SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ટ બ્રાહ્મણ વેદને પ્રમાણ માને છે અને એ ભવમાં જયાં સુધી તે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરતો નથી, ત્યાં સુધી તેનામાં વેદાપ્રામાણ્યાભ્યાગમનો વિરહ છે. એ વિરહ-પોતાના અધિકરણમાં રહેનાર એવા પોતાનાથી ઉત્તરક્ષણમાં રહેનાર વેદપ્રામાણ્યના સ્વીકારના ધ્વસના કાળમાં નથી. તેથી તે કાળ વેદપ્રામાણ્યાભ્યાગમનો ઉત્તરકાળ છે અને તેમાં તે(વિરહ) વૃત્તિ છે. આથી સમજી શકાશે કે એક જન્મને આશ્રયીને વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહના અધિકરણમાં રહેનાર - તેમ જ વેદાપ્રામાણ્યના અભ્યપગમના વિરહના ઉત્તરકાળમાં રહેનાર વેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસના અધિકરણકાળથી ભિન્ન અધિકરણકાળભૂત વેદપ્રામાણ્યના અભ્યપગમના ઉત્તરકાળમાં રહેનાર - જે વેદામામાણ્યના અભ્યાગમનો વિરહ છે; તેને શિષ્ટત્વ કહેવાય છે. અર્થાત્ તાદશ વિરહ સ્વરૂપ શિષ્ટનું શિષ્ટત્વ છે. અત્યંત સ્થૂલ રીતે સમજવું હોય તો, “એક જ જન્મને આશ્રયીને વેદપ્રામાણ્યનો અભ્યપગમ હોય; તેનો ધ્વંસ થયેલો ન હોય; ત્યાર પછી વેદના અપ્રામાણ્યનો અભ્યાગમ થયેલો ન હોય તો તે એક વ્યક્તિની અપેક્ષાએ શિષ્ટત્વ છે.” – આ રીતે સમજી શકાશે. આવી વિવક્ષામાં કોઈ પણ દોષ નહીં રહે, આ પ્રમાણે કહેનારા પ્રત્યે દોષ જણાવાય છે– अपि चाव्याप्त्यतिव्याप्ती, कायदेशविकल्पतः । આદ્યપદે તાત્પર્યાન્ન તોષ રૂતિ વેન્મતિઃ 19૧-૨૭ના अपि चेति-अपि च कायंदेशविकल्पतः कृत्स्नवेदप्रामाण्याभ्युपगमो विवक्षितो देशतदभ्युपगमो वेति विवेचनेऽव्याप्त्यतिव्याप्ती । कृत्स्नवेदप्रामाण्याभ्युपगमस्य ब्राह्मणेष्वभावात् । न हि वेदान्तिनो नैयायिकाद्यभिमतां श्रुतिं प्रमाणयन्ति, नैयायिकादयो वा वेदान्त्यभिमतां । यत्किञ्चिद्वेदप्रामाण्यं च बौद्धादयोऽप्यभ्युपगच्छन्ति “न हिंस्यात् सर्वभूतानि, अग्निर्हिमस्य भेषजम्” इत्यादिवचनानां तेषामपि सम्मतत्वादिति । स्वतात्पर्यात् स्वाभिप्रायमपेक्ष्य । आद्यग्रहे यावद्वेदप्रामाण्याभ्युपगमनिवेशे । न दोषः, स्वस्वतात्पर्ये प्रमाणं श्रुतिरिति हि सर्वेषां नैयायिकादीनामभ्युपगमः । इति चेन्मतिः कल्पना भवदीया 9-ર૭ના ઉપર જણાવ્યા પ્રમાણે શિષ્ટલક્ષણમાં જે વેદપ્રામાણ્યના અભ્યાગમનો નિવેશ કર્યો છે, તેમાં બે વિકલ્પો છે. સંપૂર્ણ વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે? અથવા દેશથી વેદનું પ્રામાણ્ય વિરક્ષિત છે? આ વિકલ્પને આશ્રયીને અનુક્રમે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ આવે છે. તેના નિવારણ માટે એમ માનવામાં આવે કે પોતપોતાની માન્યતા મુજબ સંપૂર્ણ વેદના પ્રામાણ્યની વિવક્ષા કરી છે. તો..” (આના જવાબમાં અઠ્ઠાવીસમા શ્લોકમાં જણાવાશે.) - આ પ્રમાણે સત્તાવીસમાં શ્લોકનો અર્થ છે. એક પરિશીલન ૨૯૯
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy