SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ | अथ वादद्वात्रिंशिका प्रारभ्यतं ।। धर्मव्यवस्थातो वाद: प्रादुर्भवतीति तत्स्वरूपमिहोच्यते આ પૂર્વે ધર્મવ્યવસ્થા કઈ રીતે થાય છે તે વર્ણવ્યું. દરેક દર્શનકારો પોતપોતાની રીતે ધર્મની વ્યવસ્થા કરતા હોય છે. એમાં કઈ વ્યવસ્થા બરાબર છે અને કઈ વ્યવસ્થા બરાબર નથી. આવી શંકા થવાથી તેના નિવારણ માટે વાદનો આશ્રય કરવો પડે છે. તેથી ધર્મવ્યવસ્થાના નિરૂપણ પછી હવે વાદનું નિરૂપણ કરાય છે. આ રીતે પૂર્વબત્રીશીની સાથે સંગત આ બત્રીશીની શરૂઆતમાં પ્રથમ શ્લોકથી વાદના પ્રકારોને જણાવાય છે शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । कीर्तितस्त्रिविधो वाद इत्येवं तत्त्वदर्शिभिः ॥८-१॥ શુતિ–સ્પષ્ટ: I૮-૧ “શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ : આ ત્રણ પ્રકારનો વાદ તત્ત્વદર્શીઓએ જણાવ્યો છે.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ધર્મની પ્રાપ્તિ માટે વાદ એક અદ્ભુત સાધન છે. પરંતુ કેટલીક વાર આગ્રહયુક્ત વલણના કારણે વાદ તત્ત્વનિર્ણયનું કારણ ન બનતાં તત્ત્વવિમુખતાનું જ કારણ બની જાય છે. એથી વાદના પ્રકારોનું અહીં વર્ણન કરાયું છે. જિજ્ઞાસા વાસ્તવિક રીતે પરિણમી રહે તો વાદથી તત્ત્વનિર્ણય સુધી ખૂબ જ સરળ રીતે પહોંચી શકાય છે. શ્રી ગણધરભગવંતોની સાથે કરાયેલાં વાદના પરિણામથી આપણે સમજી શકીએ છીએ કે વાદ કેવો હોવો જોઇએ. તત્ત્વની જિજ્ઞાસાને તત્ત્વની પરિણતિમાં (તત્ત્વમતિપત્તિસ્વરૂપ પરિણતિમાં) પરિણાવવાનું સામર્થ્ય વાદમાં છે. જે વાદ જિજ્ઞાસારહિત છે તેનાથી ઉન્માર્ગ ઉત્પન્ન થાય છે. બૌદ્ધાદિ દર્શનો એનું પ્રગટ ઉદાહરણ છે. વર્તમાનમાં વાદ શબ્દ લગભગ વિવાદમાં પ્રસિદ્ધ છે. પરંતુ વસ્તુસ્થિતિ એવી નથી. એ વાત સમજવા માટે આ બત્રીશીનું અધ્યયન ઉપયોગી બનશે. વાદ-વિવાદથી દૂર રહેનારાઓએ આ દ્વાત્રિશિકાનું અધ્યયન સારી રીતે કરી લેવું જોઇએ. પારમાર્થિક અર્થના તલસ્પર્શી જ્ઞાન માટેના એકમાત્ર સાધનની ઉપેક્ષા કરવાથી અજ્ઞાનને કઈ રીતે દૂર કરાશે? વાદનો ભય રાખવાની આવશ્યકતા નથી. ખરેખર તો ભય જિજ્ઞાસાના અભાવનો રાખવાનો છે. જિજ્ઞાસાના અભાવે વાદ વિવાદમાં પરિણમે છે. જિજ્ઞાસા હોય તો વિવાદનો સંભવ જ નથી. ઉપરથી પૂર્વમાં ઉદ્દભવેલા સઘળા ય વિવાદો શાંત થાય છે. ૮-૧ ત્રણ પ્રકારના વાદમાંના પ્રથમ શુષ્કવાદનું નિરૂપણ કરાય છે– વાદ બત્રીશી : એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy