SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ “મન્ના' પદનું ગ્રહણ નિરર્થક નથી. વિપાકથી(રસ-અનુભાગથી) મિથ્યાત્વમોહનીયકર્મનું વેદન કરનારા નિયમે કરી અજ્ઞાની હોય છે. મિથ્યાત્વમોહનીયકર્મનાં શુદ્ધ દળિયાંનો અનુભવ કરનારા સમ્યગ્દષ્ટિ આત્માઓ અજ્ઞાની નથી, જેથી અન્નાની આ પદથી સમ્યગ્દષ્ટિ આત્માઓનો સંગ્રહ થતો નથી.. ઇત્યાદિ સમજી લેવું જોઇએ. ૯-૧૨ કથા કથાસ્વરૂપે જ્યારે બને છે ત્યારનું તેનું સ્વરૂપ વર્ણવાય છે– ज्ञानक्रियातपोयुक्ताः, सदभावं कथयन्ति यत् । जगज्जीवहितं सेयं, कथा धीरैरुदाहृता ॥९-२३॥ ज्ञानेति-ज्ञानक्रियातपोभिर्युक्ताः । सद्भावं परमार्थं यत् कथयन्ति जगज्जीवहितं । सेयं धीरैः कथोदाहृता, निर्जराख्यफलसाधनाद्, वक्तुः श्रोतुश्च कुशलपरिणामोत्पादनाद, अन्यथा तु तत्र भजनापि स्यादिति । तदिदमुक्तं-“तवसंजमगुणधारी जं चरणरया कहंति सब्भावं । सव्वजगज्जीवहिअं सा उ कहा ફેસિકા ધમે છા” II -૨રૂા. જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત એવા મહાત્માઓ જે જગતના જીવોને હિતકર એવા પરમાર્થને કહે છે તેને ધીર શ્રી તીર્થંકરપરમાત્માઓએ આ કથા તરીકે વર્ણવી છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આ કથા કહેનારા મહાત્માઓ જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત હોવા જોઇએ. શ્રોતાઓના હિત માટે કથાને કરનારા મહાત્માઓ માર્ગના જ્ઞાતા આચારસંપન્ન અને ઇચ્છાના નિરોધ સ્વરૂપ તપમાં નિરત હોય તો ધારણા મુજબ તેઓ અનુગ્રહ કરી શકે છે. અજ્ઞાન ટળે, સંવર પ્રાપ્ત થાય અને નિર્જરાથી કર્મનો વિગમ થાય તો શ્રોતાઓનું એકાંતે હિત સિદ્ધ થયા વિના નહિ રહે. આવા પરમાત્માઓ જગતના જીવોના હિતના કારણભૂત પરમાર્થને કહે છે. આ કથાને ધીર એવા શ્રી તીર્થંકર પરમાત્માદિએ કથા તરીકે વર્ણવી છે. કારણ કે એ કથાથી શ્રોતાને કુશલ પરિણામ ઉત્પન્ન થાય છે અને વક્તાને નિર્જરાસ્વરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. આવી કથાથી પણ જો શ્રોતાને એવા કુશલ પરિણામની પ્રાપ્તિ ન થાય તો શ્રોતા માટે તે કથા કથારૂપે પરિણમતી નથી. આથી સમજી શકાશે કે આ કથા કથાસ્વરૂપે બને છે અને નથી પણ બનતી. આ વાતને જણાવતાં શ્રી દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં ફરમાવ્યું છે કે– “તપ-સંયમગુણને ધરનારા, ચારિત્રમાં પ્રતિબદ્ધ એવા મહાત્માઓ, સર્વજગતના જીવોના હિત સ્વરૂપ પરમાર્થને જે કહે છે; તેને આગમમાં કથા તરીકે વર્ણવી છે. અહીં યાદ રાખવું જોઇએ કે શ્રી દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિની ગાથા નં. ૨૦૮માં વા Eાં જ વિET વેન્દ્ર - આ પ્રમાણે કથા, થા અને વિકથા આવો ક્રમ છે. તેથી અહીં એ એક પરિશીલન ૬૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy