SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ त्रानपायत्वात् । न चैवं शिष्टत्वस्यातीन्द्रियत्वेन दुर्घहत्वाच्छिष्टाचारेण प्रवृत्त्यनापत्तिरिति शङ्कनीयं, प्रशमसंवेगादिलिङ्गस्तस्य सुग्रहत्वात् । ‘दोषा रागादय एव तेषां च दिव्यज्ञानादर्वाग् न क्षयमुपलभामहे न वा तेषु निरवयवेष्वंशोऽस्ति येनांशतस्तत्क्षयो वक्तुं शक्यतेति' चेन्न, अत्युचितप्रवृत्तिसंवेगादिलिङ्गकप्रबलतदुपक्षयस्यैवांशतो दोषक्षयार्थत्वाद्, आत्मानुग्रहोपघातकारित्वेन चयोपचयवतः सावयवस्य कर्मरूपदोषस्य प्रसिद्धत्वाच्च इत्यन्यत्र विस्तरः । हि निश्चितं । परोक्तं तु द्विजन्मोद्भावितं तु । तस्य fશષ્ટ નક્ષણમ્ / અસતમથુમ્ I9૧-૧દ્દા સમ્યગ્દષ્ટિ આત્માના આંશિક દોષોનો ક્ષય થયો હોવાથી શિષ્ટત્વ પણ અહીં સદ્બોધિવાળા આત્મામાં જ યુક્તિસંગત છે. બીજા લોકોએ જણાવેલું શિષ્ટ પુરુષોનું લક્ષણ અસંગત છે.” - આ પ્રમાણે સોળમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, “ક્ષીણ થઈ ગયા છે દોષો જેના એવા પુરુષને શિષ્ટ કહેવાય છે.” - આ શિષ્ટ પુરુષનું લક્ષણ સમ્યગ્દષ્ટિ આત્મામાં જ યુક્તિસંગત છે. કારણ કે અંશતઃ અર્થાત્ દેશથી રાગાદિ દોષોનો ક્ષય સમ્યગ્દષ્ટિ જીવોમાં છે. તેથી તેવું શિષ્ટત્વ પણ તેમનામાં ન્યાયસંગત છે. સર્વથા શિષ્ટત્વ સર્વ દોષોના ક્ષયથી પ્રાપ્ત થતું હોય છે. શ્રી સિદ્ધપરમાત્માઓમાં અથવા શ્રી કેવલીભગવંતોમાં એવું શિષ્ટત્વ હોવા છતાં દેશથી ભિન્ન ભિન્ન જાતિનું શિષ્યત્વ તે તે આત્માઓમાં સમ્યગ્દષ્ટિ આત્માઓથી આરંભીને સંગત છે. ચોથા ગુણસ્થાનકથી આરંભીને સાતમાં ગુણસ્થાનક સુધીના આત્માઓમાં આ રીતે શિષ્ટત્વનો વ્યવહાર થઈ શકે છે. “આ રીતે દોષોના ક્ષય સ્વરૂપ શિષ્ટત્વને માનવામાં આવે તો દોષોનો ક્ષય અતીન્દ્રિય (બાહ્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી જેનું પ્રત્યક્ષ ન થાય તેવો) હોવાથી શિષ્ટત્વનો ગ્રહ અશક્ય છે અને તેથી શિષ્ટના આચારથી જે પ્રવૃત્તિ થાય છે તે નહીં થાય. કારણ કે શિષ્ટાચારનું જ્ઞાન જ થાય તેમ નથી.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે શિષ્ટત્વ અતીન્દ્રિય હોવા છતાં પ્રશમ, સંવેગ અને નિર્વેદ વગેરે લિંગો દ્વારા તેનું અનુમાન થતું હોવાથી શિષ્ટત્વનો સારી રીતે ગ્રહ(જ્ઞાન) કરી શકાય છે. “રાગ, દ્વેષ અને મોહ વગેરે દોષો છે. દિવ્યજ્ઞાનની પૂર્વે (અવધિજ્ઞાનાદિની પૂર્વે) તે દોષોના ક્ષયનો ઉપલંભ શક્ય નથી. તેમ જ તે દોષોના કોઇ અવયવો નથી કે જેથી તેનો અંશતઃદેશતઃ ક્ષય વર્ણવી શકાય.” - આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે ઉચિત પ્રવૃત્તિ તેમ જ સંવેગ અને નિર્વેદ વગેરેના કારણે જણાતો એવો પ્રબળ દોષોનો જે ક્ષય છે; તેને જ અંશતઃ ક્ષય કહેવાય છે. તેમ જ આત્માને અનુગ્રહ અને ઉપઘાત કરનારા કર્મનો ચય અને ઉપચય થતો હોવાથી કર્મ સાવયવ છે – એ વાત પ્રસિદ્ધ છે. અન્યત્ર એ વાત વિસ્તારથી સમજાવેલી છે. વેદને અનુસરનારા બ્રાહ્મણોએ જે શિષ્ટનું લક્ષણ કર્યું છે તે અસંગત છે. I૧૫-૧૬ll ૨૮૬ સમ્યગ્દષ્ટિ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy