SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જણાવ્યા મુજબ આ વિક્ષેપણીકથા કરવી ના જોઇએ તે સમજાય છે. પરંતુ એ મુજબ વિક્ષેપણીકથા કરવામાં ન આવે તો પરદર્શનમાં દોષોનું દર્શન કરાવી નહિ શકાય, તેથી તે કઈ રીતે કરવું તે અંગે જણાવાય છે - क्षिप्त्वा दोषान्तरं दद्यात्, स्वश्रुतार्थं परश्रुते । व्याक्षेपे चोच्यमानेऽस्मिन्मार्गाप्तौ दूषयेददः ॥९-११॥ क्षिप्त्वेति-स्वश्रुतार्थं परश्रुते क्षिप्त्वा तत्र दोषान्तरं दद्याद् यथा स्वश्रुतस्य दाढ्यं भवति परश्रुतस्य चाप्रतिपत्तिरिति । तथाहि-यथाऽस्माकमहिंसादिलक्षणो धर्मः साङ्ख्यादीनामप्येवं हिंसानाम भवेद्धर्मो न भूतो न भविष्यतीत्यादि वचनात् । किं त्वसावपरिणामिन्यात्मनि न युज्यते, एकान्तनित्यानित्ययोर्हिसाया अभावादिति । वाऽथवाऽस्मिन् परश्रुते उच्यमाने शोभनोहशालिनः श्रोतुक्क्षेपे मार्गाभिमुख्यलक्षणे जातेऽदः परश्रुतं दूषयेद् । इत्थं हि दूषणार्थं केवलस्यापि तस्य कथनं प्राप्तं । तदिदमुक्तं-“जा समएण पुट्विं अक्खाया तं छुभेज्ज परसमए । परसासणवक्खेवा परस्स समयं परिकहेइ ।।१।।" ।।९-११।। “પરકૃતમાં સ્વધૃતાર્થને નાંખીને પરકૃતમાં દોષાંતર જણાવવા અથવા પશ્રિતનું નિરૂપણ કરતી વખતે શ્રોતા માર્ગપ્રાપ્તિમાં અભિમુખ થયો છે - એમ દેખાય પછી પરકૃતમાં દોષ જણાવવા.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વસમયનો જે અર્થ છે તેને પરસમયમાં નાંખીને અર્થાતુ બંન્ને એક જ છે : એમ જણાવીને પરકૃતમાં દોષાંતર જણાવવા કે જેથી શ્રોતાને સ્વશ્રુતમાં દઢતા પ્રાપ્ત થાય અને તે પરશ્રુતનો સ્વીકાર ન કરે. શ્રોતાને એ પ્રમાણે જણાવતાં ફરમાવવું કે – જેમ અમારો અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે તેમ સાંખ્ય વગેરેનો પણ અહિંસાદિ સ્વરૂપ ધર્મ છે. “હિંસા(હિંસાદિ) સ્વરૂપ ધર્મ થાય -' એવું થયું નથી અને થવાનું નથી – ઇત્યાદિ વચનો હોવાથી અમારી જેમ જ સાંખ્ય વગેરેનો પણ ધર્મ અહિંસાદિ સ્વરૂપ છે. પરંતુ સાંખ્યાદિદર્શનમાં આત્મા એકાંતે અપરિણામી તેમ જ એકાંતે અનિત્ય.. વગેરે સ્વરૂપે મનાતો હોવાથી અહિંસાદિ ધર્મ ઘટતો નથી. કારણ કે એકાંતનિત્ય કે એકાંત - અનિત્ય પક્ષમાં હિંસાદિ સંભવતા નથી. (આ પૂર્વે વાદબત્રીશીમાં એ જણાવ્યું છે.) આ રીતે સ્વશ્રુતમાં વર્ણવેલા અર્થને પરકૃતાર્થની સાથે જણાવીને પરકૃતાર્થની અસંગતિ જણાવવાથી શ્રોતા અસંગત એવા પરસમયને સ્વીકારતો નથી, તેથી સ્વસમયમાં તે દઢ બને છે. અથવા જે વખતે પશ્રિતનું વર્ણન કરાતું હોય ત્યારે સારી વિચારણાને કરતો એવો શ્રોતા માર્ગપ્રાપ્તિને વિશે માર્માભિમુખ થયો છે - એમ જણાય તો પરકૃતમાં દૂષણ બતાવવાં. આ રીતે પરહ્યુતમાં દૂષણ જણાવવા એકલા પરસમયની કથા પણ કરી શકાય છે. તે પ્રમાણે અન્યત્ર જણાવ્યું છે કે “જે વાત પ્રથમ સ્વસમયમાં જણાવી હોય તે પરસમયમાં નાંખવી. પરશાસનમાં ૫૪ કથા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy