SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ બેમાંથી એકશરીર)ની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. આત્મા વિભુ હોવાથી આત્મા અને શરીર : ઉભયની ક્રિયાનો અભાવ હોવા છતાં મૂર્ત એવા શરીરની(અન્યતરની) ક્રિયાના કારણે એ શરીરસંયોગ થાય છે. આ રીતે તે સ્વરૂપ સંસાર(જન્મ)ની ઉપપત્તિ થાય છે. ઊર્ધ્વલોક કે અધોલોક વગેરેમાં રહેલા તે તે શરીરની સાથે સંબંધ થવાથી આત્માના ઊર્ધ્વગમન કે અધોગમનાદિનો વ્યવહાર થતો હોય છે. આમ છતાં આત્માના વિભુત્વનો વ્યય થતો ન હોવાથી અને પૂર્વશરીરના ત્યાગપૂર્વક ઉત્તરશરીરને ગ્રહણ કરવાનો એક સ્વભાવ જ હોવાથી આત્માના નિત્યત્વની હાનિ થતી નથી. એક જ જ્ઞાનમાં નળાકાર અને પીતાકાર સ્વરૂપ ઉભયાકાર જેમ સંગત મનાય છે તેમ પૂર્વશરીરત્યાગોત્તરશરીરોપાદાનૈક સ્વભાવ માનવામાં કોઈ વિરોધ નથી. આ રીતે અનંતાનંત ઉત્તર શરીરો ગ્રહણ કરવાના એક સ્વભાવવાળો આત્મા હોય તો ક્રમે કરીને એક એક ઉત્તર શરીરને તે કેમ ગ્રહણ કરે છે, એક કાળમાં બધાનું ગ્રહણ કેમ કરતો નથી ?' - આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે કાર્યનો ક્રમ તેની સામગ્રીને આધીન છે. જેમ જેમ સામગ્રીનો યોગ થતો જાય તેમ તેમ તદનુકૂલ કાર્ય થતું જાય. આ પ્રમાણે આત્માને નિત્ય (એકાંતે નિત્ય) માનનારાનો આશય છે. તે વિષયમાં જણાવાય છે – તો વિવેચના - આશય એ છે કે આત્માને એકાંતે નિત્ય માનનારા જે રીતે શરીરના સંયોગને લઈને જન્મ-સંસારની ઉપપત્તિ કરે છે તે બરાબર નથી. કારણ કે શરીરના સંયોગનું વિવેચન કરી શકાય એવું નથી. જેમ કે - આ આત્મશરીરસંયોગ આત્મા અને શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે? આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પ માનવામાં આવે તો આત્મા અને શરીરથી ભિન્ન એવા સંયોગને રાખવા માટે નવા (સંયોગથી અતિરિક્ત) સંબંધની કલ્પના કરવી પડે છે. ત્યાર પછી તેના માટે પણ એક બીજો સંબંધ... ઇત્યાદિ કલ્પનાથી “અનવસ્થાદોષ'નો પ્રસંગ આવે છે. તેથી બીજો વિકલ્પ માનવામાં આવે તો અનવસ્થા તો નહિ આવે પરંતુ અતિપ્રસંગ આવશે. અર્થાત્ જયાં (મૃતાવસ્થામાં) આત્મા અને શરીરનો સંયોગ હોતો નથી; ત્યાં પણ એ સંબંધ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે આત્મા અને શરીરઃ આ બે ધર્મોને છોડીને અન્ય કોઈ જ અહીં સંબંધ માન્યો નથી. બંન્ને ધર્મીઓ સ્વરૂપ જ સંબંધ માન્યો છે; અને તે તો છે જ... ઇત્યાદિ સમજી શકાય છે. ll૮-૧૮ આત્માને વિભુ માનવામાં દૂષણાંતર જણાવાય છે आत्मक्रियां विना च स्यान्मिताणुग्रहणं कथम् । कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ? ॥८-१९॥ आत्मेति-आत्मनो यावत्स्वप्रदेशैरेकक्षेत्रावगाढपुद्गलग्रहणव्यापाररूपां क्रियां विना च । मिताणूनां नियतशरीरारम्भकपरमाणूनां ग्रहणं कथं स्यात् ? सम्बद्धत्वाविशेषे हि लोकस्थाः सर्व एव ते गृोरन् વાદ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy