SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થી આત્માઓ ‘વાદ’માં છળનો પણ ઉપયોગ નિઃસંકોચપણે કરતા હોય છે. અસદ્ ઉત્તરને ‘જાતિ’ કહેવાય છે. સામાન્ય રીતે વાદીએ સદ્ અથવા તો અસદ્ હેતુનો પ્રયોગ કર્યો હોય ત્યારે તેના પ્રયોગમાં તુરત જ કોઇ દોષ ન જણાય તો ગમે તે રીતે સાધર્મનો આધાર લઇને તેનો જવાબ આપવો, તેને ‘જાતિ’ કહેવાય છે. જેમ કે ‘શક્વોડનિસ્યઃ શ્રૃતત્વાર્ યવત્' – ‘શબ્દ અનિત્ય છે, કારણ કે તેમાં કાર્યત્વ છે; ઘટની જેમ’ - આ પ્રમાણે વાદીએ જણાવ્યા પછી ખરી રીતે હેત્વાભાસનું ઉદ્દ્ભાવન કરીને વાદીના સિદ્ધાંતમાં દૂષણ બતાવવું જોઇએ. તેના બદલે ‘ઘટની જેમ અનિત્ય છે' એ પ્રમાણે સાંભળીને એ પ્રમાણે જણાવવામાં આવે કે – “શબ્દ અમૂર્ત હોવાથી તેને આકાશની જેમ નિત્ય માનવાનો પ્રસંગ આવશે.” - આ અસદ્ ઉત્તર સ્વરૂપ જાતિ છે. લાભ, ખ્યાતિ કે યશ વગેરેના અર્થી જનોની સાથે ‘વાદ’ કરવામાં આવે તો તેમાં ઉપર જણાવ્યા મુજબ છળ અને જાતિનું જ પ્રાધાન્ય રહેતું હોય છે. એવા વાદને ‘વિવાદ’ કહેવાય છે. તે તત્ત્વપ્રાપ્તિ માટે અનુકૂળ નથી; પરંતુ પ્રતિકૂળ-વિરોધી હોય છે. - - આ વિવાદમાં પણ વાદીને વિજયનો લાભ થવાની આશા નહીંવત્ છે. કારણ કે પ્રતિવાદી છળ અને જાતિના ઉદ્ભાવનમાં તત્પર હોય છે. આવા આત્માઓની સાથે વાદ ક૨વાથી વાદમાં વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ અશક્ય બને છે. આપણી પરમ સત્ય વસ્તુ પણ છળ અને જાતિના કા૨ણે સત્યસ્વરૂપે તેને સિદ્ધ કરવાનું ઘણું જ કપરું બને છે. આમ છતાં વાદી; ખૂબ જ સમર્થ હોય અને અપ્રમત્તપણે વાત કરી છળ અને જાતિનો પરિહાર કરી કદાચ વિજય પ્રાપ્ત પણ કરે તો પ્રતિવાદીને લાભાદિને પ્રાપ્ત કરવામાં વિઘ્ન કરનારા બનવાનો પ્રસંગ આવે. કારણ કે પ્રતિવાદીનો જય ન થાય અને આપણો(વાદીનો) જય થાય તો પ્રતિવાદીને તેનો પરાભવ થવાથી ધનાદિનો લાભ કે ખ્યાતિ વગેરે પ્રાપ્ત નહીં થાય. એમાં નિમિત્ત; વાદીનો વિજય બને છે. પરાભવ પામેલાને લાભ અને ખ્યાતિ વગેરેનો વ્યાઘાત ચોક્કસ છે : તે સમજી શકાય છે. આ રીતે લાભાદિના અર્થને તેની પ્રાપ્તિમાં વિઘ્નસ્વરૂપ બનવાનું તપસ્વીઓ(પૂ. સાધુભગવંતો) માટે ઉચિત નથી. તપસ્વીજનોએ આરંભેલી પરલોક(મોક્ષ)ની સાધનાને તેનાથી બાધા પહોંચે છે. આથી સમજી શકાશે કે વિવાદના સ્થળે વિજય પ્રાપ્ત થાય કે ન પણ થાય તોપણ બંન્ને રીતે વાદી માટે દોષનું જ કારણ પ્રાપ્ત થાય છે. માટે વિવાદથી પણ બુદ્ધિમાને દૂર રહેવું જોઇએ. ॥૮-૩ હવે ‘ધર્મવાદ’નું નિરૂપણ કરાય છે— : ज्ञातस्वशास्त्रतत्त्वेन मध्यस्थेनाघभीरुणा । कथाबन्धस्तत्त्वधिया धर्मवादः प्रकीर्त्तितः ॥८-४॥ ज्ञातेति-ज्ञातं स्वशास्त्रस्याभ्युपगतदर्शनस्य तत्त्वं येन, एवम्भूतो हि स्वदर्शनं दूषितमदूषितं वा जानीते । मध्यस्थेन आत्यन्तिकस्वदर्शनानुरागपरदर्शनद्वेषरहितेन, एवम्भूतस्य हि सुप्रतिपादं तत्त्वं भवति । વાદ બત્રીશી ૪
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy