SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્નને લઈને હિંસક વગેરેનો વ્યવહાર માનવો પડે. સ્મૃતિની કારણસામગ્રી ત્યાં વિદ્યમાન ન હોવાથી સ્મૃતિની ઉત્પત્તિ થતી નથી. ચરમમનઃસંયોગ પણ બીજા સંયોગની જેમ નાશ પામે છે. તે માટે કોઇના પ્રયત્નની અપેક્ષા નથી. આશય એ છે કે આત્મમનના સંયોગવિશેષનો કે ચરમમનઃસંયોગનો ધ્વંસ સ્વાભાવિક મરણ વખતે જે રીતે થઈ જાય છે તે રીતે જ કોઈના પ્રહારાદિથી થતા મરણ (હિંસાથી થતા મરણ) વખતે મનઃસંયોગવિશેષનો કે ચરમમનઃસંયોગનો ધ્વંસ થઈ શકે છે. તેથી ત્યાં કોઇએ પણ હિંસા કરી છે – એમ માનવાની આવશ્યકતા નથી. આથી જગત સમગ્ર હિંસાદિ પાપના ભય વિનાનું થવાથી સુસ્થિત બનશે - એ સમજી શકાય છે. પાપના ભય વિનાની સર્વ વસ્તુ અનિષ્ટ છે – એ ન સમજાય એવી વાત નથી. ૮-૧૬ll आत्मन एकान्तनित्यत्वाभ्युपगमे दूषणान्तरमाहઆત્માને એકાંતે નિત્ય માનવામાં દૂષણાંતર જણાવાય છે– शरीरेणापि सम्बन्धो नित्यत्वेऽस्य न सम्भवी । विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ॥८-१७॥ शरीरेणापीति-नित्यत्वे सति अस्य आत्मनः शरीरेणापि समं सम्बन्धो न सम्भवी । नित्यस्य हि शरीरसम्बन्धः पूर्वरूपस्य त्यागे वा स्यादत्यागे वा ? आद्ये स्वभावत्यागस्यानित्यलक्षणत्वान्नित्यत्वहानिः । अन्त्ये च पूर्वस्वभावविरोधाच्छरीरासम्बन्ध एवेति । विभुत्वेन चाभ्युपगम्यमानेन हेतुना संसारोऽसंशयं कल्पितः स्यात्, सर्वगतस्य परलोकगमनरूपमुख्यसंसारपदार्थानुपपत्तेः । अथवा विभुत्वे च संसारो न स्यात्, स्याच्चेदसंशयं कल्पितः स्यादिति योजनीयं । तदिदमुक्तं-“शरीरेणापि सम्बन्धो नात एवास्य સાત: I તથા સર્વ તત્વીષ્ય સંસારાત્વિતઃ III” તિ ll૮-૧૭ની આત્માને એકાંતે નિત્ય માનવામાં આવે તો તેનો શરીરની સાથે સંબંધ સંભવિત નથી અને આત્માને વિભુ(સર્વગત) સ્વરૂપે માની લેવામાં આવે તો તેનો સંસાર કલ્પિત થશે અથવા તેના સંસારનો સંભવ જ નથી. હોય તો ચોક્કસ-સંશય વિના એ (સંસાર) કલ્પિત હશે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આત્માને નિત્ય માનનારને પૂછવું જોઈએ કે નિત્ય(એકાંતે નિત્ય) એવો આત્મા શરીરની સાથે સંબંધ કરે (જોડાય) તો; પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને કરે કે પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના કરે. બંન્ને વિકલ્પમાં દોષ છે. નિત્ય આત્મા પોતાના પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને શરીરની સાથે સંબંધ કરે છે - આ પહેલા | વિકલ્પનો સ્વીકાર કરાય તો એ રીતે સ્વભાવ(પૂર્વસ્વરૂપાદિ)નો ત્યાગ કરવો તે અનિત્યનું લક્ષણ હોવાથી પોતાના એકાંતનિત્યત્વની (સ્વભાવની) હાનિ થવા સ્વરૂપ દોષનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે “નિત્ય આત્મા પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના શરીરની સાથે સંબંધ કરે છે.' - આ ૨૪ વાદ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy