SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ તેને હિંસક મનાય છે – આ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે સંતાનવિશેષ કાલ્પનિક છે. કાલ્પનિક વસ્તુ સત્ નથી અસત્ છે. સદ્ જન્ય હોય છે. અસદુ (ખરશૃંગાદિ) જન્ય હોતા નથી. તેથી ખરશૃંગાદિની જેમ અસદુ એવા સંતાનવિશેષ અજન્ય હોવાથી શિકારી વગેરેને તેના જનક(હિંસક) માની શકાશે નહિ. તેથી ‘સંતાનવિશેષના જનક હિંસક છે' એ કહી શકાય એવું નથી. I૮-૨૧il. द्वितीये त्वाहઉત્તરક્ષણનો જનક પૂર્વેક્ષણનો હિંસક છે.' - આ બીજા વિકલ્પમાં દૂષણ જણાવાય છે नरादिक्षणहेतुश्च शूकरादेर्न हिंसकः । શૂરાન્સફોર્મર મારતઃ II૮-૨૨ા. नरादीति-नरादिक्षणहेतुश्च लुब्धकादिः शूकरादेहिँसको न भवति, शुकरान्त्यक्षणेनैव व्यभिचारस्य हिंसकत्वातिव्याप्तिलक्षणस्य प्रसङ्गतः । म्रियमाणशूकरान्त्यक्षणोऽपि झुपादानभावेन नरादिक्षणहेतुरिति लुब्धकवत् सोऽपि स्वहिंसकः स्यादितिभावः ।।८-२२।। મનુષ્યાદિ ક્ષણના કારણભૂત લુબ્ધકાદિ(શિકારી વગેરે)ને શૂકરાદિના હિંસક માની શકાશે નહિ. કારણ કે શુકરાદિના અંત્ય ક્ષણની સાથે વ્યભિચારનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શૂકરાદિના અંત્ય ક્ષણના ઉત્તરાણ સ્વરૂપ જે નરાદિ ક્ષણ છે, તેના જનક લુબ્ધકાદિને; શૂકરાદિના હિંસક તરીકે માનવાનું ઉચિત નથી. કારણ કે તે નરાદિ ક્ષણનો જનક જેમ લુબ્ધકાદિ છે તેમ શૂકરનો અંત્ય ક્ષણ પણ છે. મરતા એવા શૂકરનો અંત્યક્ષણ પણ ઉપાદાન (પરિણામી - સમવાયિકારણ) ભાવે નરાદિક્ષણનો હેતુ છે. નરાદિક્ષણનો હેતુ હોવાથી લુબ્ધકની જેમ શૂકરનો અંત્યક્ષણ પણ પોતાનો હિંસક છે - એમ માનવાનો અતિપ્રસંગ (વ્યભિચાર) આવશે. શૂકરાદિના અંત્યક્ષણમાં નરાદિક્ષણહેતુત્વ છે પરંતુ ત્યાં હિંસકત્વ મનાતું નથી. આથી સમજી શકાશે કે શૂકરાદિ અંત્યક્ષણમાં વ્યભિચારનો પ્રસંગ આવતો હોવાથી ઉત્તર ક્ષણનો જનક; પૂર્વેક્ષણનો હિંસક છે.' - આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. I૮-૨રા इष्टापत्तौ व्यभिचारपरिहारे त्वाह “સ્વધ્વંસની પ્રત્યે સ્વ પણ કારણ હોવાથી શૂકરના અંત્ય ક્ષણને તેના વિનાશની પ્રત્યે કારણ માનવાનું ઈષ્ટ હોવાથી સ્વમાં સ્વહિંસકત્વ ઈષ્ટ જ છે તેથી વ્યભિચારનો પ્રસંગ આવતો નથી.” - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી, તે જણાવાય છે– अनन्तरक्षणोत्पादे बुद्धलुब्धकयोस्तुला । નૈવં તવિરતિઃ વાપિ તત: શાસ્ત્રાદતિઃ I૮-૨રૂા. એક પરિશીલન
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy