SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આચરણથી સાનુબંધ દોષની હાનિ થાય છે. ગુલાઘવની ચિંતાથી અને દઢપ્રવૃત્તિ વગેરેથી દોષની હાનિ સાનુબંધ થતી હોવાથી અહીં “ત્તાધવધિન્ના' આ પદથી દઢ પ્રવૃત્તિ વગેરેનું પણ ગ્રહણ કરવું જોઇએ. મનની દઢતાપૂર્વકની પ્રવૃત્તિમાં એક જાતનું સાતત્ય હોય છે, જે ઉત્તરોત્તર અનેકગણા ફળનું (દોષવિગમાત્મક ફળનું) કારણ બને છે. ગુલાઘવચિંતા, પ્રકૃષ્ટ અભિલાષ, દઢ પ્રવૃત્તિ, સાતત્યપૂર્ણ પ્રવૃત્તિ અને તિતિક્ષાદિ સાનુબંધ (ઉત્તરોત્તર પ્રવર્તનાર) દોષવિગમનાં કારણ છે. અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનથી જ એ શક્ય બને છે. ૧૪-૨પા ત્રીજા અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનનું મહત્ત્વદષ્ટાંતથી સમજાવીને એમાં સ્વસંમતિ જણાવાય છે गृहाद्यभूमिकाकल्पमतस्तत् कैश्चिदुच्यते । उदग्रफलदत्वेन मतमस्माकमप्यदः ।।१४-२६॥ गृहेति-अतः सानुबन्धदोषहानिकरत्वात् । तत् तृतीयमनुष्ठानं । कैश्चित्तीर्थान्तरीयै हस्याद्यभूमिका दृढपीठबन्धरूपा तत्कल्पम् तत्तुल्यं । उदग्रफलदत्वेनोदारफलदायित्वेन तस्य । अद एतदुक्तमस्माकमपि मतं । यथा हि गृहाद्यभूमिकाप्रारम्भदाय नोपरितनगृहभङ्गफलं सम्पद्यते, किं तु तदनुबन्धप्रधानम्, एवं तत्त्वसंवेदनानुगतमनुष्ठानमुत्तरोत्तरदोषविगमावहमेव भवति, न तु कदाचनाप्यन्यथारूपमिति ।।१४-२६।। શ્લોકાર્થ સ્પષ્ટ છે કે – “અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન સાનુબંધ એવી દોષની હાનિને કરનારું હોવાથી તેને ગૃહના પાયા જેવું કેટલાક અન્યદર્શનકારો વર્ણવે છે - તે અમને પણ માન્ય છે. કારણ કે આ અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું છે. કહેવાનો ભાવ એ છે કે કેટલાક દર્શનકારોએ આ ત્રીજું અનુષ્ઠાન ઘરના પાયા જેવું વર્ણવ્યું છે. ઘર બાંધતી વખતે ઘરનો પાયો મજબૂત હોય તો તેની ઉપર કરેલું ઘરનું બાંધકામ પડી જતું નથી. પરંતુ એક પછી એક માળ બાંધી શકાય છે. અન્યથા પાયો જ જો દઢ ન હોય તો તેની ઉપર બાંધેલું ઘર પડી જવા સ્વરૂપ જ ફળને આપનારું બને છે. આવી જ રીતે ત્રીજું અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન ઉત્તરોત્તર દોષવિગમને ધારણ કરનારું જ બને છે, કારણ કે તત્ત્વસંવેદનથી તે અનુગત હોય છે. તત્ત્વસંવેદનસ્વરૂપ પાયો મજબૂત હોવાથી સર્વદા અનુબંધ શુદ્ધ-અનુષ્ઠાન દોષવિગમને વહન કરનારું જ હોય છે. ક્યારે પણ તે અનુષ્ઠાન દોષવિગમના અભાવવાળું હોતું નથી. ઘરના પાયાનું મહત્ત્વ જેમને સમજાય છે તેમને ત્રીજા અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવવાની જરૂર નથી. તેઓ જાતે તેને સમજી શકે છે. આથી સમજી શકાશે કે ગુલાઘવની ચિંતા વગેરે કારણે અનુબંધશુદ્ધ-અનુષ્ઠાન શ્રેષ્ઠ ફળને આપનારું બને છે. સર્વથા દોષોનો ધ્વંસ થયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને સર્વથા દોષોનો ધ્વંસ એકમાત્ર અનુબંધશુદ્ધ-અનુષ્ઠાનથી જ શક્ય છે - એ યાદ રાખ્યા વિના ચાલે એવું નથી. અહીં એ વિચારવું જોઈએ કે આ ત્રિવિધ અનુષ્ઠાનમાં આપણા આજે પ્રવર્તતાં અનુષ્ઠાનો ક્યાં સમાય છે. આ પૂર્વે ઉપર જણાવેલાં ત્રણેય અનુષ્ઠાનને અનુષ્ઠાનસ્વરૂપે વર્ણવવાનું એક ૨૬૦ અપુનર્બન્ધક બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy