SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પ્રથમ યથાપ્રવૃત્તિકરણ હોય છે. ગ્રંથિનું ઉલ્લંઘન કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ કરી લીધા પછી ત્રીજું અનિવર્તિ (અનિવૃત્તિ) કરણ હોય છે : એમ યોગીઓના નાથ એવા શ્રી તીર્થંકર પરમાત્માઓએ જણાવ્યું છે.” - આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. અહીં શ્લોકાર્થ સમજવા માટે એ યાદ રાખવું જોઇએ કે - અનાદિકાળથી જીવને કર્મનો યોગ છે. મિથ્યાત્વ અવિરતિ.. વગેરે હેતુઓને લઈને જીવ સમયે સમયે કર્મબંધ કરે છે. અનવરતપણે આ કર્મબંધનો પ્રવાહ ચાલુ છે. અત્યાર સુધીમાં જે કર્મો બંધાયાં છે; એ બધાં કમની સ્થિતિનો જો વિચાર કરીએ તો સમજાશે કે અનંતકાળનો એ કર્મનો સંચય છે. નદીઘોળપાષાણન્યાયે (અથડાતા અથડાતા જેમ નદીમાંના પથ્થરો ગોળ સુંવાળા થઈ જાય છે તેમ) જયારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ; એક કોડાકોડી (એક કરોડ x એક કરોડ = એક કોડાકોડી) સાગરોપમથી થોડી ન્યૂન વર્ષ પ્રમાણ થાય છે ત્યારે જીવને ગ્રંથિદેશની પ્રાપ્તિ થાય છે. કુદરતી રીતે પ્રાપ્ત થયેલી સ્થિતિના કારણે જીવને ગ્રંથિદેશે આવેલા કહેવાય છે. અભવ્યોના આત્માઓ પણ આવી સ્થિતિ અનંતી વાર પામે છે. આ કાળ દરમ્યાન જીવને યથાપ્રવૃત્તિકરણ હોય છે. આ રીતે ગ્રંથિદેશે આવેલા જીવો ગ્રંથિને ઓળખવા વગેરેનો પ્રયત્ન ન કરે તો કોઈ વાર કર્મસ્થિતિને વધારીને “ગ્રંથિદેશથી પાછા બહાર પણ જતા રહે છે. અહીં સુધી આવેલા જીવો પણ ગ્રંથિને ઓળખવા માટે સમર્થ બને જ એવું નથી બનતું. આ યથાપ્રવૃત્તિકરણ પછી શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય તો જ તેઓ રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિને ઓળખી શકે છે. ગ્રંથિને ઓળખ્યા પછી એ પરિણામનું ઉલ્લંઘન(ઓળંગી જવું) કરવા સ્વરૂપ જે અતિક્રમણ(હુમલો કરવો) છે, તેને જ ગ્રંથિનો ભેદ કહેવાય છે. આ ગ્રંથિભેદ કરતી વખતે બીજું અપૂર્વકરણ હોય છે અને ગ્રંથિનો ભેદ થઈ ગયા પછીની અવસ્થામાં અનિવર્તિ (અનિવૃત્તિ) કરણ (ત્રીજું કરણ) હોય છે. સામાન્ય રીતે શત્રુ નજરે ચઢવો, તેને શત્રુસ્વરૂપે ઓળખવો, તેની ઉપર અતિક્રમણ કરવું અને શત્રુનો નાશ થવો : આ ચાર અવસ્થાઓનો જે ફરક છે તેને સમજી શકનારાઓ યથાપ્રવૃત્તિકરણ, શુદ્ધયથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ - આ ચારમાંનો ફરક પણ સમજી શકે છે. રાગ-દ્વેષનો પરિણામ નજરે ચઢે, તેને ભયંકર સ્વરૂપે ઓળખવામાં આવે, તે પરિણામ ઉપર અતિક્રમણ કરવામાં આવે અને તેનો સર્વથા નાશ થાય. આ ચારેય અવસ્થામાં ઘણું અંતર છે. રાગદ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિ અનાદિ કાળની હોવા છતાં તે નજરે દેખાતી નથી. રેશમના સુતરના દડામાં ગાંઠ હોવા છતાં તે નજરે ચઢતી ન હતી. પરંતુ જેમ જેમ દડો ઉકેલાય તેમ તેમ તે ગાંઠ દેખાતી જાય છે. તેવી રીતે કર્મની સુદીર્ઘ સ્થિતિની વચ્ચે ગ્રંથિ દેખાતી જ ન હતી. પાછળથી કર્મસ્થિતિ અલ્પ થવાથી તે નજરે દેખાતી જાય છે. સદ્દગુરુભગવંતોના અચિંત્ય ૨૭૮ સમ્યગ્દષ્ટિ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy