્વક પડતા હોવાથી નિરાકુલપણે તે ગમન કરી શકતો નથી. કાંટાના વિઘ્ન કરતાં પણ જવર (રોગાદિ) વિપ્ન મોટું છે. તેના જયથી માર્ગમાં નિરાકુલ પ્રવૃત્તિ થાય છે. આ રીતે જવર (રોગાદિ) વિગ્નના જય સમાન બીજો મધ્યમ વિધ્વજય છે. વિવક્ષિત સ્થાને પહોંચવા માટે પ્રસ્થિત આત્માને દિશાભ્રમ જેવું મોહવિષ્મ છે. તેના જયથી આત્માને તે તે સ્થાને નિરાકુલતાપૂર્વક પહોંચવાનું શક્ય બને છે. પરંતુ મોહાદિ (ત્રીજા પ્રકારના વિપ્ન)થી પરાભવ પામેલા આત્માને તેના આસપાસના માર્ગગામીઓ “જાવ જાવ! આ જ રસ્તો છે...' ઇત્યાદિ વચનોથી, જવા માટે પ્રેરણા કરતા હોય તો પણ જવા માટે ઉત્સાહ વધતો નથી અને તેઓ ત્યાં જ ઊભા રહી જાય છે. દિલ્મોહના જય જેવા આ ત્રીજા ઉત્કૃષ્ટ વિધ્વજયથી નિસર્ગથી જ માર્ગગમનની પ્રવૃત્તિ થાય છે. મિથ્યાત્વાદિ વિનો દિમોહજેવાં છે. તેનો વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ આવશ્યક છે. તે તે પ્રકારની માર્ગગમનની પ્રવૃત્તિ સ્વરૂપ ફળને જોઈને તેની પૂર્વે રહેલા વિધ્વજયનું અનુમાન કરીને જ તે તે વિધ્વજયનો નિર્ણય કરી શકાય છે. - સામાન્ય રીતે દરેક કાર્યમાં વિપ્નો તો આવતાં જ હોય છે. એ વિઘ્નોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ પણ માણસ કોઈ પણ કાર્ય ક્યારે પણ કરી જ નહિ શકે. એ વિદ્ગોને જીતીને બધાં જ કાર્ય કરવાનું સત્ત્વ મેળવી લેવાય તો તે બધાં કાર્યો પૂર્ણ કરી શકાય. મોક્ષમાર્ગની સાધના દરમ્યાન પણ પ્રાયઃ ઉપર જણાવ્યા મુજબ શીતોષ્ણાદિ બાહ્ય; રોગાદિ અત્યંતર અને મિથ્યાત્વ વગેરે અનેક જાતિનાં વિઘ્નો આવતાં જ હોય છે. આવા વખતે મુમુક્ષુ આત્માઓ શરીરની ચિંતા છોડી માત્ર ઇષ્ટસિદ્ધિનું જ લક્ષ્ય રાખે અને ગુરુપારતંત્ર્ય કેળવી લે તો હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિઘ્નોને જીતવાનું અદ્ભુત સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરી એક પરિશીલન ૯૧
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy