SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ परलोकाद्यभावप्रसङ्गात् । मनुष्यादिना चानित्यत्वम्, अन्यथा मनुष्यादिभावानुच्छेदप्रसङ्गात् । धर्मिग्राहकमानेन तत्र नित्यत्वसिद्धावनित्यत्वधियः शरीरादिविषयकत्वमेवास्त्विति चेन्न, धर्मिग्राहकमानेन त्रैलक्षण्यकलितस्यैव तस्य सिद्धेघटाधुपादानस्येव ज्ञानाद्युपादानस्य पूर्वोत्तरपर्यायनाशोत्पादान्वितधुवत्वनियतत्वात् । तथा च भ्रान्तत्वाभ्रान्तत्वे परमार्थसंव्यवहारापेक्षया परेषां न ज्ञानस्य विरुद्धे, यथा चैकत्र संयोगतदभावौ, तथा द्रव्यतो नित्यत्वं पर्यायतश्चानित्यत्वं नास्माकं विरुद्धम् । अनपेक्षितविशिष्टरूपं हि द्रव्यं, अपेक्षितविशिष्टरूपं च पर्याय इति । तथा शरीरजीवयोर्मूर्तामूर्तत्वाभ्यां भेदः, देहकण्टकादिस्पर्श वेदनोत्पत्तेश्चाभेद इति । तदुक्तं-“जीवसरीराणं पि हु भेआभेओ तहोवलंभाओ । मुत्तामुत्तत्तणओ छिक्कंमि य वेयणाओ अ ।।१।।” न चेदेवं ब्राह्मणो नष्टो ब्राह्मणो जानातीत्यादिव्यवहारानुपपत्तिः विना ब्राह्मणस्य व्यासज्यवृत्तित्वमित्यादिकमुपपादितमन्यत्र ।।८-२५।। શરીરથી ભિન્નભિન્ન એવો નિત્યાનિત્ય આત્મા જેમાં મનાય છે તે મૌનીન્દ્ર શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં અહિંસા વગેરે બધું જ સ્પષ્ટ રીતે ઘટે છે.” - આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માથી પ્રતિપાદન કરાયેલા પ્રવચનમાં આત્માને નિત્યાનિત્ય મનાયો છે અને આત્માને શરીરથી ભિન્નભિન્ન મનાય છે. તેથી આવા આત્મસ્વરૂપવાળા પ્રવચનમાં હિંસા, અહિંસા, પરલોક, પુણ્ય, પાપ વગેરે બધું જ સ્પષ્ટપણે ઘટે છે. આત્મત્વની અપેક્ષાએ આત્મા નિત્ય મનાય છે. આત્માને એ રીતે નિત્ય માનવામાં ન આવે તો પરલોકગમન અને મોક્ષ વગેરે સંગત નહિ થાય. એના અભાવનો પ્રસંગ આવશે. કારણ કે આત્મા નિત્ય ન હોય તો તેના અસ્તિત્વના અભાવમાં પરલોકગમનાદિ શક્ય નથી. મનુષ્યાદિની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. એ રીતે આત્માને અનિત્ય ન માનીએ તો ક્યારે પણ મનુષ્યાદિભાવનો નાશ નહિ થાય. સદાને માટે એ જ ભાવનું અસ્તિત્વ રહેશે. તેથી આત્મત્વની અપેક્ષાએ આત્મામાં નિત્યત્વ અને મનુષ્યાદિની અપેક્ષાએ અનિત્યત્વ હોવાથી ત્યાં નિત્યાનિત્યત્વ સ્પષ્ટ છે. “જ્ઞાનાદિ ભાવસ્વરૂપ કાર્ય હોવાથી તેનું કોઈ પણ ઉપાદાનકારણ હોવું જોઇએ. દા.ત. ઘટનું ઉપાદાનકારણ મૃપિંડ છે. શરીરાદિમાં જ્ઞાનાદિની કારણતા બાધિત હોવાથી જ્ઞાનાદિના ઉપાદાનકારણ તરીકે આત્મદ્રવ્યની સિદ્ધિ થાય છે. આ ધર્મિગ્રાહક પ્રમાણ છે. આ પ્રમાણથી આત્મત્વસ્વરૂપે આત્મામાં નિત્યત્વ સિદ્ધ થયા પછી આત્મામાં જે અનિત્યત્વની પ્રતીતિ થાય છે તે શરીરાદિવિષયક છે. કારણ કે નિત્યત્વ જ્યાં હોય ત્યાં અનિત્યત્વ મનાય નહિ. બંન્નેને પરસ્પર વિરોધ છે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ધર્મિગ્રાહકમાનથી આત્મામાં નિત્યત્વ સિદ્ધ થતું નથી. પરંતુ ઐલક્ષણ્યની સિદ્ધિ થાય છે. ઘટનું ઉપાદાન મૃતપિંડ જેમ પૂર્વપર્યાયનો નાશ; ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને મૃદ્રવ્ય(માટી)રૂપે પૃવત્વ(સ્થિતિ) - આ ત્રણ ૩૪ વાદ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy