SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથામાં પ્રથમ જે આપણીકથા છે; તેના આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદઃ આ ચારના કારણે ચાર પ્રકાર છે. આચારાદિના કારણે શ્રોતાના ચિત્તના આક્ષેપનું એ કથા કારણ બને છે. તેથી તે કથાને આક્ષેપણીકથા કહેવાય છે. (આચારાદિનું સ્વરૂપ છઠ્ઠા શ્લોકમાં જણાવ્યું છે.)” – આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. જે કથાના શ્રવણથી શ્રોતાનું ચિત્ત તત્ત્વની પ્રતિપત્તિ(સ્વીકાર)ને અભિમુખ બને છે; તેને આપણીકથા કહેવાય છે. “નિત્યમેવ આ આમ જ છે' - આવી માન્યતા તત્ત્વપ્રતિપત્તિસ્વરૂપ છે. ધર્મની કથાના શ્રવણાદિનું એ તત્ત્વપ્રતિપત્તિ ફળ છે. સામાન્યથી કોઈ પણ કથા શ્રોતાને તત્ત્વપ્રતિપત્તિ કરાવવાની ભાવનાથી પ્રવર્તતી હોય છે. કથા સાંભળવામાત્રથી તત્ત્વપ્રતિપત્તિ થતી નથી. પરંતુ બોધ અને મીમાંસા (તત્ત્વની | વિચારણા) દ્વારા તત્ત્વમતિપત્તિ થાય છે. આપણીધર્મકથાના શ્રવણથી સાક્ષાત્ તત્ત્વમતિપત્તિ થતી ન હોવા છતાં તેને અભિમુખ શ્રોતાનું ચિત્ત બને છે. અથવા; ધર્મકથાની પ્રારંભાવસ્થામાં શ્રોતાને તત્ત્વાતત્ત્વનો એવો કોઈ વિચાર હોતો નથી કે જેને લઇને તે તત્ત્વપ્રતિપત્તિને અભિમુખ ચિત્તવાળો બને તેથી અહીં શ્રોતાના ચિત્તનો આક્ષેપ એક પ્રકારના આનંદના અનુભવ સ્વરૂપ સમજવો. આચારાદિનું વર્ણન સાંભળવાથી શ્રોતાને અપૂર્વ એવા શાંતરસાસ્વાદનો અનુભવ થાય છે, જેથી ચિત્ત ત્યાં જ આલિપ્ત રહે છે. આચારાદિની અદ્ભુતતાની જેમ જેમ પ્રતીતિ થતી જાય છે તેમ તેમ શ્રોતાને વિષયકષાયની શાંતાવસ્થાનો અનુભવ થતો જાય છે અને તેથી શ્રોતાનું ચિત્ત અપૂર્વ એવા શાંતરસના આસ્વાદમાં લીન બને છે. ધર્મકથાનો હેતુ પ્રયોજન) જ એ છે કે જીવને શમની પ્રાપ્તિ થાય. જે વિષયકષાયની પરિણતિના કારણે જીવનો સંસાર છે, તેની સમાદિ અવસ્થાને પ્રાપ્ત કર્યા વિના જીવના સંસારનો અંત કઈ રીતે થાય? ધર્મનું સ્વરૂપ જ સંસારનો અંત લાવનારું છે. આથી સમજી શકાશે કે ધર્મકથા અપૂર્વ એવા શમરસના વર્ણનથી ગર્ભિત હોવી જોઈએ. ધર્મકથાનો સ્થાયીભાવ “શમ છે. તેના વર્ણનના આસ્વાદથી શ્રોતાનું ચિત્ત આક્ષિત રહે છે. શ્રોતાના ચિત્તને આક્ષિત બનાવવાનું કાર્ય આપણી સ્વરૂપ પ્રથમ ધર્મકથાનું છે. I૯-પા. જેના કારણે આપણીધર્મકથાના ચાર પ્રકાર જણાવ્યા છે; તે આચારાદિ ચારનું સ્વરૂપ જણાવાય છે– क्रिया दोषव्यपोहश्च, सन्दिग्धे साधुबोधनम् । श्रोतुः सूक्ष्मोक्तिराचारादयो ग्रन्थान् परे जगुः ॥९-६॥ क्रियेति-क्रिया लोचास्नानादिका । दोषव्यपोहश्च कथञ्चिदापन्नदोषशुद्ध्यर्थप्रायश्चित्तलक्षणः । सन्दिग्धे संशयापन्नेऽर्थे । साधु मधुरालापपूर्वं । बोधनमुत्तरप्रदानं । श्रोतुः सूक्ष्मोक्तिः सूक्ष्मजीवादिभावकथनम् । ૪૬ કથા બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy