________________
अपवर्गतरोर्बीजं मुख्याऽहिंसेयमुच्यते । सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥८-३१॥
સાવતિ–સ્પષ્ટ: ૮-
“મોક્ષસ્વરૂપ વૃક્ષના બીજભૂત આ અહિંસા મુખ્ય કહેવાય છે અને એ બીજમાંથી સત્ય, અચૌર્ય વગેરે તો સ્વરૂપ નવા પલ્લવો ઉત્પન્ન થાય છે.” - આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે શ્રી વીતરાગપરમાત્માએ આત્માદિનું જ સ્વરૂપ વર્ણવ્યું છે; તેને યથાર્થ સ્વરૂપે માનવામાં ન આવે તો હિંસાદિ પાપો અને તેનાથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ અહિંસાદિ વ્રતો વગેરે કોઈ પણ રીતે સંગત નહિ થાય. જેમ ધર્મ પારમાર્થિક છે તેમ તેનાં સાધનો પણ પારમાર્થિક છે. પૂર્વે જણાવ્યા મુજબ હિંસાની વિરતિનો સંભવ હોવાથી આ અહિંસા મુખ્ય છે, ઔપચારિક નથી. મોક્ષની પ્રાપ્તિ માટે તે મૂળભૂત કારણ હોવાથી તેને અપવર્ગતના બીજસ્વરૂપે વર્ણવી છે અને તેના કારણે આવિર્ભત સત્ય, અચૌર્ય વગેરે વ્રતોને નૂતન પલ્લવ તરીકે વર્ણવ્યા છે. આ બધાની તાત્ત્વિકતાનું મૂળ શ્રી વીતરાગપરમાત્માનું પરમતારક પ્રવચન છે. ૮-૩૧ પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે–
विषयो धर्मवादस्य निरस्य मतिकर्दमम् ।
संशोध्यः स्वाशयादित्थं परमानन्दमिच्छता ॥८-३२॥ विषय इति-मतिकर्दममादावेव प्रमाणलक्षणप्रणयनादिप्रपञ्चम् ।।८-३२।।
“બુદ્ધિના કાદવને દૂર કરીને પોતાના શુભાશયથી ધર્મવાદના વિષયને પરમાનંદસ્વરૂપ મોક્ષને ઇચ્છતા આત્માએ સારી રીતે શોધવો જોઇએ.”... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ધર્મનું સ્વરૂપ, તેના હેતુઓ અને તેનું ફળ : સામાન્ય રીતે એ ધર્મવાદના વિષય છે. ધર્મની પારમાર્થિક વિચારણામાં મુખ્યપણે એનો વિચાર કરવામાં આવે છે. તેની વિચારણાના અંતે ધર્મનો યથાર્થ રીતે નિર્ણય કરીને મુમુક્ષુ આત્મા પરમપદનો અર્થી બની ધર્મની આરાધનામાં પ્રયત્નશીલ બને તો પરમપદની પ્રાપ્તિ દૂર નથી.
ધર્મની આરાધનાના પ્રારંભમાં જ પ્રમાણ, પ્રમેય વગેરેના લક્ષણના પ્રણયન, પરીક્ષાદિની ચર્ચામાં પડવું - વગેરેને અહીં બુદ્ધિના કાદવ તરીકે જણાવ્યો છે. બુદ્ધિ મોક્ષે લઈ જાય છે. એ મોક્ષમાર્ગમાં જ જો કાદવ હોય તો કેવી વિકટ પરિસ્થિતિ સર્જાય - એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. જે માર્ગે શ્રદ્ધાથી જવાનું છે; ત્યાં બુદ્ધિ વિઘ્ન નાખવાનું કામ કરે ત્યારે તે બુદ્ધિ કાદવવાળી બને છે. જિજ્ઞાસા તત્ત્વજ્ઞાનનું સાધન છે, પરંતુ એ જિજ્ઞાસા એવી તો ન જ હોવી
એક પરિશીલન
૪૧